મનોરંજનસ્પોર્ટસ

આ હસીનાએ તોડયું Rishabh Pantનું દિલ, કહ્યું દિલ અને દિમાગ…

Team Indiaના Player Rishabh Pant અકસ્માત અને ત્યાર બાદની રિકવરી તેમ જ ગેમમાં તેના કમબેકની જર્નીને કારણે છેલ્લાં કેટલાય સમયથી લાઈમલાઈટમાં રહે છે. હવે ફરી એક વખત પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં આવ્યો છે અને એનું કારણ છે Heart Break… જી હા, એક હસીનાએ ઈન્ડિયન ક્રિકેટરનું દિલ તોડીને એને આઉટ કરી દીધો છે. આવો જોઈએ કોણ છે આ હસીના…

વાત જાણે એમ છે કે Rishabh Pant સાથે હંમેશાથી Urvashi Rautelaનું નામ લેવાય છે, પણ બંનેમાંથી કોઈ પણ આ સંબંધને લઈને ખૂલીને કંઈ પણ બોલવા તૈયાર નથી. હાલમાં જ સોશિયલ મીડિયા પર સિંહ સાહબ ધી ગ્રેટથી ડેબ્યુ કરનાર એક્ટ્રેસ Urvashi Rautelaનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. ગયા વર્ષે જ્યારે Rishabh Pantનું એક્સિડન્ટ થયું હતું ત્યારે Urvashi તેની મમ્મી સાથે Rishabhને મળવા માટે હોસ્પિટલ પહોંચી હતી. ત્યારથી ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે કે બંને જણ એક બીજાને ડેટ કરી રહ્યા છે.

પણ થોડાક સમય પહેલાં જ જ્યારે Rishabh Pant સાથે નામ જોડવામાં આવ્યું ત્યારે Urvashi Rautelaએ જે જવાબ આપ્યો હતો એ સાંભળીને લોકો ચોંકી ઉઠ્યા હતા. Urvashiએ આ સવાલનો જવાબ આપ્યો કે આ સવાલનો જવાબ આપવા માટે મારી પાસે કોઈ શબ્દ જ નથી.

ઉર્વશીએ આગળ એવું પણ કહ્યું હતું કે હું આ વાત મારા ફેન્સ પર છોડી દઉં છું. હું નથી જાણતી કે આ બધી વાતો ક્યાંથી આવે છે. હું જ્યારે પણ લગ્ન કરીશ ત્યારે તમને બધાને આમંત્રણ આપીશ.

હવે ઉર્વશીએ વધુ એક વીડિયો પોતાના એકાઉન્ટ પાર શેર કર્યો છે અને આ વીડિયોમાં તેણે સ્પષ્ટ કરી દીધું હતું કે તે અને રિષભ પંત સાથે નથી. એટલું જ નહીં આ વીડિયોમાં તે આગળ એવું પણ કહી રહી છે કે તે એવો પાર્ટનર શોધી રહી છે કે જે દિલ અને દિમાગ બંનેથી મારા સાથે એકદમ કમફર્ટેબલ હોય.

ઉર્વશી આ વીડિયો પોસ્ટ કરીને એવું સ્પષ્ટ કરી રહી છે કે તે લગ્નની તૈયારી કરી રહી છે પણ તે ત્યારે જ લગ્ન કરશે જ્યારે તેને કોઈ પરફેકટ પાર્ટનર મળશે. વાત જાણે એમ છે કે ઉર્વશીએ આ વીડિયો એક બ્રાન્ડ માટે શૂટ કર્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button