વેપાર અને વાણિજ્ય

ફેડરલ દ્વારા જૂનથી રેટ કટનો આશાવાદ પ્રબળ બનતાં વૈશ્વિક સોનું વિક્રમ સપાટીએ

સ્થાનિકમાં સોનું 1712ની તેજી સાથે 68,000ની પાર, ચાંદીએ 75,000ની સપાટી કુદાવી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાના ફેબ્રુઆરી મહિનાના ફુગાવાના ડેટા અપેક્ષાકૃત 0.3 ટકાની વૃદ્ધિ જોવા મળતાં ફેડરલ રિઝર્વ આગામી જૂન મહિનામાં વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ પ્રબળ બનતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજરમાં ભાવ આૈંસદીઠ 2265.49 ડૉલરની સપાટી સુધી પહોંચ્યા બાદ આગલા બંધ સામે 0.7 ટકાના સુધારા સાથે ક્વૉટ હતા, જ્યારે વાયદાના ભાવમાં 1.3 ટકાનો વધારો આવ્યો હતો અને ચાંદીના ભાવમાં 0.5 ટકાની તેજી આવી હતી. અત્રે નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે ગુડ ફ્રાઈડે નિમિત્તે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ સત્તાવાર ધોરણે બંધ રહ્યું હોવાથી આજે ફુગાવાના ડેટાની અસર બજાર પર આજે જોવા મળી હતી. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજાર પણ ગત શુક્રવારની ગુડ ફ્રાઈડેની રજા બાદ આજે ખુલતાં સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1405થી 1411 જેટલા વધી આવ્યા હતા અને રૂ. 68,000ની સપાટી કુદાવી ગયા હતા, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 984ની તેજી સાથે રૂ. 75,000ની સપાટી પાર કરી ગયા હતા. આજે ખાસ કરીને .999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 984 વધીને રૂ. 75,111ના મથાળે રહ્યા હતા. જોકે, આજે જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી મર્યાદિત રહી હતી. તે જ પ્રમાણે સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1405 વધીને રૂ. 68,388 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1411 વધીને રૂ. 68,663ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો. તેમ જ રિટેલ સ્તરની માગ પણ અત્યંત નિરસ રહી હતી. જોકે, વધ્યા મથાળેથી જૂના સોનામાં વેચવાલી તથા રિસાઈકલિંગનું પ્રમાણ વધુ રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને આૈંસદીઠ 2265.49ની ટોચ સુધી પહોંચ્યા બાદ આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ગત ગુરુવારના બંધ સામે 0.7 ટકા ઉછળીને આૈંસદીઠ 2247.28 ડૉલર અને વાયદામાં ભાવ 1.3 ટકા વધીને 2268.10 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.5 ટકા વધીને આૈંસદીઠ 25.06 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. અમેરિકા ખાતે ગત ફેબ્રુઆરી મહિનાના પર્સનલ ક્નઝ્મ્પશન એક્સપેન્ડિચર ડેટામાં સાધારણ 0.3 ટકાની વૃદ્ધિ જોવા મળતાં ફેડરલ રિઝર્વ જૂન મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવા આશાવાદે સોનામાં ઝડપી તેજી જોવા મળી હોવાનું આઈજી માર્કેટ સ્ટે્રટેજિસ્ટ યીપ જૂન રૉંગે જણાવતા ઉમેર્યું હતું કે હાલમાં અમેરિકા ખાતે ફુગાવો બે વર્ષની નીચી સપાટીએ રહ્યો હોવાથી ફેડરલ રિઝર્વ વહેલી તકે વ્યાજ કપાતની શરૂઆત કરે તેવી શક્યતા નકારી ન શકાય. નોંધનીય બાબત એ છે કે ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે પણ ફુગાવાની જાહેરાત પશ્ચાત્‌‍ જણાવ્યું હતું કે ફેબ્રુઆરીનો ફુગાવો અમારી અપેક્ષિત સપાટીએ રહ્યો હોવાથી જૂનથી વ્યાજદરમાં કાપ મૂકી શકાય તેમ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?