તરોતાઝા

ફન વર્લ્ડ

ઓળખાણ પડી?
ઈરાનમાં ઉગાડી યુરોપ અને અમેરિકામાં લોકપ્રિય બનેલા આ ખટમીઠા ફળની ઓળખાણ પડી? આ ફળમાં પાણીનું પ્રમાણ ખાસ્સું હોવાથી મુંબઈના લોકોનું મનગમતું છે.

અ) એવોકાડો બ) પીચ ક) કિવી ડ) ઓલિવ

ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
બગાસું Content
આળસુ Boredom
કંટાળો Idle
સંતોષી Attachment

લગાવ Yawn

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
જૂની રંગભૂમિના નાટકમાં ગવાતા ગીતની પંક્તિ ‘ભાગ્ય રૂઠે કે રીઝે એની તમા તેને નથી’ પંક્તિમાં તમા શબ્દનો અર્થ જણાવો.

અ) લાગણી બ) તમ્મર ક) દરકાર ડ) તૈયારી

ગુજરાત મોરી મોરી રે
કોઈ દર્દી અલ્ઝાઇમર પીડાય છે એમ જો કોઈ ડોક્ટર દ્વારા નિદાન કરવામાં આવે તો એ દરદીની તકલીફનો સંબંધ શેની સાથે હોય એ કહી શકશો?

અ) શ્ર્વાસ બ) પાચનક્રિયા ક) હાડકા ડ) યાદશક્તિ

માતૃભાષાની મહેક

લાગણી એટલે અંતરમાં થતી સારી માઠી અસર, મનોવૃત્તિ, ભાવના, ડંખ, દાઝ, પ્રેમ, વાત્સલ્ય, દયા. જે જે મોટા પ્રશ્નો નર્મદને વિચારવા જેવા લાગે તે ભીંત પર નોંધતા અને મિત્રો એકઠા થાય ત્યારે એની ચર્ચા થતી. એ ચર્ચામાંથી લાગણી શબ્દનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે. આ શબ્દ પ્રથમ વાપરવાનું માન નર્મદાશંકરને ફાળે જાય છે.

ઈર્શાદ
મરી જવાનું થયું મન, એ ક્ષણ વિતાવી લીધી,
પછીની ક્ષણમાં ઘણું જીવવા સમું નીકળ્યું.

— રઈશ મનીઆર

માઈન્ડ ગેમ
અહીં આપેલી બધી સંખ્યા ધ્યાનથી જુઓ અને એનો સંબંધ સમજી આગામી સંખ્યા કઈ હશે એ જણાવો.
૧૧, ૨૩, ૪૭, ૯૫, ——–

અ) ૧૨૬ બ) ૧૫૪ ક) ૧૭૮ ડ) ૧૯૧

ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
Hybrid વર્ણસંકર
Horticulture બાગાયતી
Nectar મધુર રસ
Petal પાંખડી
Prickle કાંટો
માઈન્ડ ગેમ
૯૧
ઓળખાણ પડી?
રેબીઝ
ગુજરાત મોરી મોરી રે
મગજ
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
ખડધાન્ય

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button