ધર્મતેજ

“અલૌકિક દર્શન ભરતજીની વેદના

જીવનનું અમૃત – ભાણદેવ

પોતાનો કોઈ વાંક ન હોય, ગુનામાં પોતાની કોઈ ભાગીદારી ન હોય, છતાં દુનિયા જેમને ગુનેગાર ગણે તે વેદના કેટલી આકરી હોય છે! એટલું જ નહિં, પરંતુ આ ગુનો પોતાના પરમ પૂજ્ય વડીલબંધુ પ્રત્યે હોય તો? એટલું જ નહિ, પરંતુ આ ગુનો ભગવાન પ્રત્યે આચરવામાં આવ્યો હોય તો? આ ગુનામાં પોતાની રજમાત્ર સંમતિ ન હોય છતાં પોતાને આવા બહુ મહાન ગુના માટે જનસમાજ ગુનેગારના પિંજરામાં પૂરે ત્યારે તે વેદના કેટલી આકરી હોય છે! આવી વેદના સહન કરવાનું કોઈના ભાગમાં આવ્યું છે? હા, આવ્યું છે! કોના ભાગમાં? કોના ભાગ્યમાં?
હા,તે મહામહિમ પુરુષ છે- રામાનુજ, રામાભક્ત શ્રી ભરતજી!
ભરતજી અયોધ્યામાં હાજર નથી. ભરતજી મોસાળમાં છે અને ભરતમાતા કૈકેયી ભરતજીના ભલા માટે મહારાજ દશરથજી પાસે બે વરદાન માગે છે :
૧. ભરતને અયોધ્યાની રાજગાદી મળે,
૨. શ્રીરામ ચૌદ વર્ષ વનવાસ કરે.
ભરતજીન્ો રાજગાદીનો કોઈ મોહ નથી, એટલું જ નહીં, પરંતુ વડીલબંધુ જેઓ રાજગાદીના ખરા હકદાર છે, તેમના બદલે ભરતજીને ગાદી મળે, આ આયોજન ભરતજી માટે દુ:ખદ અને આઘાતજનક છે.
બીજું વરદાન તો ભરતજી માટે અસહ્ય છે. પોતાની રાજગાદી, જે પોતાને સર્વથા અસ્વીકાર્ય છે તેના માટે તે સુરક્ષિત રાખવા માટે પોતાના વડીલબંધુ,પોતાના ભગવાનને ચૌદ વર્ષ વનમાં મોકલવામાં આવે!
આ બંને વરદાનમાં ભરતજીની જરા પણ સંમતિ ન હોવા છતાં બંને વરદાન
પોતાને માટે માતાએ માગ્યાં છે! આ છે ભરતજીની વેદનાનું કેન્દ્ર!
ભગવાન શ્રીરામ, લક્ષ્મણજી અને સીતાજી વનમાં જાય છે. રામના વિયોગમાં મહારાજ દશરથ દેહત્યાગ કરે છે. ભરતજી અને શત્રુઘ્નજી તો મોસાળમાં છે. મહારાજ વસિષ્ઠજીની આજ્ઞાના પ્રમાણે ભરતજી અને શત્રુઘ્નજીને તાબડતોબ અયોધ્યા બોલાવવામાં આવે છે અને તદ્નુસાર બંને ભાઈઓ અયોધ્યા આવે છે?
ભરતજી અયોધ્યામાં શું જુએ છે ?
સદાય ઉત્સાહ અને આનંદથી છલકતી અયોધ્યાની બજારમાં સૂમસામ શાંતિ છે; સ્મશાનવત્ શાંતિ છે. પહેલા તો ભરતજી રસ્તા પરથી પસાર થતા હોય ત્યારે નગરજનો દોડીને તેમની પાસે આવે અને બે હાથ ઊંચા કરીને ભરતજીનું અભિવાદન કરે, પરંતુ આજે અયોધ્યાની બજારમાં કોઈ માનવો જોવા મળતા નથી. જે થોડાક માણસો સામે આવે છે, તેઓ મુખ ફેરવી લે છે અને ભરતજી સમક્ષ પીઠ રાખીને ઊભા રહી જાય છે.
ભરતજી વિચારે છે : આ શું થયું છે? નક્કી કાંઈક અઘટિત ઘટ્યું છે, નક્કી કાંઈક અનહોની થઈ છે! ભરતજી શોકમગ્ન બની જાય છે. આ અવસ્થામાં જ ભરતજી માતા કૈકેયીના મહેલમાં આવે છે.
મહેલમાં આવી માતા પાસેથી ભરતજી શું સાંભળે છે?
બે વરદાન:
૧. ભરતને રાજગાદી.
૨. રામને વનવાસ.
અને પછી શું થયું ?
૧. રામ-લક્ષ્મણ-સીતાનું વનગમન
૨. મહારાજ દશરથનો રામ વિયોગમાં દેહત્યાગ.
આ સમાચાર જાણીને ભરતજી ઉપર તો જાણે વીજળી પડી! અરે! આવી આઘાતજનક ઘટનાઓમાં પોતાની સંમતિ ન હોવા છતાં પોતાનું નામ નિમિત્ત બને છે! આ દુ:ખ, આ વેદના કલ્પનાતીત છે. ભરતજીનો કોઈ વાંક ન હોવા છતાં પોતાને ગુનેગારની અવસ્થામાં આવવું પડે છે!
ભરતજી પોતાની માતા કૈકેયીને કહે છે:
ઘર્ળેૈ ક્ષે ઇૂ્ંયરુખ ફવિ અરુટ ટળજ્ઞવિ ઘણપટ ઇંળવજ્ઞ ણ પળફજ્ઞ પળજ્ઞવિ ॥
ક્ષજ્ઞજ ઇંળરુચ ટેં ક્ષળબઈ ર્લિૈખળ પણિ રુઘઅણ રુણરુટ રૂળફિ ઈબખિળ॥
ફળપખફિટપળણલ : અ.ઇંળ. :૧૬૧-૪
” હાય! જો તારી આવી દુષ્ટ ઇચ્છા હતી તો તેં મને જન્મતાં જ શા માટે મારી ન નાખ્યો? તેં વૃક્ષને કાપીને પાંદડાને પાણી આપ્યું છે. અરે ! માછલીને જીવન આપવા માટે તેં પાણીને ઉલેચી નાખ્યું છે.
વળી ભરતજી આગળ કહે છે:
ર્વૈલર્રૂૈલૂ ડલફઠૂ ઘણઇૂં ફળપ બઈંણ લજ્ઞ ધળઇૃ
ઘણણિ ર્ટુૈ ઘણણિ ધઇૃ રુરૂરુઢ લણ ઇંગૂ ણ રૂલળઇ
ફળપખફિટપળણલ : અ.ઇંળ. :૧૬૧
“મને સૂર્યવંશ જેવો વંશ, દશરથજી જેવા પિતા અને રામ- લક્ષ્મણ જેવા ભાઈ મળ્યા! પરંતુ, હે જનની! મને જન્મ આપનાર માતા તું થઈ! (શું થઈ શકે?) વિધિના વિધાન સામે આપણું કાંઈ ચાલતું નથી.
” આ સર્વ દુર્ઘટનાઓમાં ભરતજીનો કોઈ વાંક નથી, ભરતજીની સંમતિ પણ નથી, આમ છતાં ભરતજી માટે આ બધું થયું છે. ભરતજીનું નામ વચ્ચે આવે છે, તેથી ભરતજી બહુ આકરો અને અસહ્ય અપરાધભાવ અનુભવે છે!
જુઓ-
ફળપરુરૂફળજ્ઞઢિ સ્રડ્રૂ ટૂ પ્ઉંચ ઇંતધ્વ રુરૂરુઢ પળજ્ઞરુવ
પળજ્ઞ લપળણ ઇંળજ્ઞ ક્ષળટઇંત રૂળરુડ ઇંવઈૐ ઇંગૂ ટળજ્ઞરુવ॥
ફળપખફિટપળણલ : અ.ઇંળ. :૧૬૨
“વિધાતાએ મને શ્રીરામનો વિરોધ કરનાર તારા હૃદયથી ઉત્પન્ન કર્યો (અર્થાત વિધાતાએ મને રામનો વિરોધી બનાવી દીધો) મારા સમાન પાપી બીજું કોણ છે? હું વ્યર્થ જ તને કાંઈક કહું છું
પોતાની માતા કૈકેયી તરફ મુખ ફેરવીને ભરત-શત્રુઘ્ન, બંને ભાઈઓ કૌશલ્યાજી પાસે જાય છે.
કૌશલ્યાજી રામજનની છે. રામજનની ભરતજીને આશ્ર્વાસન આપે છે. માતા ભરતજીનાં આંસુ લૂછે છે!
તે વખતે ભરતજી જે શબ્દો કહે છે તે અત્યંત હૃદયવિદારક છે.
ઘજ્ઞ અઊં પળટૂ રુક્ષટળ લૂટ પળફજ્ઞ ઉંળઇ ઉંળજ્ઞછ પરુવલૂફ ક્ષૂફ ઘળફૂ॥
ઘજ્ઞ અઊં રુટ્રૂ રૂળબઇં મઢ ઇંતધ્વૂ પળટ પરુવક્ષરુટ પળવળ્ફ ડધ્વિૂ॥
ઘજ્ઞ ક્ષળટઇં ઈક્ષક્ષળટઇં અવવિં ઇંફપ રૂખણ પણ ધમ ઇંરુમ ઇંવવિ॥ં
ટજ્ઞ ક્ષળટઇં પળજ્ઞરુવ વળજ્ઞવળ્ૐ રુરૂઢળટળ ઘળેં ્રૂવળ્ વળજ્ઞઇ પળજ્ઞફ પટ પળટળ ॥
ડળજ્ઞ. : ઘજ્ઞ ક્ષફિવફિ વફિવફ ખફણ ધઘવિ ધુટઉંણ ઊંળજ્ઞફ
ટજ્ઞરુવ ઇંઇ ઉંરુટ પળજ્ઞરુવ ડજ્ઞઈ રુમરુઢ ઘળેં ઘણણિ પટ પળજ્ઞફ ॥૧૬૭॥
રૂજ્ઞખવિ રૂજ્ઞડળ્ ઢફપૂ ડળ્રુવ બજ્ઞવિં રુક્ષલૂણ ક્ષફળ્રૂ ક્ષળક્ષ ઇંરુવ ડજ્ઞવિ॥ં
ઇંક્ષચિ ઇૂંરુચબ ઇંબવરુપ્ર ઇૃં઼ળજ્ઞઢિ રૂજ્ઞડ રુરૂડક્ષ્રઇં રુરૂશ્ર્નમ રુમફળજ્ઞઢિ॥
બળજ્ઞધિ ર્બૈક્ષચ બળજ્ઞબૂક્ષ ખળફળ ઘજ્ઞ ટળઇંવિ ક્ષફઢણૂ ક્ષફડળફળ ॥
ક્ષળમળેં પૂ રુટધ્વ ઇેં ઉંરુટ ઊંળજ્ઞફળ ઘળેં ઘણણિ ્રૂવળ્ ર્લૈપટ પળજ્ઞફળ ॥
ઘજ્ઞ ણવિ લળઢૂર્લૈઉં અણૂફળઉંજ્ઞ ક્ષફપળફઠ ક્ષઠ રુરૂપૂઈં અધળઉંજ્ઞ ॥
ઘજ્ઞ ણ ધઘવિ વફિ ણફ ટણૂ ક્ષળઇૃ રુઘધ્વ રુવ ણ વફિવફ લૂઘલૂ લળજ્ઞવળઇૃ ॥
ટરુઘ હૂરુટર્ક્ષૈઠૂ રૂળપ ક્ષઠ ખબવિં ર્રૂૈખઇં રુરૂફરુખ રૂજ્ઞર ઘઉૂં ગબવિ॥ં
રુટધ્વ ઇેં ઉંરુટ પળજ્ઞરુવ ર્લૈઇંફ ડજ્ઞઉ ઘણણિ ઘળેં ્રૂવળ્ ઘળણળેં ધજ્ઞઉ॥
ફળપખફિટપળણલ : અ.ઇંળ. :૧૬૭-૩/૪
ડળજ્ઞ. ૧૬૭-૧૬૮-૧/૨/૩/૪
” જે પાપ માતા-પિતા અને પુત્રને મારવાથી થાય છે અને જે પાપ ગૌશાળા અને બ્રાહ્મણોનાં નગર બાળવાથી થાય છે, જે પાપ સ્ત્રીઓ અને બાળકોની હત્યા કરવાથી થાય છે તથા જે પાપ મિત્ર અને રાજાને ઝેર આપવાથી થાય છે…॥૩॥
-“મન,કર્મ અને વચનથી થનારાં જેટલાં પાતક અને ઉપપાતક (નાનાં- મોટાં પાપ) કવિઓ-જ્ઞાની પુરુષો કહે છે, તે સઘળાં પાપ, હે વિધાતા! મને લાગે. હે માતા! જો આ કામમાં મારો મત હોય તો!॥૪॥
” હે માતા ! જો આ કાર્યમાં મારો મત હોય તો જે લોકો શ્રીહરિ અને શ્રીશંકરજીના ચરણોને છોડીને ભયાનક ભૂત- પ્રેતોને ભજે છે. વિધાતા મને તેમની ગતિ આપે. ॥૧૬૭॥
” જે લોકો વેદોને વેચે છે, ધર્મના નામે છેતરે છે, ચાડિયા છે, અન્યના પાપોને કહી દે છે. જેઓ કપટી, કુટિલ, કલેશપ્રિય અને ક્રોધી છે તથા વેદોની નિંદા કરનારા છે અને વિશ્ર્વભરના વિરોધી છે. ॥૧॥
“જેઓ લોભી, લંપટ અને લાલચીઓનું આચરણ કરનારા છે; જેઓ પારકા ધન અને પારકી સ્ત્રીની ઈચ્છા રાખે છે, હે જનની! તેમની ભયાનક ગતિને હું પામું, જો આ કાર્યમાં મારી સંમતિ હોય તો!॥૨॥
“જેમને સત્સંગમાં પ્રેમ નથી, જે અભાગિયા પરમાર્થના માર્ગથી વિમુખ છે, જેઓ મનુષ્યશરીર પામીને શ્રીહરીનું ભજન નથી કરતા, જેમને હરિ–હર (વિષ્ણુ અને શંકરજી)નો સુયશ ગમતો નથી…॥૩॥
” જેઓ વેદમાર્ગને છોડીને વામ ( વેદપ્રતિકૂળ) માર્ગે ચાલે છે, જેઓ ઠગ છે. વેશ ભજવીને લોકોને છેતરે છે, તે લોકોની ગતિ, હે માતા! જો આ ભેદને હું જાણતો હોઉં તો શંકરજી મને આપે.॥૪॥
રામજનની માતા કૌશલ્યાજી તો પહેલેથી જ ભરતજીને સર્વથા નિર્દોષ માને જ છે અને પછી ભરતજીના આ હૃદયવિદારક શબ્દો સાંભળીને તેમનું હૃદય સર્વથા દ્રવી જાય છે. માતાજી ભરતજીને ખૂબ આશ્ર્વાસન આપે છે અને કહે છે:
” ભરત બેટા! શ્રીરામ તમને પ્રાણથી પણ વહાલા છે અને તું શ્રીરામને પ્રાણથી પણ વહાલો છે. જગતમાં જે કોઈ આ કાર્યમાં તમારી સંમતિ છે એમ કહેશે તે સ્વપ્નમાં પણ સુખ અને શુભ ગતિ નહીં પામે!
“માતા કૌશલ્યાજીના આ વચનો સાંભળીને અને આ વ્યવહાર જોઈને ભરતજી શાંત તો થાય છે. આમ છતાં પણ તેમના હૃદયમાં વેદનાનો અગ્નિ તો રહે જ છે!
તદનંતર વસિષ્ઠજી, વામદેવજી, સર્વ માતાઓ, મંત્રીઓ અને મહારાજ સૌ ભરતજીને સમજાવે છે કે હવે ભરતજી અયોધ્યાનું રાજ્ય સંભાળે. ભગવાન શ્રીરામની પણ આ જ ઈચ્છા અને મહારાજ દશરથજીના વચનનો ફલિતાર્થ પણ આ જ છે!
આમ છતાં ભરતજી રાજગાદી સ્વીકારવા તૈયાર થતા નથી. ભરતજી સૌને નમસ્કાર કરીને કહે છે:
ડળજ્ઞ. : અળક્ષરુણ ડળ્યણ ડણિટળ ઇંવઈૐ લરૂવિ રુલ્ય ણળઇ
ડજ્ઞઈૂં રુરૂણૂ ફઊૂંણળઠ ક્ષડ રુઘ્રૂ ઇેં ઘફરુણ ણ ઘળઇ॥
ફળપખફિટપળણલ : અ.ઇંળ. : ડળજ્ઞવળ-૧૮૨
” આપ સૌની સમક્ષ મસ્તક નમાવીને હું મારી દારુણ દીનતા કહું છું. શ્રી રઘુનાથજીના દર્શન કર્યા વિના મારા અંતરની બળતરા શાંત થશે નહીં ॥૧૮૨॥
તદ્નુસાર આખરે એમ નિશ્ર્ચિત થયું કે સૌ ભગવાન શ્રીરામ પાસે સાથે જાય. ભરતજી, શત્રુઘ્નજી, ત્રણેય માતાઓ, વસિષ્ઠજી, મંત્રીઓ, મહાજન અને અયોધ્યાના સૌ પ્રજાજનો- આમ સૌ અયોધ્યાથી ભગવાન શ્રીરામ પાસે ચિત્રકૂટ જવા નીકળે છે.
ભરતજીના મનની ભાવના તો એવી છે કે ભગવાન શ્રીરામ જ અયોધ્યાના રાજા બને! એટલું નહીં, પરંતુ શ્રીરામનો રાજ્યભિષેક ચિત્રકૂટમાં થાય! આમ વિચારીને રાજ્યાભિષેક માટે આવશ્યક સર્વ સામગ્રી અને વેદજ્ઞ બ્રાહ્મણોને પણ સાથે લીધા છે.
ભરતજી વિચારે છે: પ્રભુરામ અરણ્યમાં પગપાળા વિચરણ કરે છે અને મારાથી રથમાં કેવી રીતે બેસી શકાય? આમ વિચારીને ભરતજી અને શત્રુઘ્નજી બંને ભાઈઓ પગપાળા જ ચાલે છે. ભરતજી પગપાળા જ ચાલે તો અયોધ્યાવાસીઓ વાહનોમાં કેમ બેસે? સૌ પગપાળા જ અને ઉઘાડા પગે જ ચાલવા માંડ્યા. આ જોઈને માતા કૌશલ્યાજી ભરતજીને કહે છે:
“દીકરા! તમે પગપાળા ચાલશો તો કોઈ વાહન પર નહીં બેસે, માટે તમે રથમાં બેસો! તમે પગપાળા ચાલશો તો તેમજ કરશે અને સૌ આ કઠિન માર્ગ પર કષ્ટ પામશે. માટે, બેટા! તમે રથમાં બેસો. માતાની આજ્ઞાનું પાલન થાય છે અને ભરત-શત્રુધ્ન રથમાં બેસે છે અને પછી અન્ય સૌ પણ વાહનોમાં બેસે છે અને યાત્રા આગળ ચાલે છે.
આગળ જતાં શૃંગવેરપુરમાં ગુહરાજા સાથે મુલાકાત થાય છે, ગુહરાજાને પ્રથમ શંકા અને પછી યથાર્થ પરિચય થાય છે. પછી તો સૌ સાથે મળીને ચિત્રકૂટ તરફ પ્રયાણ કરે છે.
ગુહરાજા ભરતજીને સીસમનું તે વૃક્ષ બતાવે છે, જેની નીચે ભગવાન શ્રીરામે આરામ કર્યો હતો.ભરતજી તે સ્થાને અત્યંત પ્રેમ અને આદરપૂર્વક સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરે છે. જે સ્થાને, જે કુશની પથારી પર આરામ કર્યો હતો તે પથારી-સાથરીની પ્રદક્ષિણા કરે છે.
સૌ ગંગાકિનારે પહોંચે છે. ગંગાજીને ભરતજી પ્રણામ કરે છે અને ત્યાંથી પગપાળા ચાલવાનો પ્રારંભ કરે છે. સેવકો ઘોડા પર બેસવાનો આગ્રહ કરે છે, ત્યારે ભરતજી કહે છે:
રુલફ ધફ ઘળઈૐ ઈરુખટ અલ પળજ્ઞફળ ॥
લરૂ ટૂ લજ્ઞમઇં ઢપૃ ઇંછળજ્ઞફળ ॥
-ફળપખફિટપળણલ : અ.ઇંળ. :૨૦૩-૪
“મારા માટે તો ઉચિત એ જ છે કે હું માથા વડે ચાલીને જાઉં. સેવકોનો ધર્મ સૌથી કઠિન છે.
તદનંતર સૌ તીર્થરાજ પ્રયાગરાજમાં પહોંચે છે. ભરતજી પ્રયાગરાજ પાસે બંને હાથ જોડીને માગે છે.
ડળજ્ઞ. : અફઠ ણ ઢફપ ણ ઇંળપ ્યરુખ ઉંરુટ ણ ખવઈૐ રુણફરૂળણ
ઘણપ ઘણપ ફરુટ ફળપ ક્ષડ ્રૂવ રૂફડળણૂ ણ અળણળ
ફળપખફિટપળણલ : અ.ઇંળ. : ડળજ્ઞ-૨૦૪
” મને ન અર્થની રુચિ છે,ન ધર્મની, ન કામની અને હું મોક્ષ પણ ઇચ્છતો નથી. જન્મોજન્મ રામનાં ચરણોમાં પ્રેમ રહે , એ જ વરદાન માગું છું બીજું કાંઈ જ નહીં.
જુઓ! ભરતજીની રામ-પ્રીતિ જુઓ!
તદનંતર એક રાત્રિનિવાસ સૌ ભરદ્ધાજ મુનિના આશ્રમમાં કરે છે અને પ્રાત:કાલે સૌ ચિત્રકૂટ તરફ પ્રયાણ કરે છે.
ભરત સમગ્ર અયોધ્યાવાસીઓ સાથે આવે છે તેવા સમાચાર શ્રીરામ-લક્ષ્મણને મળે છે કોઈકે તો એમ પણ કહ્યું કે સાથે વિશાળ ચતુરંગિણી સેના પણ છે. ભગવાન શ્રીરામ તો શાંત અને સ્વસ્થ છે, પરંતુ લક્ષ્મણજીને લાગે છે કે ભરત અહીં પ્રભુ રામ સાથે યુદ્ધ માટે આવે છે. લક્ષ્મણજી વિચારે છે કે અયોધ્યાની રાજગાદી મેળવીને નક્કી ભરતને રાજમદ થયો છે. યુદ્ધ આવ્યું છે તેમ વિચારે છે તેમ ધારીને લક્ષ્મણજી તો ધનુષ્યબાણ હાથમાં લઈને યુદ્ધ માટે તૈયાર થાય છે.
ભગવાન શ્રીરામ ભરતજીને બરાબર જાણે છે અને તદ્નુસાર લક્ષ્મણજીને કહે છે :
ડળજ્ઞ. : ધફટરુવ વળજ્ઞઇ ણ ફળઘપડળ્ રુમરુઢ વફિ વફ ક્ષડ ક્ષળઇ
ઇંરૂવળ્ૐ રુઇં ઇંળૐઘિ લિઇંફરુણ ગફિલિઢૂ રુરૂણલળઇૃ ॥
ફળપખફિટપળણલ : અ.ઇંળ. :ડળજ્ઞ.૨૩૧
” (અયોધ્યાના રાજ્યની તો વાત જ શું છે) બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવનું પદ પામીને પણ ભરતને રાજ્યનો મદ ન થાય! શું ક્યારેય કાંજીના ટીપાંથી ક્ષીરસમુદ્ર નષ્ટ થઈ શકે (ફાટી શકે) છે?
વળી પ્રભુ રામ ભરતજીનો મહિમા ગાતાં આગળ કહે છે :
પલઇં ઇુંપઇૂં પજ્ઞ્ય ઈજળઇ વળજ્ઞઇ ણ ણૈક્ષપડળ્ ધફટરુવ ધળઇૃ॥
બઈંણ ટૂબ્વળફ લક્ષઠ રુક્ષટૂ અળણળ લૂરુખ લૂર્રૂૈઢૂ ણરુવ ધફટ લપળણળ ॥
ફળપખફિટપળણલ : અ.ઇંળ. :૨૩૨-૨
” મચ્છરની ફૂંકથી ભલે મેરુ પર્વત ઊડી જાય, પરંતુ હે ભાઈ! ભરતને કદી રાજમદ ન થઈ શકે. હે લક્ષ્મણ! તમારી શપથ અને પિતાજીના સોગંદ ખાઈને કહું છું ભરત સમાન પવિત્ર અને ઉત્તમ ભાઈ સંસારમાં નથી
પ્રભુ રામની આ વાણી સાંભળીને દેવો પ્રસન્ન થઈને કહે છે :
ઘળેં ણ વળજ્ઞટ ઘઉં ઘણપ ધફટ ઇંળજ્ઞ લઇંબ ઢફપ ઢૂફ ઢફરુણ ઢફટ ઇંળજ્ઞ ॥
ઇંરુરૂ ઇૂંબ અઉંપ ધફટ ઉૂંણ ઉંળઠળ ઇંળજ્ઞ ઘળણઇ ટૂબ્વ રુરૂણૂ ફઊૂંણળઠળ ॥
ફળપખફિટપળણલ : અ.ઇંળ. : ડળજ્ઞ. :૨૩૩-૧
“જો જગતમાં ભરતનો જન્મ ન થાત, તો પૃથ્વી પર સંપૂર્ણ ધર્મોની ધૂરાને કોણ ધારણ કરત? હે રઘુનાથજી! કવિકુળ માટે પણ અગમ્ય ભરતજીના ગુણોની કથા આપના સિવાય બીજા કોણ જાણી શકે?
ભગવાન શ્રીરામની અને દેવોની આ વાણી જો ભરતજીએ સાંભળી હોત તો તેમની વેદના અવશ્ય ઓછી થઈ હોત, પરંતુ તેમ થવું હજુ બાકી છે.
પ્રભુ રામના દૂરથી જ દર્શન પામીને ભરતજી તો ભાવવિભોર બની ગયા. ભરત, શત્રુઘ્ન અને નિષાદરાજ ત્રણેય લગભગ દોડતા-દોડતા પ્રભુ રામની પર્ણકૂટિ તરફ આગળ વધે છે અને પહોંચીને શું કરે છે?

લળણૂઘ લઈંળ લપજ્ઞટ પઉંણ પણ રુરૂલફજ્ઞ વફર લળજ્ઞઇં લૂઈં ડળ્ઈં ઉંણ ॥
ક્ષળરુવ ણળઠ ઇંરુવ ક્ષળરુવ ઉંળજ્ઞલળઇૃ ધુટબ ક્ષફજ્ઞ બઇૂંચ ઇંત ણળઇૃ॥
ફળપખફિટપળણલ : અ.ઇંળ. : ડળજ્ઞ-૨૪૦-૧
“નાના ભાઈ શત્રુઘ્ન અને નિષાદરાજ સાથે ભરતજીનું મન મગ્ન બની ગયું છે. હર્ષ-શોખ, સુખ-દુ:ખ આદિ સર્વ ભૂલી ગયા. ‘ હે નાથ! રક્ષા કરો. હે ગોસાઈ! રક્ષા કરો’ એમ કહીને ભરતજી દંડની જેમ પૃથ્વી પર પડી ગયા.
તે વખતે લક્ષ્મણજી પ્રભુ રામને કહે છે :
ઇંવટ લપ્જ્ઞપ ણળઇ પળરુવ પળઠળ ધફટ પ્ણળપ ઇંફટ ફઊૂંણળઠળ ॥
ઈછજ્ઞ ફળપૂ લૂરુણ પ્જ્ઞપ અઢફિળ ઇંવળ્ૐ ક્ષચ ઇંવળ્ૐ રુણર્રૈઉં ઢણૂ ટફિળ ॥
ફળપખફિટપળણલ : અ.ઇંળ. : ડળજ્ઞ.૨૪૦-૪
” લક્ષ્મણજીએ પ્રેમ સહિત પૃથ્વી પર મસ્તક નમાવીને કહ્યું: ‘ હે રઘુનાથજી! ભરતજી પ્રણામ કરે છે!’ આ પ્રમાણે સાંભળતાં જ રઘુનાથજી પ્રેમમાં અધીર બની ગયા. કયાંક વસ્ત્ર પડ્યું, કયાંક ભાથો, ક્યાંક ધનુષ અને ક્યાં બાણ!
ભગવાન શ્રીરામનો પોતાનો પ્રત્યેનો આવો અપ્રતિમ પ્રેમ જોઈને ભરતજીની અડધી વેદના અને અડધો સંકોચ તો દૂર થઈ ગયા, પરંતુ તેમાંથી સર્વથા મુક્ત થવાનું હજુ બાકી છે.
તદનંતર ચિત્રકૂટમાં અનેક સભાઓ થઈ. જનકપુરથી મહારાજ જનક અને મહારાણી સુનયનાજી પણ પધારે છે. ખૂબ સભાઓ, મુલાકાતો, ચર્ચાઓ, વિચારણા થઈ, પણ ભરતજીની ઈચ્છા પૂરી ન થઈ. ભરતજીની ઈચ્છા હતી પ્રભુ રામ અયોધ્યા પધારે અને અયોધ્યાના રાજસિંહાસન પર બિરાજમાન થાય.
અનેક સભાઓમાં અપરંપાર ચર્ચા-વિચારણાના અંતે ભગવાન શ્રીરામની ઈચ્છા પ્રમાણે આ પ્રમાણે નક્કી થયું :
૧. રામ- લક્ષ્મણ-સીતા ચૌદ વર્ષ વનવાસ કરે.
૨. આ ચૌદ વર્ષ દરમિયાન ભરત- શત્રુઘ્ન શ્રીરામના પ્રતિનિધિ તરીકે અયોધ્યાનું શાસન સંભાળે.
૩. ચૌદ વર્ષ પરિપૂર્ણ કરીને શ્રીરામ-લક્ષ્મણ-સીતાજી અયોધ્યા પધારે.
૪. તે વખતે ભગવાન શ્રીરામનો રાજ્યાભિષેક થાય.
પ્રભુ રામની આજ્ઞા પ્રમાણે ચિત્રકૂટના સર્વતીર્થોની યાત્રા સંપન્ન કરીને ભરતજી હવે સર્વ અયોધ્યાવાસીઓ સાથે અયોધ્યા જવા તૈયાર થાય છે.
ભગવાન ભરતજીને રાજધર્મ સમજાવે છે. હવે ભરતજીના મનનો ભાવ એવો છે કે કોઈ અવલંબન પામ્યા વિના, કોઈ આધાર મેળવ્યા વિના ભરતજીના મનમાં સંતોષ,સમાધાન અને શાંતિ થતી નથી. ભરતજીના મનનો આ ભાવ જાણીને ભગવાન શ્રીરામ તેમની ભાવના પરિપૂર્ણ કરે છે.
પ્ધૂ ઇંફિ ઇૈંક્ષળ ક્ષળૐમફિ ડધ્વિિં
લળડફ ધફટ લલિ ઢફિ બધ્વિિં ॥
ફળપખફિટપળણલ : અ.ઇંળ. :૩૧૬-૨
” (ભરતજીના પ્રેમને વશ થઈને ) ભગવાન શ્રીરામે કૃપા કરીને ભરતજીને પોતાની પાદુકા આપી. ભરતજીએ આદરપૂર્વક પાદુકાને પોતાના મસ્તક પર ધારણ કરી.
સૌ અયોધ્યા આવે છે. પ્રભુની પાદુકાને વિધિવત્ અયોધ્યાના રાજસિંહાસન પર બિરાજમાન કરાવવામાં આવે છે.
ભરતજી અયોધ્યાના રાજમહેલમાં રહેતા નથી. પ્રભુરામ વનમાં રહે અને ભરતજી મહેલમાં કેવી રીતે રહી શકે?
ભરતજી નંદિગ્રામમાં કુટિયા બનાવીને રહે છે. વલ્કલ ધારણ કર્યા છે. જટા બાંધી છે વનમાં કંદ, ફળ, મૂળનું ભોજન કરે છે! પ્રભુ રામ ધરતી પર શયન કરે છે. ભરતજી ધરતીમાં ખાડો ખોદીને તેમાં શયન કરે છે! તપસ્વીનું જીવન જીવે છે.
આ ચૌદ વર્ષ દરમિયાન પણ ભરતજીના ચિત્તમાં વેદના તો રહી જ છે, કારણ કે પ્રભુ રામ, લક્ષ્મણજી અને સીતાજી હજુ વનમાં છે. ભરતજીની આ વેદના વિરહની વેદના છે અને વિરહ-વેદના એક તીવ્ર તપશ્ર્ચર્યા છે!
પ્રભુ રામ, લક્ષ્મણ અને સીતાજી ચૌદ વર્ષનો વનવાસ પરિપૂર્ણ કરીને પુષ્પક વિમાનમાં બેસીને અયોધ્યા પધારે.
રામ-ભરતનું મિલન થાય છે! સર્વત્ર આનંદ-મંગલ વરતાય છે.
ભગવાન શ્રીરામનો રાજ્યાભિષેક થાય છે. પ્રભુ રામ અયોધ્યાના રાજસિંહાસન પર બિરાજમાન થાય છે. પ્રભુ રામ ભરતજીને યુવરાજપદે સ્થાપિત કરે છે!
ભરતજીની વેદના-તપશ્ર્ચર્યા અહીં પરિપૂર્ણ થાય છે!
ર્ગૈ. : રુલ્રૂ ફળપ પ્જ્ઞપ રુક્ષ્રૂૂર ક્ષુફણ વળજ્ઞટ ઘણપૂ ણ ધફટઇંળજ્ઞ
પૂરુણ પણ અઉંપ ઘપ રુણ્રૂપ લપ ડપ રુમરપ રૂૄટ અળખફટ ઇંળજ્ઞ
ડળ્ઈં ડળવ ડળફિડ ર્ડૈધ ડક્ષ્રણ લૂઘલ રુપલ અક્ષવફટ ઇંળજ્ઞ
ઇંરુબઇંળબ ટૂબલિ લજ્ઞ લછાધ્વ વરુછ ફળપ લણપૂઈં ઇંફટ ઇંળજ્ઞ ॥
ફળપખફિટપળણલ : અ.ઇંળ. :૩૨૬

“શ્રી સીતારામજીના પ્રેમરૂપી અમૃતથી પરિપૂર્ણ ભરતજીનો જન્મ જો ન થયો હોત તો મુનિઓના મનને પણ અગમ, યમ, નિયમ, શમ, દમ, આદિ કઠિન વ્રતોનું આચરણ કોણ કરત? દુ:ખ, સંતાપ,દરિદ્રતા,દંભ આદિ દોષોનું પોતાના સુયશ દ્વારા કોણ હરત કરત? તથા કલિકાળમાં તુલસીદાસ જેવા શઠોને હઠપૂર્વક કોણ શ્રીરામજીની સન્મુખ કરત?
આવા છે, આપણા રામાનુજ ભરતજી!

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત