Dharamvir Gandhi Joins Congress: કચ્ચાથીવુ ટાપુ વિવાદ મુદ્દે કોંગ્રેસનો ટોણો, ‘PM મોદી હોમવર્ક કરીને આવે’
તમિલનાડુ નજીકના કચ્ચાથીવુ ટાપુના મુદ્દા પર કોંગ્રેસે, ભાજપ અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધી આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ સોમવારે કહ્યું કે પીએમ મોદી પ્રોપર હોમવર્ક કરીને નથી આવતા. તેમણે કહ્યું કે વર્ષ 2015માં મોદી સરકારે કચ્ચાથીવુ ટાપુના મુદ્દા પર આરટીઆઈનો જવાબ આપ્યો હતો કે ન કોઈ જમીન શ્રીલંકાને આપી છે કે ન કોઈ જમીન લીધી છે.
પીએમ મોદીને શું તે નથી ખબર કે વર્ષ 2014 સુધી આ ટાપુની નજીક માછિમારી કરવાના ટાઈટ્સ હતા. વર્ષ 2014 પછી ફિશિંગ રાઈડટ્સ કેમ ચાલ્યા ગયા. આનો જવાબ પીએમ મોદીએ જ આપવો જોઈએ. પવન ખેડાએ કહ્યું કે આવી હલકી વાતો પીએમ મોદીને શોભતી નથી. તમિલનાડુના કચ્ચાથીવુના મામલે પ્રધાનમંત્રી મોદીના ટ્વીટ અને વિદેશ મંત્રી એસ. જયશંકરની પ્રેસ કોન્ફ્રેન્સ અંગે કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે આ ભાજપનું મૂળ મુદ્દાઓથી ધ્યાન ભટકાવવાની રણનિતી છે, રાજ્ય સભા સાંસદ પી ચિદંબરમે કહ્યું કે આ વાહિયાત આરોપ છે.
ચિદમ્બરમે કહ્યું કે આ કરાર 1974 અને 1976માં કરવામાં આવ્યો હતો. જ્યારે PM મોદી તાજેતરના RTI જવાબનો ઉલ્લેખ કરી રહ્યા છે, ત્યારે તેમણે 27 જાન્યુઆરી, 2015 ના RTI જવાબનો ઉલ્લેખ કરવો જોઈએ, જ્યારે વિદેશ મંત્રી એસ જયશંકર વિદેશ સચિવ હતા. તે જવાબ સ્પષ્ટપણે જણાવે છે કે વાટાઘાટો પછી ટાપુ આંતરરાષ્ટ્રીય સરહદની શ્રીલંકાની બાજુએ છે. ઇન્દિરા ગાંધીએ શા માટે સ્વીકાર્યું કે તે શ્રીલંકાનો છે? શ્રીલંકામાં 6 લાખ તમિલ પીડિતો હોવાથી તેમને શરણાર્થી તરીકે ભારત આવવું પડ્યું હતું. આ કરારના પરિણામે, 6 લાખ તમિલો ભારતમાં આવ્યા અને તે અહીં તમામ માનવ અધિકારો સાથે સ્વતંત્રતાનો આનંદ માણી રહ્યા છે.
PM मोदी होमवर्क करके नहीं आते हैं।
— Congress (@INCIndia) April 1, 2024
साल 2015 में मोदी सरकार ने कच्चातिवु द्वीप के मुद्दे पर RTI में जवाब दिया था- न कोई जमीन श्रीलंका को दी, न कोई जमीन ली।
PM मोदी को ये तक नहीं पता कि 2014 तक इस आइलैंड के पास फिशिंग राइट्स थे, 2014 के बाद फिशिंग राइट्स क्यों चले गए- इसका जवाब… pic.twitter.com/wD59tgIiqG
વિદેશ મંત્રી જયશંકરે સોમવારે દાવો કર્યો હતો કે કોંગ્રેસના વડાપ્રધાનોએ કચ્ચાથીવુ ટાપુ પ્રત્યે ઉદાસીનતા દાખવી અને ભારતીય માછીમારોના અધિકારો છીનવી લીધા છે. જયશંકરે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધી જેવા વડા પ્રધાનોએ કચ્ચાથીવુને “નાના ટાપુ” અને “નાના ખડક” તરીકે વર્ણવ્યું હતું. તેમણે કહ્યું કે આ મુદ્દો અચાનક સામે આવ્યો નથી પરંતુ તે હંમેશા જીવંત મુદ્દો રહ્યો છે. મુખ્ય દ્રવિડ પક્ષો વચ્ચે કચ્ચાથીવુ ટાપુ પરત લેવાનો મુદ્દો ભારે ચર્ચાનો વિષય રહ્યો છે.