આમચી મુંબઈ

Agni 5 મિસાઇલ ટેસ્ટિંગથી પાડોશી દેશમાં ફફડાટ, ‘ના’ પાકના વધ્યા ધબકારા

નવી દિલ્હી: સુરક્ષા ક્ષેત્રે ભારતની વધતી જતી તાકાતથી પાડોશી દેશ પાકિસ્તાન થર થર કંપી રહ્યું છે. ભારતે હાલ જ અગ્નિ 5 (Agni-V MIRV) મિસાઇલનું સફળ ટેસ્ટિંગ કર્યું હતું. જેને લઈને પાકિસ્તાનના (Pakistan) દિલમાં દહેશત પેસી ગઈ છે. આ વખતે ભારતે અગ્નિ-5 મિસાઈલમાં MIRV ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. એટલે કે મિસાઈલના નાક પર માત્ર એક હથિયાર નહીં પરંતુ ત્રણ કે તેથી વધુ હથિયારો લગાવી શકાય છે. મતલબ કે એક જ મિસાઈલથી અનેક ટાર્ગેટને હિટ કરી શકાય છે.

પાકિસ્તાનને ચિંતા છે કે ભારત આ મિસાઈલ પરીક્ષણ દ્વારા તેના પરમાણુ હથિયારોનો ભંડાર વધારી રહ્યું છે. આ આશંકા ઈસ્લામાબાદના સ્ટ્રેટેજિક વિઝન ઈન્સ્ટિટ્યૂટના રિસર્ચ ઓફિસર હમદાન (Hamdan Khan, Research Officer, Strategic Vision Institute, Islamabad) ખાને વ્યક્ત કરી છે. હમદાને પાકિસ્તાનની ન્યૂઝ વેબસાઈટ wenews પર એક લેખ લખીને ભારતની વધતી શક્તિ પર ચિંતા વ્યક્ત કરી છે.

હમદાને લખ્યું છે કે 11 માર્ચ, 2024 ના રોજ, ભારતના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-5નું સફળ પરીક્ષણ કર્યું. તે ત્રણ સ્ટેજ વાળી સોલીડ ફ્યુલ પરમાણુ સશસ્ત્ર મિસાઇલ છે. તેની રેન્જ 7 હજાર કિલોમીટરથી વધુ છે. 2012 પછી આ મિસાઈલનું આ દસમું પરીક્ષણ છે.

આ મિસાઈલનું પરીક્ષણ ડિસેમ્બર 2022માં રાત્રે કરવામાં આવ્યું હતું. મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ (MIRV) લેટેસ્ટ ટેક્નોલોજીનો પરીક્ષણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. હમદાને લખ્યું છે કે ભારત ઘણા વર્ષોથી આ ટેક્નોલોજી પર કામ કરી રહ્યું હતું. અગાઉ પણ ભારત આ ટેક્નોલોજીનો ઉપયોગ મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઈલોમાં કરી ચૂક્યું છે. અગ્નિ પ્રાઇમ પહેલા જ આનું પ્રદર્શન કરી ચૂક્યું છે.

હમદાને લખ્યું છે કે ભારતે ચીનની ધમકીઓને ધ્યાનમાં રાખીને અગ્નિ-5 મિસાઈલ વિકસાવી હતી. કારણ કે ચીન તેના પરમાણુ હથિયારો પર સતત કામ કરી રહ્યું હતું. તેનાથી સુરક્ષિત રહેવા માટે ભારત માટે આ મિસાઈલ બનાવવી જરૂરી હતી. હવે જો MIRV ટેક્નોલોજીની વાત કરીએ તો તે ભારતની અન્ય મિસાઇલોને પણ શક્તિશાળી બનાવશે.

હમદાને લખ્યું છે કે ભારતીય મીડિયા અનુસાર ત્રણથી છ હથિયારો લગાવી શકાય છે. પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં તેનો ઉલ્લેખ 12 તરીકે પણ કરવામાં આવ્યો છે. પરંતુ ભારત આટલું સારું કરશે કે કેમ તે અંગે શંકા છે. હમદાનના મતે, ભારત પાસે એટલી બધી ટેક્નોલોજી અને શક્તિ છે કે તે પોતાની જમીનથી લોંચ કરાયેલી મિસાઈલો પર 50-60 વોરહેડ્સ અને સબમરીનથી લોંચ કરવામાં આવેલી મિસાઈલો પર 2થી 4 વોરહેડ્સ લગાવી શકે છે.

હમદાનનું કહેવું છે કે મિસાઈલો પર આટલા શસ્ત્રો સ્થાપિત કરવા માટે ભારતે તેના પરમાણુ હથિયારોનો ભંડાર વધારવો પડશે. હાલમાં ભારત પાસે 170 પરમાણુ હથિયારો છે. તેને વધારીને 250-300 કરવો પડશે. શક્ય છે કે ભારત પોતાના પરમાણુ હથિયારોની સંખ્યા વધારી રહ્યું છે. કારણ કે હથિયારો MIRV ટેક્નોલોજીમાં લગાવવા પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button