મનોરંજન

Parineetiએ આ કારણે ફીટ ડ્રેસ પહેરીને ફેન્સને કહ્યું કે…

કોઈપણ સ્ટારના લૂક, આઉટફીટ, કેમેરામાં કેપ્ચર થયેલા એક્સપ્રેશન્સથી ફેન્સ ઘણો અંદાજો લગાવતા રહેતા હોય છે અને અફવાઓ પણ ફેલાવતા હોય છે. આવી જ એફવા ફેલાઈ હતી અભિનેત્રી પરિણિતી ચોપરાના વિષયમાં. અભિનેત્રીએ પોતાની આવનારી ફિલ્મ ચમકીલાના પ્રમોશનમાં બ્લેક કલરનું કફ્તાન પહેર્યું હતું. તેના ડ્રેસિંગને જોઈને સોશિયલ મીડિયામાં અભિનેત્રી પ્રેગનન્ટ હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.

આથી અભિનેત્રીએ એક વીડિયો શેર કર્યો છે. આ ફની વીડિયોમાં તે એક ટાઈટ ડ્રેસમાં છે અને અલગ અલગ કેપ્શન અને ઈમોજી દ્વારા કહે છે કે હું પ્રેગનન્ટ નથી.

પરિણિતીએ વીડિયોમાં પોતાનો બ્લેક કફતાનવાળો ફોટો પણ શેર કર્યો છે અને વ્હાઈટ કલરના ટાઈટ બ્લેઝરમાં વીડિયો શેર કરી તે ટાઈટ ડ્રેસ બતાવી પોતાનો બેબી બમ્પ ન હોવાનું અને પોતે પ્રેગનન્ટ ન હોવાનું જણાવી રહી છે. દિલજીત દોસાંજ સાથે પરિણિતીની ઓટીટી ફિલ્મ ચમકીલા આવી રહી છે. તેના પ્રમોશનમાં તે બીઝી છે.

View this post on Instagram

A post shared by @parineetichopra

પરિણિતીએ ઉદ્યોગપતિ અને આમ આદમી પક્ષના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કર્યા છે. રાઘવ હાલમાં આંખની સર્જરી માટે લંડન ગયો છે. જોકે દિલ્હી ખાતે તેની સરકાર ભીંસમાં હોવા છતાં તેના તરફથી કોઈ પ્રતિક્રિયા ન આવતા તે ટીકાને પાત્ર પણ બન્યો છે.

બીજી બાજુ પરિણિતી પ્રેગનન્ટ હોવાની અફવાઓ ચાલી રહી હતી, ત્યારે પત્નીએ તો પોતાની સ્પષ્ટતા કરી દીધી છે ત્યારે પતિ તરફથી કોઈ જવાબ આવે તેની રાહ જોવાઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button