શેર બજાર
ભારતીય બોન્ડ યિલ્ડમાં નવા ડેટ સેલ અગાઉ નરમાઇ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ભારતીય બોન્ડ યિલ્ડમાં સરકારી ડેટ સેલ અગાઉ નરમાઇ જોવા મળી છે. બજારની નજર હવે ખાસ કરીને રિટેલ ફુગાવાના નવા ડેટા પર છે.
સરકાર દ્વારા ડેટ માર્કેટમાં નવું ઓક્શન શરૂ થાય એ પહેલા મંગળવારે સ્ટેટ બોન્ડની ઉપજમાં નરમાઇ જોવા મળી હતી. બજારના ખેલાડીઓનું ધ્યાન ઓગસ્ટના રિટેલ ફુગાવાના ડેટા પર મંડાયેલું છે, જે દિવસ સાંજે જાહેર થશે.
નવા 10-વર્ષના બેન્ચમાર્ક 7.18% 2033નું બોન્ડ યીલ્ડ અગાઉના સત્રની સમાપ્તિએ 7.2135% ના સ્તરે પહોચ્યા પછી, સવારે 10:00 વાગ્યે 7.2013% ના સ્તર પર હતું.
દરમિયાન, સરકારે 10 થી 30 વર્ષ સુધીના સમયગાળા દરમિયાન પાકતા બોન્ડના વેચાણ દ્વારા 151 અબજ રૂપિયા ($1.82 બિલિયન) એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું છે.