Arjun Kapoor નહીં આ special personને ગળે મળી Malaika Arora અને કહી એવી વાત કે…
હેડિંગ વાંચીને તમે કંઈ પણ આડું અવળું વિચારો એ પહેલાં તમને ફોડ પાડીને જણાવી દેવાનું કે ભાઈ અમે અહીંયા કોઈ ત્રીજી વ્યક્તિની વાત નથી કરી રહ્યા. અહીં વાત થઈ રહી છે Malaika Arora અને તેના દીકરા Arhaan Khanની વાત થઈ રહી છે. ફિલ્મોમાં કામ ન કરતી હોવા છતાં પણ Malaika Arora Film Industryનું એક એવું નામ છે જે સતત ચર્ચામાં રહે છે. પછી એ પોતાની પર્સનલ લાઈફને કારણે હોય કે પછી Boy Friend Arjun Kapoor સાથેના અફેરને કારણે હોય. હવે ફરી એક વખત Malaika Arora ચર્ચામાં આવી છે અને આ વખતે તેનું ચર્ચામાં આવવાનું કારણ છે તેના દીકરા અરહાન ખાન સાથેનું તેનું બોન્ડિંગ.
Malaika Arora અવાર-નવાર દીકરા Arhaan Khan સાથેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે. જેમાં તે કોઈ વાર દીકરા સાથે ડીનર ડેટ પર જતી દેખાય છે તો ક્યારેક તેની સાથે day out માટે નિકળી જાય છે. હવે ફરી એક વખત Malaika Arora Arhaan Khan સાથે જોવા મળી હતી. એટલું જ નહીં પણ તેણે દીકરાને ગળે લગાડીને કહ્યું હતું કે મને ગર્વ છે તારા પર.
અત્રે ઉલ્લેખનીય છે કે Arhaan khan તેના Podcast show Dumb Biryani સાથે શોબિઝની દુનિયામાં પગ મુકવા માટે તૈયાર છે. આ શોમાં પૂરો ખાન ખાનદાન Arhaan સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. શોના લોન્ચ પહેલાં શુક્રવારે એક ગ્રાન્ડ પાર્ટી રાખવામાં આવે છે. દીકરા Arhaan માટે Malaika Arora and Arbaaz Khan ફરી એક સાથે જોવા મળ્યા હતા.
બીજી બાજું Arbaaz Khanની બીજી પત્ની શૂરા ખાન પણ પરિવારની ખુશીઓમાં સામેલ થવા પહોંચી હતી. બીજી બાજું મલાઇકા પોતાની બહેન અમૃતા અરોરા, રવીના ટંડન અને સીમા સજદેગ સાથે જોવા મળી હતી. પાર્ટી પૂરી થયા બાદ મલાઈકા દીકરા અરહાન પર વ્હાલ વરસાવતી જોવા મળી હતી.
મલાઈકાએ પોતાના 21 વર્ષીય દીકરા અરહાન સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે માય બેબી બોય, મને તારા પર ગર્વ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાત દિવસ પહેલાં જ અરહાનના પોડકાસ્ટ શોનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું જેને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ શોમાં ફેન્સને ઘણું બધું અલગ જોવા મળશે.