તરોતાઝા

માનસિક રોગોથી પીડિત દર્દીઓએ શિવલિંગ પર જળાભિષેક કરવાનો નિયમ બનાવવો

આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ

આ સપ્તાહમાં ગ્રહમંડળના આરોગ્ય દાતા
સૂર્ય – મીન રાશિ
મંગળ – કુંભ રાશિ
બુધ – મેષ રાશિ માં પ્રવેશ
ગુરુ – મેષ રાશિ
શુક્ર – મીન રાશિ
શનિ – કુંભ(સ્વગૃહી)રાશિ
રાહુ – મીન રાશિ વક્રીભ્રમણ
કેતુ – ક્ધયા રાશિ વક્રીભ્રમણ
સર્વે વાંચકોને શરૂ થયેલ નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૦૨૫ શુભેચ્છાઓ…
નવા વર્ષમાં નાણાંકીય આયોજન સાથે આરોગ્ય સારું રહે માટે યોગ્ય પરેજી રાખશો. બી.પી., ડાયાબિટીસ, કેન્સર, ડાયાલિસીસથી પીડીત દર્દીઓએ પશુ-પંખીઓને ચણ સાથે પાણીના કુંડાં મૂકવાનો પ્રયાસ કરશો. અપ્રત્યક્ષ રીતે આશીર્વાદ પ્રાપ્ત થશે. માનસિક રોગોથી પીડિત દર્દીઓએ અકારણ ગામતરા કરવા નહીં તથા શિવલિંગ પર જળાભિષેક કરવાનો નિયમ બનાવશો.લાંબા સમયથી નેત્ર પીડા ભોગવનાર જાતકોએ સુરદાસજી ની યેનકેન પ્રકારે સેવા કરશો.

(૧)મેષ (અ,લ,ઇ):-સપ્તાહની શરૂઆતમાં પડવાના કે દાઝવાના કિસ્સાઓ બની શકે. અપૂરતી ઊંઘને કારણે અશકિત વર્તાય.નવગ્રહ મંત્ર જાપ કરશો. વિધાર્થીવર્ગને યથાશકિત મદદ કરશો.

(૨)વૃષભ (બ,વ,ઉ):- આ સપ્તાહ આરોગ્ય માટે કોઈ જ ચિંતાઓ નહીં. વજન વધવાની શક્યતાઓ. કુળદેવીનો ધૂપ દીપ કરશો તથા શુક્રવારે એકટાણું કરશો.

(૨)મિથુન (ક,છ,ઘ):- આ સપ્તાહ આરોગ્ય માટે નિશ્ર્ચિત સારું રહેશે છતાં વધુ પડતું નમક ના ખાશો. નિત્ય દેવાધિદેવ મહાદેવજીના દર્શન કરશો.

(૪)કર્ક (હ,ડ):- સપ્તાહના શરુઆતમાં ઝાડા ઉલ્ટી સંભવ અન્યથા કોઈ જ પ્રકારે ચિંતાઓ કરશો નહીં. હનુમાન ચાલીસા કે ચંદ્ર ગ્રહના જાપ નિત્ય પૂજામાં કરશો.

(૫)સિંહ (મ,ટ):-ગેસ કબજિયાતની તકલીફ ધરાવનાર ને વધી શકે. સપ્તાહના અંતે ફૂડ પોઈઝન થવાની શક્યતાઓ નકારી શકાતી નથી.

(૬)ક્ધયા (પ,ઠ,ણ):-એસીડીટીની તકલીફ જણાય. વજન વધવાથી બી.પી.સમસ્યાઓ આવી શકે. ગાયને રોટલી ગોળ ખવડાવશો. શિવલિંગ પર શુદ્ધ જળમાં કાચા કાળા તલ સાથે કાચું દૂધ ચડાવશો.

(૭) તુલા (ર,ત):-આ સપ્તાહ આરોગ્ય માટે સાનુકૂળ રહેશે. જૂની બીમારીઓ ધરાવનારે પુન: દાક્તર બતાવી દવા લેશો.

(૮)વૃશ્ર્ચિક (ન,ય):-પુન: પથરી પીડિત દર્દીઓ કાળજી આવશ્યક. પાણી વધારે પીવું. ગરીબોને પાથરણ વહેંચશો.
દૈવી ઉપાસના નિરંતર ચાલુ રાખશો.

(૯)ધન (ભ,ધ,ફ,ઢ):-હોસ્પિટલમાં ભરતી થવાના એંધાણ સૂચવે છે. ડાયાબિટીસ પીડિત દર્દીઓને વધી શકે. ગુરુવારે ગાયને ચણાની દાળ સાથે ગોળ ખવડાવશો.ગુપ્ત દાન કરશો.

(૧૦)મકર (ખ,જ):-ઓચિંતા તાવ, શરદી સાથે ચક્કર આવી શકે. ઓચિંતા ઠંડી લાગી શકે. ગરીબો વચ્ચે જુના કપડા ંવહેંચશો. હનુમાનજીના મંદિરે કાચું તેલ સિદુંર ચડાવશો.

(૧૧)કુંભ (ગ,શ,સ):- ગેસ,કળતર સાથે સ્નાયુ તકલીફો જણાય. ગરીબોને કાચી ખીચડી, તેલ, નમક વહેંચશો.

(૧૨)મીન (દ,ચ,ઝ,થ): – આંતરડામાં સોજો આવી શકે. પિચોટીની તકલીફ ધરાવનાર માટે આરોગ્ય સુધરે. નિત્ય પૂજા સાથે ગુરુદેવનું સ્મરણ પૂજન અર્ચન કરશો. ગરમી વધવાથી મોડી રાત્રિએ ઊંઘ આવવાથી તબિયત બગાડે. માટે સમયસર ઊંઘ લેશો. સપ્તાહના અંતે પાણીજન્ય રોગ સાથે વાઇરલ ઇન્ફેક્શન થવાના ગ્રહોના એંધાણ સૂચવે છે. શુદ્ધ ઘીનો દીપક સવાર-સાંજ અવશ્ય કરશો. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button