IPL-2024 શરૂ થઈ ગઈ છે અને જેમ જેમ એક એક મેચ રમાઈ રહી છે એ જોઈને ક્રિકેટરસિયાઓનો ઉત્સાહ સતત વધતો જ જઈ રહ્યો છે. પણ આ બધા વચ્ચે પાંચ વખત IPL ટ્રોફી જિતી ચૂકેલી Mumbai Indian’s ટીમની મુશ્કેલીઓ કંઈ ઓછી થતી નથી દેખાઈ રહી. આ સિઝનની શરૂઆતથી જ ટીમ અને ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાને સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
અમદાવાદ અને હૈદરાબાદ ખાતે રમાયેલી બંને મેચ હાર્યા બાદ કેપ્ટન હાર્દિક પંડ્યા અને એની ટીમ મુશ્કેલ પરિસ્થિતિમાં છે. આવતીકાલે એટલે કે સોમવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં RR Vs MIની મેચમાં પણ હાર્દિકની પરેશાનીઓ ઓછી નહીં થાય. આ સિવાય હાર્દિક પંડ્યા ક્રિકેટ ફેન્સની નારાજગીનો સામનો પણ કરી રહ્યો છે. દર્શકો તેને જોઈને હૂટિંગ કરે છે અને મુંબઈમાં પણ તેની સાથે આવું જ કંઈક થાય એવી શક્યતા છે.
આ બધા વચ્ચે એવા સમાચાર આવી રહ્યા હતા કે Mumbai Cricket Association (MCA) આવતીકાલે મેચ દરમિયાન હાર્દિકને પરેશાન કે તેની વિરુદ્ધ હૂટિંગ કરનારા દર્શકો સામે કડક પગલાં લેવાની તૈયારીમાં છે. એવું કહેવાઈ રહ્યું છે કે હાર્દિક પંડ્યાને ટ્રોલ કરનારાઓને સ્ટેડિયમની બહાર કાઢવામાં આવશે. પરંતુ હવે એસોસિએશન સાથે સંકળાયેલા લોકોએ આ સમાચારનું ખંડન કર્યું છે.
એસોસિએશન સાથે સંકળાયેલા લોકોનું એવું કહેવું છે કે આવતીકાલની મેચ માટે આવા કોઈ સ્પેશિયલ નિર્દેશ નથી જારી કરવામાં આવ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર એમસીએ સ્ટેડિયમમાં દર્શકોના વ્યવહાર બાબતે BCCIની ગાઈડલાઈનનું પાલન કરે છે, જેનાથી એ વાત સુનિશ્ચિત થાય છે કે આઈપીએલ કે ડોમેસ્ટિક મેચ સહિત તમામ ક્રિકેટ મેચમાં વ્યવસ્થા જળવાઈ રહે.
હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઈટન છોડીને મુંબઈ ઈન્ડિયન્સ આવ્યો અને રોહિત શર્માની કેપ્ટનશિપ છિનવાઈ જવાને કારણે MIના ફેન્સમાં ખૂબ જ નારાજગી છે. સવારથી આવા અહેવાલો અને મેસેજ ફોર્વર્ડ થતાં જોઈને MCAએ પોતાના ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે તેઓ કોઈ પણ પ્રકારની સુરક્ષા નથી વધારી રહ્ય, જે ફેન્સને રોહિત શર્માનું સમર્થન કરીને મેચ દરમિયાન હાર્દિકનો વિરોધ કરવાથી રોકે. સ્ટેટમેન્ટમાં એવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે MCA ક્રાઉડના વર્તન માટે BCCIના નિયમોનું પાલન કરશે.
Taboola Feed