નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

રાહુલ ગાંધીનો મોદી સરકાર પર ગંભીર આરોપ, ‘મેચ ફિક્સિંગ’ કરીને લોકસભાની ચૂંટણી લડવા માંગે છે

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા ઈન્ડિયા એલાયન્સના તમામ મોટા નેતાઓ દિલ્હીના રામલીલા મેદાનમાં એકઠા થયા છે. ઈન્ડિયા એલાયન્સની આ રેલીમાં રાહુલ ગાંધીએ તેમના ભાષણ દરમિયાન મોદી સરકાર પર જોરદાર નિશાન સાધ્યું અને કોંગ્રેસના બેંક ખાતા બંધ કરવાનો મુદ્દો મુખ્ય રીતે ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ ‘મેચ ફિક્સિંગ’ કરીને લોકસભાની ચૂંટણી લડવા માંગે છે. ઈન્ડિયા એલાયન્સની આ રેલીમાં સપાના વડા અખિલેશ યાદવ, આરજેડી નેતા તેજસ્વી યાદવ અને અન્ય નેતાઓએ પણ ભાષણો આપ્યા હતા.

રાહુલ ગાંધીએ ઈવીએમ, મેચ ફિક્સિંગ, સોશિયલ મીડિયા અને મીડિયાનો ઉલ્લેખ કરતા કહ્યું કે પ્રેસર પોલિટિક્સ વિના ભાજપ 180 બેઠકો પણ જીતી શકે નહીં. IPLનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું- :”આજે IPLની મેચો થઈ રહી છે. જ્યારે અમ્પાયરો પર દબાણ લાવવામાં આવે છે, ખેલાડીઓને ખરીદવામાં આવે છે અને કેપ્ટનને મેચ જીતવાની ધમકી આપવામાં આવે છે, તેને ક્રિકેટમાં મેચ ફિક્સિંગ કહેવામાં આવે છે. અમારી સમક્ષ લોકસભાની ચૂંટણી છે; અમ્પાયરોની પસંદગી પીએમ મોદીએ કરી હતી. અમારી ટીમના બે ખેલાડીઓની મેચ પહેલા ધરપકડ કરવામાં આવી છે”.

આ પણ વાંચો : હવે કૉંગ્રેસે રમ્યું ક્ષત્રિય કાર્ડ, ચૂંટણી પ્રચારમાં રામ નામનો જાપ પણ કર્યો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું- “કોંગ્રેસ સૌથી મોટી વિપક્ષી પાર્ટી છે અને ચૂંટણી વચ્ચે અમારા તમામ બેંક ખાતા બંધ કરી દેવામાં આવ્યા છે. અમારે ચૂંટણી પ્રચાર અભિયાન ચલાવવું છે, કાર્યકરોને રાજ્યોમાં મોકલવા છે, પોસ્ટર લગાવવા છે પરંતુ અમારા તમામ બેંક ખાતા બંધ કરી દેવામાં આવ્યા છે. આ કેવા પ્રકારની ચૂંટણી છે?”

આ પણ વાંચો : કોંગ્રેસને નવી ટેક્સ નોટિસ મળી, ITએ હવે રૂ. 3,567 કરોડ ક્લિયર કરવા કહ્યું

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું- “હું આ ‘લોકશાહી બચાવો’ રેલીનું આયોજન કરવા બદલ આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ-કાર્યકરોનો આભાર માનું છું. આજે જ્યારે આપણે બધા અહીં એકઠા થયા છીએ ત્યારે અહીંથી જાહેરાત થવા જઈ રહી છે કે દિલ્હીમાં બેઠેલા શાસક અહીં વધુ સમય સત્તામાં નહીં રહે. આ લોકો (ભાજપ) ‘400 પાર કરવાનો’ નારો આપી રહ્યા છે. જો તેઓ 400થી વધુ બેઠકો જીતી રહ્યા છે તો તેઓ આટલા ગભરાયેલા કેમ છે? શા માટે બે મુખ્યમંત્રીઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા?

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button