નેશનલ

દિલ્હીની લોકપ્રિય કચોરીની દુકાનમાં સ્પીડિંગ કાર ઘુસી અને પછી…

દિલ્હીના રાજપુર રોડ પર થયેલા એક ભયાનક અકસ્માતનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે. રવિવારે બનેલી આ ઘટનામાં પાંચ લોકો ઘાયલ થયા હતા. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આરોપી ડ્રાઇવર વકીલ છે. અકસ્માત સમયે તેની સાથે તેની પત્ની પણ હતી. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

વીડિયો ફૂટેજમાં જોવા મળે છે કે એક ઝડપી સફેદ રંગની એસયુવી અચાનક એક જાણીતી કચોરીની દુકાનમાં ઘુસી જાય છે. એ સમયે કેટલાક ગ્રાહકો દુકાનમાં ઊભા રહીને કચોરી ખાઈ રહ્યા હતા. દુકાનના પ્રવેશદ્વાર સાથે કારની જોરદાર ટક્કરથી કેટલાક લોકો ફંગોળાઈ ગયા હતા. આ વીડિયોમાં કારની ટક્કરને કારણે લોકો દર્દથી કણસતા જોવા મળે છે.

આ ઉપરાંત આ વીડિયોમાં એ પણ જોવા મળી રહ્યું છે કે એસયુવીની ટક્કર બાદ થોડીક સેકન્ડોમાં નજીકના લોકો ઘાયલોની મદદ માટે આગળ આવ્યા હતા.

https://twitter.com/kapz30/status/1774765189659066634?s=20

આ દુર્ઘટના વિશે માહિતી આપતા દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત સમયે ગાડીનો ડ્રાઇવર નશામાં ન હતો પરંતુ તેણે તેની કાર પરનો કાબુ ગુમાવ્યો હોવાથી આ અકસ્માત થયો હતો.

પોલીસે જણાવ્યું હતું કે આરોપી નોઈડા નો રહેવાસી છે તેનું નામ પરાગ મૈની છે. બેફામ ડ્રાઇવિંગના કેસ માટે તેની ધરપકડ કરવામાં આવી છે અને તેની એસયુવી પણ જપ્ત કરવામાં આવી છે. ડ્રાઇવરના પ્રાથમિક તબીબી તપાસમાં જાણવા મળ્યું છે કે તે નશામાં ન હતો. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને વધુ તપાસ ચાલુ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button