સેન્સેક્સ અને નિફ્ટીએ નવા વર્ષના પ્રથમ સત્રમાં સર કર્યા નવા શિખર
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકાની ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ દ્વારા ઇન્ફ્લેશન નિયંત્રણમાં હોવાના સંકેત આપ્યાં હોવાથી જૂન મહિનામાં ફેડરલ વ્યાજદરમાં કપાત શરૂ કરશે એવી આશાઓ ફરી સપાટી પર આવવાથી એશિયન બજારોની તેજી અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોના આંતરપ્રવાહના વધારાના અણસારે શેરબજારમાં સતત ત્રીજા સત્રમાં તેજી આગળ વધી હતી અને નાણાંકીય વર્ષના પ્રથમ સત્રમાં સેન્સેકસ અને નિફ્ટીએ ઇન્ટ્રા-ડે નવી ઓલટાઇમ હાઇ સપાટી નોંધાવી છે.
સતત ત્રણ દિવસની તેજીમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 10.58 લાખ કરોડનો વધારો થયો છે. સત્રને અંતે સેન્સેક્સ 363.20 પોઈન્ટ અથવા તો 0.49 ટકાના વધારા સાથે 74,014.55 પોઇન્ટના સ્તર પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 135.10 પોઈન્ટ અથવા તો 0.61 ટકાના વધારા સાથે 22,46ર પોઇન્ટની સપાટીએ સ્થિર થયો છે. સેન્સેક્સે સત્ર દરમિયાન 603.27 પોઇન્ટ અથવા તો 0.81 ટકાના ઉછાળા સાથે 74,254.62 પોઇન્ટની અને નિફ્ટીએ 203.05 પોઇન્ટ અથવા તો 0.90 ટકાના ઉછાળા સાથે 22,529.95 પોઇન્ટની નવી વિક્રમી ઊંચી સપાટી નોંધાવી છે. રિઅલ્ટી અને મેટલ શેરોમાં સારી આગેકૂચ જોવા મળી હતી. જ્યારે એફએમસીજી અને ઓટો શેરોમાં પીછેહઠ રહી હતી. સેન્સેક્સના શેરોમાં જેેસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એનટીપીસી, લાર્સન એન્ડ ટૂબ્રો તથા એચડીએફસી બેન્કના શેર ટોપ ગેઇનર બન્યાં હતા. જ્યારે ટાઇટન, નેસ્લે, ભારતી એરટેલ અને ઇન્ડસઇન્ડ બેન્ક ટોપ લુઝર્સ રહ્યાં હતાં.
ઈન્સ્પાયર ફિલ્મ્સ લિમિટેડે સ્પેલબાઈન્ડિંગ વેબ સિરીઝના ઉત્પાદન માટે ગ્લોબલ ઓવર-ધ-ટોપ (ઓટીટી) પ્લેટફોર્મ સાથે સીમાચિહ્ન જેવો સોદો પાર પાડ્યો છે. આવનારી વેબ સિરીઝમાં કુલ 20 એપિસોડ એક અગ્રણી સાહિત્યકાર દ્વારા લખવામાં આવેલી બેસ્ટ સેલિંગ નવલકથા પરથી રૂપાંતરિત છે. નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પ્રોડકશન શરૂ કરવા માટે શ્રેણી હાલમાં વિકાસના તબક્કામાં છે.
ચાઇનીઝ પીએમઆઇ ડેટા સારા આવ્યાં હોવાને કારણે મેટલ શેરોમાં વિશેષ કરંટ જોવા મળ્યો હતો. બ્રોડર માર્કેટમાં નાના શેરોમાં ફરી તેજીનો ઉછાળો જોવા મળ્યો હતો. મિડકેપ ઇન્ડેક્સ 1.64 ટકા ઊછળ્યો હતો. જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 2.98 ટકા ઊછળ્યો હતો. સેકટરલ ઇન્ડેકસમાં રિઅલ્ટી ઇન્ડેક્સમાં 4.18 ટકાનો ઉછાળો હતો.
ટેલિકોમ્યુનિકેશન ઇન્ડેક્સ 3.44 ટકા, મેટલ ઇન્ડેક્સ 3.39 ટકા, કોમોડિટી ઇન્ડેક્સ 2.91 ટકા, યુટિલીટી ઇન્ડેક્સ 2.62 ટકા અને ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડેક્સ 2.16 ટકા ઊછળ્યો હતો. જ્યારે ક્નઝ્યુમર ડ્યુરેબલ અને ઓટો ઇન્ડેક્સમાં પીછેહઠ નોંધાઇ હતી.
સેન્સેક્સમાં જેએસડબલ્યૂ સ્ટીલ 4.81 ટકા, ટાટા સ્ટીલ 4.62 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 2.38 ટકા, એનટીપીસી 1.88 ટકા અને લાર્સન એન્ડ ટુબ્રો 1.66 ટકા વધ્યા હતા, જ્યારે ટાઈટન કંપની 1.76 ટકા, નેસલે ઈન્ડિયા 1.43 ટકા, ભારતી એરટેલ 0.82 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક 0.77 ટકા અને ટેક મહિન્દ્રા 0.45 ટકા ઘટ્યા હતા. બી ગ્રુપની એક કંપનીને ઉપલી સર્કીટ સહિત બધા ગ્રુપની કુલ 14 કંપનીઓમાંથી 10 કંપનીઓને ઉપલી અને ચાર કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.
અગ્રણી બજાર વિશ્લેષકે જણાવ્યું હતું કે, બજારનો અંડરટોન તેજીનો છે અને બજારમાં મોમેન્ટમ છે. બજાર કોન્સોલિડેશનના સંકેતો બતાવી રહ્યું છે પરંતુ પાછલા બે ટે્રડિગ દિવસોમાં નિફ્ટીનો 322 પોઈન્ટનો ઉછાળો દર્શાવે છે કે તેજી આગળ વધી શકે છે. ખુલતા સત્રમાં જ સેન્સેકસમાં 500 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટીએ 22,350ની સપાટીએ પહોંચી નવો વિક્રમ નોંધાવ્યો હતો. બજારના આ ઉછાળામાં બેન્કિંગ અને એનર્જી શેરોએ સૌથી વધુ ફાળો આપ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. આ તેજીના કારણે રોકાણકારોની સંપત્તિમાં સવારના સત્રમાં જ અંદાજે રૂપિયા છ લાખ કરોડથી વધુનો ઉછાળો નોંધાયો હતો.
એ તબક્કે બીએસઇ પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 393.35 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જે પાછલા ટે્રડિગ સેશનમાં રૂ. 386.91 લાખ કરોડના સ્તરે હતું. એક માહિતી અનુસાર આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 6.44 લાખ કરોડનો ઉછાળો આવ્યો હતો.
શેરબજારમાં નવા નાણાં વર્ષની શરૂઆત તેજી સાથે થઈ છે. સવારના સત્રમાં આવેલી તેજીને કારણે બીએસઈ પર લિસ્ટેડ કુલ શેરોના માર્કેટ કેપિટલમાં રૂ. 4.70 લાખ કરોડનો ઉછાળો નોંધાયો હતો.અમેરિકાની ફેડરલ રિઝર્વે ફુગાવો અપેક્ષિત મર્યાદામાં હોવાની પુષ્ટિ કરી હોવાથી માર્ચમાં રેટ કટ નિશ્ચિત જણાતા એશિયાના બજારોમાં આવેલા ઉછાળા સાથે સ્થાનિક બજારમાં પણ તેજીનો પવન ફૂંકાયો હતો. ટાટા સ્ટીલ, જે એસ ડબલ્યુ સ્ટીલ, એચ ડી એફ સી બેંક, ઇન્ફોસિસ, કોટક બેંક જેવા શેર એકથી બે ટકા ઊંચી સપાટીએ ખુલ્યા હતા. મોટાભાગના બ્લુ ચિપ શેર અને સેક્ટરમાં તેજી જોવા મળી છે. હાઈ વેઇટેજ ફાઇનાન્શિયલ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી શેરો અને મક્કમ વૈશ્વિક બજારોના કારણે સોમવારે સ્થાનિક બેન્ચમાર્ક ઇન્ડેક્સ આગળ વધ્યા હતા. અમેરિકાના મુખ્ય ફુગાવાના રીડિગમાં અનુકૂળતાએ પણ સેન્ટિમેન્ટને સુધારવામાં મદદ કરી હતી. સાર્વત્રિક લેવાલીનો એવો મહોલ હતેો કે એનએસઈ પર તમામ ક્ષેત્રીય ઇન્ડેકસ ઊંચા સ્તરે પહોંચ્યા હતા, જેમાં મેટલ શેરોમાં સૌથી વધુ લેવાલી જોવા મળી હતી.