‘વોન્ટેડ’ની સિક્વલમાં કામ કરવા તૈયાર છે સલમાન ખાન પણ…
મુંબઈ: બૉલીવૂડના ‘ભાઈજાન’ સલમાન ખાનની દરેક ફિલ્મ માટે ચાહકો આતુરતાપૂર્વક રાહ જોતાં હોય છે, દર વર્ષે તહેવારોના દિવસે પોતાની ફિલ્મ રીલીઝ કરીને ચાહકોને ભેટ આપે છે. જોકે હવે સલમાન ખાનની એવી સુપરહીટ ફિલ્મના સિક્વલ બાબતેની જાહેરાત કરવામાં આવી છે જેને સાંભળીને ભાઇજનના ચાહકો એકદમ ખુશ થઈ ગયા છે.
અભિનેતા સલમાન ખાન માટે 2008 ખૂબ જ સફળ રહ્યું હતું. આ વર્ષમાં સલમાન ખાનની ફિલ્મ ‘વોન્ટેડ’એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવાની સાથે સલમાનના ફિલ્મ કરિયરને પણ મોટો બૂસ્ટ આપ્યો હતો. સલમાનની આ ફિલ્મ આજે પણ લોકો જુએ છે. આ ફિલ્મના સિક્વલ બાબતે 16 વર્ષ બાદ ફિલ્મના પ્રિડ્યુસર બોની કપૂરે વાત કરી હતી, પણ બોની કપૂર અને સલમાન ખાનના સંબંધોમાં પડેલી તિરાડ બાદ પણ આ ફિલ્મ બનશે એવી આશા જાગી છે.
આપણ વાંચો: જ્યારે સલમાન ખાને મને આપી દીધી હતી વોર્નિંગઃ પ્રીતિ ઝિન્ટાએ કેમ શેર કરી જૂની યાદો?
‘વોન્ટેડ’ની સિક્વલ બાબતે બોની કપૂરે કહ્યું હતું કે ‘વોન્ટેડ 2’ જરૂર બનશે અને તેમાં પણ સલમાન ખાન જ લીડ રોલમાં હશે. બોની કપૂરે કહ્યું હતું કે હું સલમાન ખાન સાથે ‘વોન્ટેડ’નો સિક્વલ બનાવીશ. સલમાન ખાન સાથે આ ફિલ્મના બીજા પાર્ટ માટે મેં વાત કરી હતી અને સલમાન ખાને મને તે આ ફિલ્મમાં કામ કરશે એવું આશ્વાસન પણ આપ્યું હતું.
આ સાથે બોની કપૂરે તેમની ફિલ્મ અને લાઈફ બાબતે પણ અનેક બાબતો શેર કરી હતી. તેમણે કહ્યું હતું કે હું મારી અનેક યાદગાર ફિલ્મોના સિક્વલ અને રિમેક બનાવવાની મારી ઈચ્છા છે. બોનીએ કપૂરે કહ્યું હતું કે શ્રીદેવી સાથે બીજા લગ્ન કર્યા બાદ પહેલી પત્ની સાથેના દીકરા અર્જુન કપૂર સાથે તેમના વિવાદ થયા હતા.