બિગ બૉસ ફેમ નિક્કી તંબોલીનો બોલ્ડ અંદાજ જોયો કે નહીં
મુંબઈ: ટીવી અભિનેત્રી નિક્કી તંબોલી ‘બિગ બૉસ 14’ અને ‘ખતરો કે ખિલાડી’ જેવા અનેક ટીવી શોમાં પોતાના બોલ્ડ અંદાજને કારણે લાઈમ લાઇટમાં આવી હતી. હવે ફરી એક વખત નિક્કી તંબોલીના બોલ્ડ ફોટોશૂટે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. નિક્કીના નવા ફોટોશૂટને કારણે સોશિયલ મીડિયા પર લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે.
ટીવી સાથે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક્ટિંગ અને બોલ્ડનેસનો જલવો વિખેરતી અભિનેત્રી નિક્કી તંબોલીની નવી તસવીરોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી છે. જોકે આ તસવીરોને કારણે નવો વિવાદ સર્જાયો છે. નિક્કીની આ તસવીરો જોઈને લોકોએ ‘શું પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ કે? એવું કહીને તેને ટ્રોલ કરી છે.
ફિલ્મો સાથે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહેનારી નિક્કી તંબોલીએ હાલમાં વ્હાઇટ બ્લેઝરમાં તેની બ્લોડ તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં નિક્કીએ એક ચેર પર માત્ર વ્હાઇટ બ્લેઝર પહેરીને પોઝ આપ્યો હતો. નિક્કીએ આ તસવીરો બ્લેઝરના બટન પણ ખુલ્લા રાખ્યા છે. એક તરફ નિક્કીનો કાતિલ અંદાજ બતાવતી તસવીરોને લોકોને ખૂબ જ ગમી રહી છે, તો અમુક લોકોએ નિક્કીને આવી તસવીરો પોસ્ટ કરવાને લીધે ટ્રોલ કરી છે.
નિક્કીની આ પોસ્ટ પર એક યુઝરે તું પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ છે, એવું કહી રહ્યા છે અને મેકઅપને લીધે વધુ પૈસા ખર્ચાઈ ગયા હોવાથી કપડાં માટે પૈસા નથી બચ્યા એવું પણ લોકો કહી રહ્યા છે. જોકે આ પહેલી વખત નથી કે નિક્કીએ તેનો બોલ્ડ અંદાજ બતાવતી તસવીરો પોસ્ટ કરી છે. નિક્કી તંબોલી ‘બિગ બૉસ 14’માં જોવા મળી હતી, જેમાં તે રનર અપ રહી હતી.