IPL 2024સ્પોર્ટસ

રિષભ પંતે જીતવા છતાં 12 લાખ રૂપિયા ગુમાવ્યા!

વિશાખાપટ્ટનમ: દિલ્હી કૅપિટલ્સના સુકાની રિષભ પંતે રવિવારે અહીં આઇપીએલની 17મી સીઝનમાં દસ દિવસે પહેલી જીત માણી, પણ બાર લાખ રૂપિયા ગુમાવી દીધા.

વાત એવી છે કે તે કૅપ્ટન હોવાથી તેની ટીમે નિર્ધારિત સમયની અંદર ઓછી ઓવર કરી એ બદલ તેણે આ ભરપાઈ કરવી પડી રહી છે.


સ્લો ઓવર-રેટની સમસ્યાથી ઘણા કૅપ્ટનો પરેશાન હશે. ‘કરે કોઈ ભરે કોઈ’ એ કહેવત એક રીતે અહીં લાગુ પડે, કારણકે તેના બોલર્સ ચોક્કસ સમયની અંદર ઓવર પૂરી ન કરી શકે એટલે તેમના કૅપ્ટને ભરપાઈ કરવી પડે છે. જોકે ટીમનો સુકાની હોવા બદલ પોતાના બોલર્સ પાસે નિર્ધારિત સમયમાં 20 ઓવર પૂરી કરાવવાની જવાબદારી કૅપ્ટનની હોવા બદલ બીસીસીઆઇના નિયમ મુજબ દંડ કૅપ્ટનને કરવામાં આવે છે. દિલ્હીની ટીમનો આ સીઝનમાં સ્લો ઓવર-રેટનો આ પહેલો અફેન્સ હોવાથી માત્ર 12 લાખ રૂપિયાનો દંડ કરાયો હતો.


દિલ્હીએ રવિવારે એમએસ ધોની (37 અણનમ, 16 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર)ની ફટકાબાજી છતાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચેન્નઈ સામે 20 રનથી જીત મેળવી હતી. ધોની છેક આઠમા નંબર પર બૅટિંગ કરવા આવ્યો એને બદલે જો તે ઉપલા ક્રમે હોત તો ‘મૅચ ફિનિશર’ના અસલ અંદાજમાં જોવા મળ્યો હોત.


દિલ્હીએ પાંચ વિકેટે 191 રન બનાવ્યા બાદ ચેન્નઈની ટીમ 20 ઓવરમાં છ વિકેટે 171 રન બનાવી શકી અને 20 રનથી હારી ગઈ હતી.


લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર ખલીલ અહમદે ચેન્નઈના સાત રનના ટીમ-સ્કોરની અંદર બન્ને ઓપનરને આઉટ કરી દીધા અને પછી એક કૅચ પણ પકડ્યો હતો. ખલીલને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. ખલીલે ઋતુરાજ ગાયકવાડ (1) અને રાચિન રવીન્દ્ર (2)ને કૅચઆઉટ કરાવ્યા હતા તેમ જ સમીર રિઝવી (0)નો કૅચ પકડ્યો હતો. જોકે મુકેશ કુમારે 21 રનમાં ત્રણ વિકેટ લીધી હતી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત