Airport પર આ શું કરતા દેખાયા Priyanka Chopra-Nick Jonas?
Desi Girl Priyanka Chopra જ્યારથી ઈન્ડિયા આવી છે ત્યારથી કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે પછી એ પતિ નિક અને દીકરી માલતી સાથે રામ લલ્લાના દર્શન કરવા અયોધ્યા જવાની વાત હોય કે મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીની હોલી પાર્ટમાં જઈને છવાઈ જવાની વાત હોય કે કઝિન બહેન મનારા ચોપ્રાની બર્થડે પાર્ટીમાં જવાને કારણે હોય…
પરંતુ હવે પીસીના ફેન્સ થોડા દુઃખી થઈ ગયા છે કારણ કે ભારતમાં યાદગાર પળો પસાર કરીને પાછી વિદેશ જવા માટે રવાના થઈ ગઈ છે. હાલમાં જ પીસીને નિક અને દીકરી માલતી સાથે એરપોર્ટ પર સ્પોટ થઈ હતી, જેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. એક વીડિયોમાં પીસી દીકરી માલતીને તેડીને એરપોર્ટની અંદર એન્ટર થતી દેખાઈ રહી છે. જોકે, આ સમયે નિક કંઈક એવું કરે છે કે તે પણ લાઈમલાઈટમાં આવી જાય છે. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું નિકે…
વાત જાણે એમ છે કે વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં દીકરી માલતીને લઈને પીસી જેવી કારમાંથી ઉતરે છે એટલે તરત જ ત્યાં હાજર પેપ્ઝને નિક ઈશારામાં ઘોંઘાટ ના કરવા જણાવે છે, જેથી માલતીની ઉંઘમાં ખલેલ ના પડે. એટલું જ નહીં પણ નિક હાથમાં દીકરી માલતીનો ટોય અને ગળામાં બેગ પહેરીને પોતાની લેડી લવની કાળજી કરતો પણ જોવા મળી રહ્યો છે. ફેન્સને નિકનો આ અવતાર ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને દરેક જણ તેને બેસ્ટ હસબન્ડનો ટેગ આપી રહ્યા છે.
પીસી આ મહિનાની શરૂઆટમાં દીકરી માલતી સાથે ભારત આવી હતી અને એ સમયે બંને મા-દીકરીને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. દર વખતની જેમ બંનેએ પોતાના લૂકથી પૂરી લાઈમલાઈટ ચોરી લીધી હતી. પીસી અને માલતીના આવ્યાના થોડા દિવસ બાદ નિક પણ ઈન્ડિયા આવ્યો હતો અને આ વર્ષે નિકની આ બીજી ભારત યાત્રા છે. આ પહેલાં તેણે પોતાના બંને ભાઈ કેવિન જોનાસ અને જો જોનાસ સાથે જાન્યુઆરીમાં એક મ્યુઝિક ઈવેન્ટમાં પર્ફોર્મ કર્યું હતું.