IPL 2024સ્પોર્ટસ

આજની આઇપીએલ મેચમાં MI અને RRના આ ખેલાડીઓ બનાવશે રેકોર્ડ

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 (IPL 2024)માં આજે સાંજે 7.30 વાગ્યે મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને રાજસ્થાન રોયલસ (RR) વચ્ચે જોરદાર મુકાબલો જામવાનો છે. આ સિઝનમાં બે હાર સાથે શરૂઆત કરનારી મુંબઈ ઈન્ડિયન્સ આજે તેમના હોમ ગ્રાઉન્ડમાં જીતનો ડંકો વગાડશે એવી એમઆઇના ફેન્સને આશા છે. જોકે આજની મેચમાં એમઆઇ અને આરઆર બંને ટીમના મહારથી ખેલાડીઓ અનેક નવા વિક્રમ (રેકોર્ડ) બનાવી શકે છે.

આજે એમઆઇના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં રમાતી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના પેસર જસપ્રીત બૂમરાહ અને રાજસ્થાન રોયલસના કેપ્ટન સંજુ સેમસન આ બે ખેલાડીઓ માટે નવા રેકોર્ડ પોતાના નામે કરવાનો ચાન્સ છે. મુંબઈના જસપ્રીત બૂમરાહએ તેના આઇપીએલ કરિયરમાં 122 મેચ રમી છે, જેમાં તેણે 23.16ની ઈકોનોમી સાથે 148 વિકેટ લીધી છે, અને જો આજની મેચમાં બૂમરાહ બે વિકેટ લેશે તો બૂમરાહ પોતાના આઇપીએલ કરિયરમાં તેની 150 વિકેટ પૂર્ણ કરીને લસિત મલિંગા બાદ મુંબઈ માટે 150 વિકેટ લેનાર બીજા બૉલર બની જશે.

આ પણ વાંચો : રિષભ પંતે જીતવા છતાં 12 લાખ રૂપિયા ગુમાવ્યા!

બૂમરાહ સાથે મુંબઈના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા આઇપીએલમાં તેમના 100માં કેચથી માત્ર એક કેચ દૂર છે અને જો રોહિત આજની મેચમાં એક કેચ પકડશે તો તે આઇપીએલમાં 100 કેચ પકડનાર ખેલાડીઓની યાદીમાં ચોથું સ્થાન મેળવશે.

આ પણ વાંચો : BREAKING: હાર્દિક પંડ્યાએ મુંબઈની કૅપ્ટન્સી છોડી? રોહિત પાછો સુકાનીપદે બિરાજમાન?

રાજસ્થાન રોયલસના ખેલાડીઓની વાત કરીયે તો આરઆરના કેપ્ટન સંજુ સેમસન આ સિઝનમાં જોરદાર ફોર્મમાં બેટિંગ કરી રહ્યો છે અને તેવામાં મુંબઈના વાનખેડેની પિચ બેટિંગ માટે ઉત્તમ ગણવામાં આવે છે. જો આજની મેચમાં સંજુ સેમસન 15 રન બનાવશે તો તે પોતાના આઇપીએલ કરિયરના 4000 રન પૂર્ણ કરવાની સાથે આઇપીએલના ઇતિહાસમાં 4000 રન પૂર્ણ કરનાર 16માં ખેલાડીની સિદ્ધિ પણ પ્રાપ્ત કરશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button