નેશનલ

પૂજામાં માથા પર નારિયેળ ફોડ્યું પછી…

હિંદુ ધર્મમાં મંદિરમાં પ્રસાદ તરીકે નારિયેળ ધરાવવામાં આવે છે. નારિયેળને દેવતાના ચરણમાં ફોડવામાં આવે છે, પણ તમે ક્યારેય કોઇને માથાથી નારિયેળ ફોડતા જોયું છે? કદાચ નહીં જોયું હોય. તો અમે તમને એક વીડિયો દર્શાવીએ, જેમાં એક વ્યક્તિ પૂજા દરમિયાન પોતાના માથા પર નારિયેળ તોડી રહ્યો છે. જોકે, પછી શું થાય છે તે જોવા જેવું છે.

પૂજા વિધિ દરમિયાન એક વ્યક્તિ મંત્રનો જાપ કરી રહ્યો છે અને તેણે હાથમાં નારિયેળ પકડ્યું છે. થોડી જ વારમાં તે માથા પર મારીને નારિયેળ ફોડી નાખે છે, પણ પછી જે થાય છે એ જોઇને તમે પણ એક વાર હસી પડશો. ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો રીલ ઝડપથી વા.રલ થઇ રહ્યું છે અને લોકો એને માણી રહ્યા છે. જોકે ઘણા લોકો જણાવે છે કે આમ કરવું ઘણું ખતરનાક છે. આવું નહીં કરવુ ંજોઇએ. તો ઘણા લોકોએ એવી પણ કમેન્ટ કરી હતી કે આવું માત્ર ભારતીય લોકો જ કરી શકે છે.

વીડિયોમાં તમે જોઇ શકો છો કે વ્યક્તિ મંત્રોના જાપ કરી રહ્યો છે. તેના હાથમાં નાળિયેર છે. અચાનક તે તેના માથા ઉપર મારીને નાળિયેરને તોડે છે. નારિયેળ ફૂટે છે, પણ બીજી જ ક્ષણે એ વ્યક્તિ તમ્મરર ખાઇને બેભાન થઇને પડી જાય છે.

હાલમાં આ વ્યક્તિની શું સ્થિતિ છે એ તો જાણી શકાયું નથી, પણ તમે આ વ્યક્તિ અને વીડિયો બાબતે શું વિચારો છો તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button