મોબાઈલ ફોન પર બિઝી માતાએ બાળકને ફ્રીજમાં મૂકી દીધું પછી…
માતાના વધારે પડતા ફોન પર વાત કરવાના વળગણનો એક વીડિયો હાલમાં વાયરલ થયો છે, જેણે સ્માર્ટફોનમાં વધુ પડતા વ્યસ્ત રહેવાના જોખમો વિશે ચર્ચાને વેગ આપ્યો છે. વીડિયોમાં મહિલા ફોન પર વાત કરવામાં એટલી તલ્લીન થઇ ગઇ છે કે તે અજાણતામાં શાકભાજી સ્ટોર કરવાને બદલે તેના બાળકને ફ્રીજની અંદર મૂકી દે છે. જોકે, તે સમયે પિતાની એન્ટ્રી થાય છએ અને બાળકને કોઇ નુક્સાન પહોંચ્યા વિના બચાવી લેવાય છે, પણ આ ઘટના સમાજની સામે આયનો ધરે છે. લોકો વાસ્તવિક દુનિયાને અવગણીને ડિજીટલ વિશ્વની દુનિયામાં મગ્ન રહેવા માંડ્યા છે, જેને કારણે આવા બનાવો સર્જાય છે.
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આ વીડિયોને લાખો વ્યુ મળ્યા છે. મોટા ભાગના યુઝર્સે માતાના વર્તન પર આઘાત અને ચિંતા વ્યક્ત કરી છે અને સ્માર્ટ ફોનને બદલે બાળકને પ્રાધાન્ય આપવાની સલાહ આપી છે. આ વીડિયોને ‘ભયાનક વ્યસન’ જેવા કેપ્શન સાથે પોસ્ટ કરવામાં આવ્યો છે.
જોકે, અહીં એક વાત જણાવી દઇએ કે આ સ્ટેજ્ વીડિયો છે અને લોકોમાં જાગૃતિ લાવવા માટે બનાવવામાં અને પોસ્ટ કરવામાં આવ્યો છે. ઘણા લોકોએ આ વીડિયોની અધિકૃતતા અંગે પણ સવાલ ઉઠાવ્યા છે તો કેટલાક યુઝર્સે મજાકમાં લખ્યું છે કે આ વીડિયો ઓરિજિનલ સ્ક્રીનપ્લે કેટેગરીમાં ઓસ્કર એવોર્ડને પાત્ર છે. તમે પણ આ વીડિયો જુઓ અને તમારો શું અભિપ્રાય છે અમને જણાવો…