તરોતાઝા

દર્દીઓના સાજા થવામાં અસરકારક દવાનું કામ કરે છે પ્રેમની હૂંફ

વિશેષ- નમ્રતા નદીમ

પ્રેમલતા છેલ્લા એક વર્ષથી સતત ઉદાસ રહેતી હતી. તે હંમેશાં ચીડચીડી રહેતી અને લોકોથી દૂર રહેવું તેની આદત બની ગઈ હતી. મૈત્રિણીઓથી સાથે જ નહીં, પરંતુ તે તેના પરિવારના સભ્યો સાથે પણ વધુ વાત કરતી નહોતી. ખરેખર તો તે પીડાદાયક બ્લડ કેન્સરની દર્દી હતી અને તે તેની છેલ્લી ઘડીઓ ગણી રહી હતી. તેનો પરિવાર અને મિત્રો આ વાત જાણતા હતા, તેથી તેમને પ્રેમલતા સામે કોઈ ફરિયાદ નહોતી. પરિવારના સભ્યોએ વિચાર્યું કે હવે તે થોડા દિવસોની જ મહેમાન છે, તેથી તે જે પણ વર્તન કરે તેને સહન કરી લે. આ જ દિવસોમાં એક દિવસ તેને બજારમાં રોહન મળ્યો. રોહન બી.એ.માં તેનો ક્લાસમેટ હતો. પ્રેમલતાને રોહન સાથે ગાઢ મિત્રતા નહોતી પણ બંને વચ્ચે
સારી સમજ હતી. પ્રેમલતા ઘણીવાર રોહનની કુશળ બુદ્ધિના વખાણ કરતી.

કદાચ મનમાં ને મનમાં તે રોહનને પ્રેમ કરવા લાગી હતી. ત્યાં એક દિવસ અચાનક રોહન દિલ્હી છોડીને બેંગ્લોર જતો રહ્યો. પ્રેમલતાના મનમાં છુપાયેલો પ્રેમ તેના મનમાં જ દબાઈ ગયો. સાત વર્ષ પછી, જ્યારે રોહન અચાનક તેને માર્કેટમાં મળ્યો, ત્યારે તે તેના કોલેજના દિવસોની જેમ જ ઉત્સાહિત હતો. પ્રેમલતાના તમામ ઇનકાર છતાં તે તેને રેસ્ટોરન્ટમાં લઈ ગયો. પીઝા ખવડાવ્યો અન ઉત્સાહથી ભરપૂર, રોહને પ્રેમલતાનો હાથ હૂંફથી હલાવી ચુંબન કરી લીધું. પ્રેમલતાના આખા શરીરમાં જાણે કરંટ દોડી ગયો હોય. તે બહારથી શરમાતી હતી અને અંદરથી આનંદ અને ઉત્તેજનાથી જાણે પલળી ગઈ હતી. સાત વર્ષ પહેલા ઓલવાઈ ગયેલી પ્રેમની ચિનગારી ફરી સળગવા લાગી હતી. પ્રેમલતા સાથે વિદાય લેતી વખતે, રોહને તેને તેનું વિઝિટિંગ કાર્ડ આપ્યું.
આમ ધીરે ધીરે રોહન અને પ્રેમલતાની ફોન પર વાતો થવા લાગી. આના પરિણામે પ્રેમલતામાં અદ્ભુત સુધારો થવા લાગ્યો. દિવસેને દિવસે તેની સુધરતી તબિયત અને બદલાતી વર્તણૂક જોઈને તેના મિત્રો અને પરિવારજનો જ નહીં, ડોકટરો પણ દંગ રહી ગયા. ખરેખર તો તે પ્રેમના હીલિંગ ટચનો ચમત્કાર હતો. પ્રેમની હીલિંગ થેરપી કમાલનું કામ કરે છે. હીલિંગ થેરપી એ માત્ર મનોવિજ્ઞાન નથી. સંશોધન સૂચવે છે કે કોઈના પ્રેમમાં પડવાની લાગણીઓ એ બાયોકેમિકલ પ્રતિક્રિયાઓને પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન કરે છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો
કરે છે.

ખુશ રહેવાથી અને ખુલ્લેઆમ હસવાથી ઈમ્યૂનોગ્લોબિન-એ નામના રોગપ્રતિકારક તત્ત્વનું સ્તર વધે છે, સાથે જ સાયટોકાઇન્સ જેવા પદાર્થોને પણ પ્રોત્સાહન મળે છે, જે આપણા શરીરને બેક્ટેરિયા અને વાયરસના હુમલાથી રક્ષણ આપે છે. નવા સંશોધન મુજબ, આ તત્ત્વ જીવલેણ ટ્યુમર કોષોનો નાશ કરે છે. ક્લિનિકલ પુરાવા સૂચવે છે કે તમારો જુસ્સો, તમારી આધ્યાત્મિક શક્તિ, તમારા મગજ કરતાં વધુ, તમારા શરીરને વિવિધ રીતે અસર કરે છે.

અમેરિકન બાયોકેમિસ્ટ કેરીલ હર્ષબર્ગે તેમનું પુસ્તક ‘રિમાર્કેબલ રિકવરી’ લખવા માટે અસાધ્ય રોગોમાંથી સાજા થયેલા ૪૦૦૦ દર્દીઓનો અભ્યાસ કર્યો હતો. તેમણે જોયું કે મોટાભાગના દર્દીઓના સાજા થવામાં ભાવનાત્મક જોશ મુખ્ય ભૂમિકા ભજવે છે. બ્લડ પ્રેશર ઘટાડવા, અલ્સર મટાડવા, સૂજન ઓછી કરવા, ઉત્તેજકોની આડઅસરો ઘટાડવા અને આર્થરાઇટિસ અને ડિપ્રેશન ઘટાડવામાં વિશ્ર્વાસ, માન્યતા કે પ્રેમ ટોનિકની જેમ કામ કરે છે. મગજ સંબંધિત રોગોના નિષ્ણાત ડોક્ટર હર્બર્ટ બેન્સનનું પણ માનવું છે કે જો દર્દીમાં કોઈના પ્રત્યે પ્રેમનો જુસ્સો હોય તો આ જુસ્સો નેવું ટકા સુધી રોગને નાબૂદ કરી શકે છે. નવાં સંશોધનો દર્શાવે છે કે ભાવનાત્મક શક્તિ કરતાં વધુ અસરકારક કોઈ નિવારક દવા અથવા અન્ય ઉપાય નથી- ‘ટાઇમલેસ હીલિંગ (સિમોન એન્ડ શુસ્ટર)’
પણ શું એ જરૂરી નથી કે દરેક દર્દી કોઈના પ્રેમમાં હોય?

આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું આ ઈમોશનલ થેરપી એવા દર્દીઓ માટે કોઈ અર્થ નથી કે જેમને કોઈના માટે પ્રેમનો નશો નથી. ના! એવું નથી. વૈજ્ઞાનિકોએ સંશોધન દ્વારા સાબિત કર્યું છે કે કોઈના પ્રેમમાં ન હોવા છતાં, પ્રાયોજિત રીતે પણ આ થેરાપીનો લાભ મેળવી
શકાય છે. ભલે તે આંશિક રીતે જ લઈ શકાય. આનો સરળ ઉપાય એ છે કે દર્દીએ યોગ જેવી નિત્ય પ્રવૃત્તિઓ કરવી જોઈએ. જો આ પણ શક્ય ન હોય, તો તેણે પોતાની અંદર ભાવનાત્મક ઊર્જા ઉત્પન્ન કરવા માટે કેટલીક વૈકલ્પિક રીતોનો આશરો લેવો જોઈએ, ઉદાહરણ તરીકે – વગર કારણે લાંબે સુધી ફરવા જવું જોઈએ. દર્દીએ પ્રેમ માટે સુંદર ગર્લફ્રેન્ડ કે વીરતાથી ભરપૂર પુરુષ શોધવો જરૂરી નથી. પ્રેમનાં ઘણાં સ્વરૂપો હોય શકે છે. નવલકથાના હીરો અને હિરોઈન પણ પ્રેમના ઉત્તમ પાત્ર હોય શકે છે. બીજું કંઈ નહિ તો દર્દી જ્યાં સૂતો હોય ત્યાં રમતું પંખી, બારી બહારની હરિયાળી, દૂર આકાશમાં તારાઓ કે કોઈ અંગત કલ્પના, પ્રેમ માટે કોઈપણ વસ્તુને આધાર તરીકે વાપરી શકાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button