ઇન્ટરનેશનલ

US માં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા અંગેની ચિંતા પર રાજદૂત ગારસેટ્ટી બોલ્યા કે….

યુનાઇટેડ સ્ટેટ્સમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સલામતી અંગેની ચિંતાઓને સંબોધતા, ભારતમાં યુએસ એમ્બેસેડર, એરિક ગારસેટ્ટીએ વિદ્યાર્થીઓને જાગ્રત રહેવા અને યોગ્ય સલામતી સાવચેતી રાખવા વિનંતી કરી હતી. રાજદૂતે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ સાથીદારો સાથે જોડાયેલા રહેવું જોઈએ અને તેમની જાગૃતિ અને સજ્જતા વધારવા માટે કેમ્પસ સુરક્ષા સંસાધનોનો ઉપયોગ કરવો જોઈએ.

ગારસેટ્ટીએ અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે બનેલી દુ:ખદ ઘટનાઓનો સ્વીકાર કરતા કહ્યું કે આવી ઘટનાઓ કોઈપણ દેશમાં બની શકે છે. તેમણે વિદ્યાર્થીઓને સાવચેત રહેવા અને યોગ્ય સલામતીનાં પગલાં અપનાવવા વિનંતી કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે જ્યારે અમેરિકનો ભારત કે બીજા કોઇ દેશના પ્રવાસે જાય છે ત્યારે અમે તેમને પણ આવા જ પ્રકારની સલાહ આપીએ છીએ કારણ કે અમે જાણીએ છીએ કે આવી વસ્તુ ક્યાંય પણ કોઇની પણ સાથે બની શકે છે.


અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા તેમણે પીડિતોને ન્યાય આપવા અને ગુનેગારોને જવાબદાર ઠેરવવા માટે યુએસ સરકારની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મેં કેટલાક પરિવારો સાથે વાત કરી છે જેમના પુત્ર કે પુત્રીને આવી ઘટનાનો ભોગ બન્યો છે. તેમણે કહ્યું કે આવી ઘટનાઓથી આપણા હૃદયને દુઃખ થાય છે.

અમે આવી બાબતોને ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ. જો કોઈના માતાપિતાના બાળક સાથે આવું થાય તો તે સ્વીકાર્ય નથી. યુએસ સરકાર પીડિતોને ન્યાય આપવા, ખાસ કરીને વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા અને ગુનેગારોને જવાબદાર ઠેરવવા માટે પ્રતિબદ્ધ છે.

યુનાઇટેડ સ્ટેટસ એ ભારતીય વિદ્યાર્થીઓ માટે સલામત સ્થળ હોવાનું ભારપૂર્વક જણાવતા ગારસેટીએ જણાવ્યું હતું કે અમે ભારતીયવિદ્યાર્થીઓને આવવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. અમે અમારા ભારતીય વિદ્યાર્થીઓને પ્રેમ કરીએ છીએ. ભારતમાં સિટીઝનશિપ(એમેન્ડમેન્ટ) એક્ટ (CAA) પર ગારસેટ્ટીએ કહ્યું હતું કે અમે તેના પર નજર રાખી રહ્યા છીએ. મેં કહ્યું હતું કે ધાર્મિક સ્વતંત્રતા એ કોઈપણ લોકશાહીનો મહત્વપૂર્ણ ભાગ છે. કેટલીકવાર નવી દિલ્હી અને વોશિંગ્ટનને કેટલીક બાબતો પર અસહમત થવાનો અધિકાર છે. લઘુમતીઓનું રક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. અમારા શબ્દોને નકારાત્મક રીતે ન લેવા જોઈએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button