ફાસ્ટેસ્ટ બૉલ ફેંકનારાઓમાં મયંક યાદવનું નામ જોડાઈ ગયું છે

લખનઊના આ યુવા બોલરે શનિવારે પંજાબ સામે કલાકે 155.8 કિલોમીટરની ઝડપે બૉલ ફેંક્યો

તેનો આ બૉલ આઇપીએલની 2024ની સીઝનનો ફાસ્ટેસ્ટ બૉલ બની ગયો

ઉમરાન મલિકનો 157.0 કિલોમીટરની ઝડપવાળો બૉલ આઇપીએલમાં ફાસ્ટેસ્ટ છે

શોએબ અખ્તરનો 161.3 કિલોમીટરની સ્પીડવાળો બૉલ વિશ્ર્વમાં ફાસ્ટેસ્ટ મનાય છે

ઑસ્ટ્રેલિયાનો શૉન ટેઇટ (161.1 કિલોમીટર) બીજા સ્થાને છે

બ્રેટ લી (161.1) પણ ત્રીજા નંબરે ટેઇટની બરાબરીમાં છે

ઑસ્ટ્રેલિયાનો જેફ થૉમસન (160.6) વીસમી સદીનો ફાસ્ટેસ્ટ બોલર હતો