મનોરંજન

તો આ કારણે વિલન પ્રકાશ રાજને પત્નીને ડિવોર્સ આપ્યા હતા….

વિલનની ભૂમિકા નિભાવીને ઘરે ઘરે જાણીતા બનેલા પ્રકાશ રાજને કોણ નહીં ઓળખતું હોય. પ્રકાશ રાજે બોલિવૂડની સાથે સાથે દક્ષિણની ફિલ્મોમાં પણ ઘણું નામ કમાવ્યું છે. તેઓ ઘણી વાર દેશના રાજકારણ અને દેશ સંબંધિત મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય આપતા હોય છે. પ્રકાશ રાજ પોતાની અંગત જિંદગીને લાઇમલાઇટથી ઘણુ દૂર રાખે છે. જોકે, તેઓ અવારનવાર પોતાના પરિવારના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે પ્રકાશ રાજના પ્રથમ લગ્ન તેમના પુત્રના મૃત્યુ બાદ તૂટી ગયા હતા. તમને આ વિશે માહિતી આપીએ.

પ્રકાશ રાજના લગ્ન 1994માં લલિતા કુમારી સાથે થયા હતા. પ્રકાશ રાજ અને લલિતા કુમારીને મેઘના અને પૂજા નામે બે દીકરી અને સિદ્ધુ નામે એક દીકરો એમ ત્રણ બાળક હતા. તેમનો પરિવાર ખુશી ખુશી ચાલી રહ્યો હતો, પણ વિધાતાને કંઇક જુદુ જ મંજૂર હતું. એક દુર્ઘટનામાં પ્રકાશ રાજનાના પુત્ર સિદ્ધુનું મૃત્યુ થયું. તેમનો પુત્ર પતંગ ઉડાવતી વખતે છત પરથી પડી ગયો અને તેનું મૃત્યુ થયું હતું. આ પ્રસંગ બાદ પ્રકાશ રાજ અને લલિતા દેવી વચ્ચે તણાવ વધવા લાગ્યો અને આખરે તેમણે ડિવોર્સ લેવાનો નિર્ણય લીધો. તેમણે 2009માં લલિતા દેવીથી ડિવોર્સ લીધા. પ્રકાશ રાજે ત્યાર બાદ પોની વર્મા સાથે 2010માં બીજા લગ્ન કર્યા. હાલમાં બીજા લગ્નથી તેમને વેદાંત નામનો એક પુત્ર પણ છે.

થોડા સમય પહેલા એક મીડિયા હાઉસને આપેલી એક મુલાકાતમાં તેમણે ડિવોર્સ પર ફોડ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે તેમણે તેમની દીકરીઓને ડિવોર્સ વિશે ફોડ પાડીને વાત કરી હતી. તેઓ જૂઠુ બોલવા માગતા નહોતા, તેથી તેમણે બંને દીકરીને પાસે બેસાડીને સમજાવ્યું કે તેઓ કેમ છૂટાછેડા લેવા માગે છે. જોકે, લલિતા કુમારી ડિવોર્સ આપવા માગતી નહોતી તેથી તેઓ ઘર છોડીને નીકળી ગયા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button