(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેરઠથી ચૂંટણી ઝૂંબેશનું રણશિંગું ફૂંકતા રવિવારે કહ્યું હતું કે મેરઠની ધરતી ક્રાંતી અને ક્રાંતીવીરોની ધરતી છે. આ ધરતીએ ચૌધરી ચરણ સિંહ જેવા મહાન સપૂત દેશને આપ્યા છે. અમારી સરકારને તેમને ભારત રત્ન આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. હું ચૌધરી સાહેબને આદરપુર્વક શ્રદ્ધાંજલી અર્પણ કરું છું.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણી: મહારાષ્ટ્રની 5 બેઠક માટે નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ સમાપ્ત
તેમણે કહ્યું હતું કે મેરઠની ધરતી સાથે મારો અલગ જ સંબંધ છે. 2014 અને 2019માં પણ મારા ચૂંટણી પ્રચારની શરૂઆત મેરઠથી કરી હતી. હવે 2024ની ચૂંટણીની પણ પહેલી રેલી મેરઠમાં જ થઈ રહી છે. આ વખતની ચૂંટણી ફક્ત એક સરકાર બનાવવાની કે કોણ સંસદસભ્ય બનશે તેને માટે નથી, પરંતુ વિકસિત ભારત બનાવવાની ચૂંટણી છે. 2024નો જનતાનો જનાદેશ ભારતને દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવશે.
તેમણે એમ પણ કહ્યું હતું કે ભારત ત્રીજા સ્થાને પહોંચશે તો દેશમાં ગરીબી દૂર થશે અને મધ્યમ વર્ગ સશક્ત બનશે. હું આગામી પેઢીઓ માટે કામ કરી રહ્યો છું. તમારી પાસે મારું 10 વર્ષનું રિપોર્ટ કાર્ડ છે.
આ પણ વાંચો: आनंदा चा शिधाમાં Whisky And Beer આપીશ, ઉમેદવારે આપ્યું વોટર્સને અજબ આશ્વાસન…
વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે હું પોતે ગરીબીમાંથી તપીને અહીં સુધી પહોંચ્યો છું. એટલે દરેક ગરીબનાં દુ:ખ અને પીડા, તકલીફને સમજી શકું છું. આપણે ગરીબો માટે અનેક યોજનાઓ બનાવી છે, સરકાર 80 કરોડ લોકોને મફત રેશન આપી રહી છે. પાંચ લાખ સુધીની સારવાર માટે આયુષ્યમાન ભારત યોજના બનાવી છે. જેને કોઈએ નથી પુછ્યું, તેની મોદીએ પૂજા કરી છે.
તેમણે બહેનો માટે શરૂ કરવામાં આવેલી મુદ્રા યોજના સહિતની 10 વર્ષમાં લાગુ કરવામાં આવેલી અનેક યોજનાઓ અને કામ ગણાવ્યા હતા અને ત્રણ કરોડ મહિલાને લખપતિ દીદી બનાવી હોવાનો દાવો કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે ભ્રષ્ટાચારની વિરુદ્ધ કામ કરી રહ્યો છું અને તેથી જ કેટલાક લોકો પોતાની જાત પરથી સંયમ ગુમાવી રહ્યા છે.
આ પણ વાંચો: હવે કૉંગ્રેસે રમ્યું ક્ષત્રિય કાર્ડ, ચૂંટણી પ્રચારમાં રામ નામનો જાપ પણ કર્યો
હું કહું છું ભ્રષ્ટાચાર હટાઓ, તેઓ કહે છે કે ભ્રષ્ટાચારી બચાવો. આ ચૂંટણીનો જંગ બે છાવણીની લડાઈ છે. એનડીએ ભ્રષ્ટાચાર હટાવવા માટે મેદાનમાં છે અને ઈન્ડિયા ગઠબંધન ભ્રષ્ટાચારીઓને બચાવવા માટે મેદાનમાં છે. હું ભ્રષ્ટાચારીઓ સામે ઘણી મોટી લડાઈ લડી રહ્યો છું. સુપ્રીમ કોર્ટમાંથી પણ તેમને જામીન મળતા નથી. ભ્રષ્ટાચારીઓને હું કહેવા માગું છું કે મોદી પર ગમે તેટલા હુમલા કરો, મોદી ઝૂકશે નહીં. ભ્રષ્ટાચારી ગમે તેટલો મોટો કેમ ન હોય, એક્શન જરૂર થશે. જેમણે દેશને લૂંટ્યો છે તેમણે પાછું આપવું જ પડશે.
Taboola Feed