ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

કાલથી શરુ થનાર April મહિનાનું પહેલું અઠવાડિયું આ ચાર રાશિ માટે નિવડશે શુકનિયાળ…

આવતીકાલથી April મહિનાનું પહેલું અઠવાડિયું શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે પહેલી એપ્રિલથી સાતમી એપ્રિલ સુધીનું આ અઠવાડિયું ચાર રાશિના જાતકો માટે શુકનિયાળ નિવડવાનું છે, જ્યારે બે રાશિના જાતકો માટે મુશ્કેલીઓ લઈને આવી રહ્યું છે.

જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આ અઠવાડિયે પાંચ રાશિના જાતકોને કારોબારમાં લાભ થઈ રહ્યો છે, ઘર પરિવારમાં સુખ-શાંતિનું આગમન થઈ રહ્યું છે અને સમાજમાં માન-સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે. આવો જોઈએ કઈ છે આ રાશિના જાતકો કે જેમના માટે આગામી સાત દિવસ માટે Golden Period શરૂ થઈ રહ્યો છે…


આ રાશિના જાતકો માટે અઠવાડિયું કરિયરની દ્રષ્ટિએ ખૂબ જ શુકનિયાળ રહેવાનું છે. આર્થિક સમસ્યાઓ ઉકેલાઈ રહી છે. તાણ અને ચિંતામાંથી મુક્તિ મળી રહી છે. આ રાશિના જાતકો સંકટમોચન ભગવાન ગણેશજીને દુર્વા અર્પણ કરવું જોઈએ.


મિથુન રાશિના લોકો માટે ધનલાભના યોગ બની રહ્યા છે. નોકરી અને બિઝનેસમાં નવી નવી તક મળી રહી છે. સંતાનની એકાગ્રતા વધતા ભણતરમાં સારું પ્રદર્શન કરશે. આ રાશિના જાતકોએ સૂર્યને જળ અર્પિત કરવું જોઈએ,


આ રાશિના જાતકોના કરિયરમાં ફેરફાર આવી રહ્યા છે. ધનલાભના યોગ પણ બની રહ્યા છે. ઘર-પરિવારમાં ખુશહાલીનું આગમન થઈ રહ્યું છે. દાંપત્ય જીવનમાં પણ મધુરતા આવશે. આ રાશિના લોકોએ શક્ય એટલું દાન કરવું આ અઠવાડિયે.


મકર રાશિના લોકોને બિઝનેસમાં લાભ થઈ રહ્યો છે. નવી પ્રોપર્ટી ખરીદવાના યોગ બની રહ્યા છે. કામના સ્થળે માન-સન્માન વધી રહ્યું છે. જો કોઈ જગ્યાએ નાણાં અટવાઈ પડ્યા હશે તો તે પાછા મળી શકે છે. આ અઠવાડિયે ખાવાની વસ્તુઓ દાન કરવી.

આ બે રાશિના જાતકો માટે મુશ્કેલીઓ લાવશે અઠવાડિયું
એપ્રિલ મહિનાનું પહેલું અઠવાડિયું મેષ અને કન્યા રાશિના જાતકો માટે મુશ્કેલીઓ લઈને આવી રહ્યો છે. આ રાશિના જાતકોએ આખું આઠવાડિયું ખૂબ જ સતર્ક રહેવું પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button