મનોરંજન

રણબીર કપૂરે આલિયાની બહેનોને જૂતા ચોરી માટે આટલા બધા રૂપિયા આપ્યા!

પરંપરાગત હિંદુ મેરેજમાં સાળીઓ દ્વારા વરરાજાના જૂતા ચોરવાની એક પ્રથા હોય છે. આવી પ્રથાઓ લગ્ન સમારોહમાં મસ્તી મજાક અને આનંદનો માહોલ સર્જે છે. બોલિવૂડ હાર્ટથ્રોબ રણબીર કપૂરે પણ હિંદુ મેરેજ કર્યા છે. હાલમાં એક શોમાં ઉપસ્થિત રહેલા રણબીરે તેના લગ્નમાં જૂતા ચોરવા બદલ અધધધ… પૂરિયા આપ્યાહોવાની કબૂલાત કરી હતી.

‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ 30 માર્ચથી નેટફ્લિક્સ પર 190 દેશમાં રિલીઝ કરવામાં આવ્યો છે. આ શોમાં રણબીર કપૂર તેની માતા નીતુ કપૂર અને બહેન રિદ્ધિમા કપૂર સાથે પહોચ્યોં હતો. રણબીર કપૂર-નીતુ કપૂર અને રિદ્ધિમા કપૂર સાહની ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોના પ્રથમ એપિસોડમાં મહેમાન તરીકે આવ્યા હતા.

શઓ દરમિયાન સુનીલ ગ્રોવર, કૃષ્ણા અભિષેક અને કીકુ શઆરદાની કોમેડીથઈ લોકો હસી હસીને લોટપોટ થઇ ગયા હતા. શો દરમિયાન રણબીર, નીતુ અને રિદ્ધિમાએ તેમના પરિવારના અનેક રહસ્યો જાહેર કર્યા હતા.

શોમાં રણબીરે જણાવ્યું હતું કે તેણે આલિયાની બહેનોને જૂતા ચોરી માટે ખરેખર કેટલી રકમ આપી હતી. તેમના લગ્ન સમયે એવી વાત ચગી હતી કે રણબીરે આલિયાની બહેનો અને ભાભીને જૂતા ચોરી કરવાની સેરેમની માટે 11 કરોડ રૂપિયા આપ્યા હતા. કપિલ શર્માએ આ વિશે રણબીરને સવાલ કરતા તેણે જણાવ્યું હતું કે, ના, એઓ સાચી વાત નથી. આલિયાની બહેનો અને ભાભીને જૂતા ચોરી કરવાની સેરેમની માટે 11 કરોડ રૂપિયા નહોતા આપવામાં આવ્યા. નીતુએ જણાવ્યું હતું કે તેણે રણબીરની સાળીને કેટલીક કેશ રકમ આપી હતી.

રણબીરે જણાવ્યું હતું કે જૂતા ચોરવાની સેરેમનીમાં આલિયાની બહેને અમારી પાસે કેટલાક લાખ રૂપિયાની માગણી કરી હતી, પણ હું તેમને પટાવીને એ રકમ થોડા હજાર સુધી લઇ આવ્યો હતો. આ સાંભળીને શોની હોસ્ટઅર્ચના પુરણસિંહે આશ્ચર્ય વ્યક્ત કરતા રણબીરે કહ્યું કે, અમારા લગ્ન તો મારા ઘરમાં જ થયા હતા. તેથી જો તેઓએ ચંપલ ચોર્યા તે પણ અમારા ઘરમાં જ ક્યાંક હોત. તેની વાત સાંભળીને બધા હસી પડ્યા હતા.

કપીલે પણ રણબીરનો સાથ આપતા, પોતાના લગ્નની જૂતા સેરેમનીની યાદ તાજી કરી હતી. તેણે જણાવ્યું હતું કે તેની પત્ની ગિન્નીની બહેને જૂતા સેરેમનીમાં 11 કરોડ રૂપિયાની માગણી કરતા તેણે તેની સાળીને જૂતા અને તેની બહેનને ઘરે જ રાખવા કહ્યું હતું. કપીલ જાણતો હતો કે ગિન્ની તેને ખૂબ પ્રેમ કરે છે. તેથી તે તેની પાસે જ આવશે અને જૂતા તો બજારમાંથી નવા ખરીદી શકાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button