તરોતાઝા

રોજિંદા જીવનમાં આકર્ષક દેખાવાની સરળ રીતો

વિશેષ – નીલોફર

આકર્ષક દેખાવું એ પણ એક કળા છે. જો તમારી પાસે આકર્ષક દેખાવાની કળા નથી, તો તમે પરી જેવા હશો તો પણ તમે સુંદર નહીં ગણાવ કારણ કે સુંદરતાનું બિરુદ એ મહિલાઓને આપવામાં આવે છે જે સુંદર હોવાની સાથે સાથે સુંદર દેખાવાની રીત પણ જાણે છે.


હકીકતમાં, સુંદરતાની ન તો કોઈ અંતિમ વ્યાખ્યા છે કે ન તો તેના પર કોઈ કાયમી મનોવિજ્ઞાન કે ભાષ્ય છે. આથી તમને જે કુદરતી દેખાવ અને રંગ મળ્યો છે, તેના પર ગર્વ અનુભવો. આ જ વાત તમને સૌથી સુંદર બનાવે છે. સુંદર દેખાવા માટે, ક્યારેય પણ પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રીઓ કે રેમ્પ પર ચાલતી મોડલ્સની કોપી ન કરો. એટલા માટે નહીં કે તમે તેના જેવા દેખાતા નથી, પરંતુ એટલા માટે કારણ કે એક વાત હંમેશાં યાદ રાખો, ફિલ્મી અભિનેત્રીઓ અથવા મોડલ તેમના આદર્શ ફિગરને જાળવી રાખવા માટે દિવસ-રાત મહેનત કરે છે. આ લોકો પાસે આ જ સંપત્તિ છે. આ લોકો આ જ સંપત્તિ માટે જાણીતા છે. આ તેમની આજીવિકા છે. આવી સ્થિતિમાં, તમારે શા માટે આ અભિનેત્રીઓ અથવા મોડલ્સ સાથે સ્પર્ધા કરવી જોઈએ?


અભિનેત્રીઓ અને મશહૂર મોડલ્સ જેવા જ કપડાં પહેરીને આપણે પણ તેમના જેવા દેખાવા લાગીશું એવું વિચારવું એક ભ્રમણા છે. ના, તમને નિરાશ કરવાનો ઈરાદો બિલકુલ નથી, પરંતુ યાદ રાખજો, મીના અને રીના ત્યારે જ આકર્ષક અને સ્માર્ટ દેખાશે, જ્યારે તે મીના અને રીના બની રહેશે. આલિયા ભટ્ટ અને સારા અલી બનવાના ચક્કરમાં તે ક્યાંયની નહીં રહે. આવો, હું તમને કેટલીક ટિપ્સ આપું છું જેનાથી તમે વધુ આકર્ષક દેખાશો.
જો તમારો વાન ગોરો અને ઊંચાઈ વધુ છે તો તમે ઘેરા અને આછા રંગનાં વસ્ત્રોમાં ચૌદવી કા ચાંદ જેવા દેખાશો, પરંતુ જો તમારી ઊંચાઈ ઓછી હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. ફક્ત સ્ટ્રાઇપ્સ અને સીધી લાઈનિંગવાળા કપડાં પસંદ કરો. તમે આમાં આકર્ષક દેખાશો.


સલવાર સૂટમાં કુર્તાની લંબાઈ ઓછી રાખો. પછી લોકો તમારી તરફ પાછું વળી વળીને જોશે, પરંતુ જો તમે જીન્સ
પહેરો તો કોઈ નુકસાન નથી. ફક્ત જીન્સ સાથે ટૂંકા ટોપ પહેરો અને તમે અદ્ભુત દેખાશો.
જો તમારું શરીર પાતળું છે, તો સીધા લાઇનના કપડાં પહેરવાનું ટાળો. ચેક્સની ડિઝાઇનને પ્રાધાન્ય આપો. પછી જોજો, તમારી પ્રશંસા કરતા લોકોની લાઇન લાગી જશે. તેવી જ રીતે, જો તમારો ચહેરો ભરેલો છે અને ત્વચાનો રંગ ગોરો છે, તો પ્રિન્ટેડ ડિઝાઇનિંગ તમારા પર ખૂબ સુંદર લાગશે. નાની નાની એસેસરીઝનો ઉપયોગ કરો. આ પણ તમારા આકર્ષણમાં ચારચાંદ લગાવશે.


જો તમારો રંગ ગોરો હોય તો લાલ, લીલો, વાદળી, કાળો વગેરે જેવા ડાર્ક કલરના ડ્રેસ ટ્રાય કરો, તે તમારા પર ખૂબ જ સુંદર લાગશે અને જો રંગ ઘાટો હોય તો કોઈ વાંધો નથી, માત્ર બ્રાઈટ કલરના ડ્રેસ પહેરવાનું ટાળો. એક વાતનું ધ્યાન રાખવું કે એક્સેસરીઝ હંમેશાં હળવા રંગની જ પહેરો અને વધારે ભારે ન હોય તેનું ધ્યાન રાખો. ઉ

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત