110 એપિસોડ પછી આજે ‘મન કી બાત’ કાર્યક્રમનું પ્રસારણ થયું નહીં, જાણો કેમ?
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા દેશમાં આચારસંહિતા લાગુ કરવામાં આવી છે, જેને કારણે ચૂંટણી પંચ દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવતા દરેક કાર્યક્રમોની સાથે સાથે યોજનાઓને પણ ચૂંટણીના પરિણામ જાહેર કર્યા સુધી બંધ રાખવામાં આવ્યા છે.
લોકસભાની ચૂંટણીને કારણે આદર્શ આચારસંહિતા લાગુ પડી હોવાથી આજે પણ (દર મહિનાના અંતિમ રવિવારે) વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રેડિયો પર ‘મન કી બાત’ કાર્યક્રમ કરવામાં આવે છે, પણ માર્ચ મહિનાના છેલ્લા રવિવારે પીએમ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમને પ્રસાર કરવામાં આવ્યો નહોતો. આ બાબત વિશે પીએમ મોદીએ છેલ્લા કાર્યક્રમમાં જ જણાવ્યુ હતું.
મહિનાના અંતિમ રવિવારે સવારે 11 વાગ્યે રેડિયો પર લાઈવ આવીને પીએમ મોદી ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા લોકોનું સંબોધન કરે છે, પણ ચૂંટણી પહેલા દેશમાં આચારસંહિતા લાગુ થતાં દરેક રાજકીય પક્ષ અને ઉમેદવારોએ આ નિયમોનું પાલન કરવું પડે છે. 19 એપ્રિલથી એક જૂન સુધી સાત તબક્કામાં દેશના દરેક ભાગમાં ચૂંટણી યોજવાની છે, જેથી દરેક સરકારના દરેક કાર્યક્રમ પર ચૂંટણીના પરિણામ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
‘મન કી બાત’ બાબતે છેલ્લા એપિસોડમાં પીએમ મોદીએ કહ્યું હતું કે લોકસભા ચૂંટણી બાદ ‘મન કી બાત’ કાર્યક્રમ ફરી શરૂ થશે. આ કાર્યક્રમ લોકોનો, લોકો માટે અને લોકો દ્વારા કાર્યક્રમ છે. આ કાર્યક્રમે આજે 110 એપિસોડ પૂર્ણ કરીને એક મોટી સફળતા મેળવી છે. જોકે આ કાર્યક્રમનું સંબોધન કરતી વખતે પીએમ મોદી દ્વારા તેમના કાર્યકાળમાં સરકારી કામકાજ બાબતે કોઈ પણ વાત કહેવામાં નહોતી આવી.
પીએમ મોદીએ કહ્યું હતું કે ચૂંટણી બાદ જ્યારે ફરી વખત આપણે મળીશું તો ‘મન કી બાત’નો 111મો એપિસોડ હશે. દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ થતાં જ પીએમ મોદીના ‘મન કી બાત’ને 2019ની ચૂંટણીની જેમ જ બંધ કરવામાં આવ્યો હતો.