ટોપ ન્યૂઝનેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Lok Sabha Elections: VVPAT સ્લિપની સંપૂર્ણ ગણતરીની માંગ, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ચૂંટણી પંચ પાસે જવાબ માંગ્યો

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીનો ધમધમાટ શરુ થઇ ગયો છે, ચૂંટણી પહેલા જ EVM મશીન પર સવાલો ઉઠી રહ્યા છે. એવામાં સુપ્રીમ કોર્ટમાં ગઈ કાલે સોમવારે એક મહત્વપૂર્ણ કેસની સુનાવણી કરી હતી. એક અરજીમાં વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) પેપર સ્લિપ્સની સંપૂર્ણ ગણતરી થાય એવી માંગ કરવામાં આવી હતી. કોર્ટે આ મામલે ચૂંટણી પંચ અને કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો છે.

જસ્ટિસ બી આર ગવઈ અને સંદીપ મહેતાની બેન્ચે કાર્યકર્તા અરુણ કુમાર અગ્રવાલ અને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા દાખલ કરાયેલી અરજીઓની નોંધ લેતા ECIને નોટિસ પાઠવી હતી.

અરજદારે અરજીમાં કહ્યું કે VVPAT પેપર સ્લિપ દ્વારા માત્ર 5 રેન્ડમ રીતે પસંદ કરાયેલા EVMની ચકાસણીની હાલની પ્રથાને બદલે VVPAT સ્લિપની સંપૂર્ણ ગણતરી કરવામાં આવે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, “જો એક સાથે વેરિફિકેશન કરવામાં આવે અને દરેક વિધાનસભા મતવિસ્તારમાં ગણતરી માટે વધુ અધિકારીઓ તૈનાત કરવામાં આવે, તો 5-6 કલાકમાં પૂર્ણ VVPAT વેરિફિકેશન થઈ શકે છે.”

કેન્દ્ર સરકારે હાલમાં 24 લાખ VVPAT ની ખરીદી માટે લગભગ ₹5,000 કરોડનો ખર્ચ કર્યો છે, પરંતુ લગભગ 20,000 VVPAT સ્લિપ્સની ચકાસણી કરવામાં આવે છે.



અરજીમાં મુજબ, VVPAT અને EVM અંગે નિષ્ણાતો દ્વારા ઘણા પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે અને ભૂતકાળમાં EVM અને VVPAT મત ગણતરી વચ્ચે મોટી સંખ્યામાં વિસંગતતાઓ નોંધવામાં આવી છે તે જોતાં, તે આવશ્યક છે કે તમામ VVPAT સ્લિપ્સની ગણતરી કરવામાં આવે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે ‘ચૂંટણી નિષ્પક્ષ અને ન્યાયીક હોવી જોઈએ. માહિતીનો અધિકાર બંધારણના અનુચ્છેદ 19(1)(a) અને 21ના સંદર્ભમાં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનો એક ભાગ છે. સુબ્રમણ્યમ સ્વામી વિ. ભારતના ચૂંટણી પંચ (2013) માં આ માનનીય અદાલતના નિર્દેશોના હેતુ અને ઉદ્દેશ્ય અનુસાર મતદારને કલમ 19 અને 21 હેઠળ તેના દ્વારા આપવામાં આવેલ મત અને VVPAT ના પેપર વોટ દ્વારા ગણવામાં આવેલ મતની ચકાસણી કરવાનો અધિકાર છે.”



અરજી મુજબ EVM મશીનમાં નોંધાયેલા મત સાથેની તમામ VVPAT પેપર સ્લિપ્સની ગણતરી કરીને ફરજિયાતપણે ક્રોસ-ચેક કરવા માટે નિર્દેશની માંગ કરવામાં આવી છે.

દરમિયાન, કોંગ્રેસે સર્વોચ્ચ અદાલતના નિર્દેશને “મહત્વનું પ્રથમ પગલું” ગણાવ્યું હતું અને કહ્યું હતું કે લોકસભાની ચૂંટણી શરૂ થાય તે પહેલાં આ બાબતનો નિર્ણય થઇ જવો જોઈએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button