આપણું ગુજરાતલોકસભા સંગ્રામ ૨૦૨૪

‘અમને પાછા પાડવાની કોશિશ તો કરશે જ પણ અમે છેક સુધી લાડીશું…’ પદ્મિનીબા વાળા

રાજકોટ: Parsottam Rupala vs kshtriya samaj રાજકોટ લોકસભા બેઠક પર પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ ચરમ સીમાએ છે. રૂપાલાએ બે વખત હાથ જોડીને માફી માંગવા છતાં ક્ષત્રિય સમાજમાં રોષની જ્વાળાઓ વધુને વધુ વિકરાળ સ્વરૂપ લેતી જાય છે. ગોંડલ ખાતે મળેલી બેઠકને લઈને પણ ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યા છે. અલગ અલગ જગ્યાએ પૂતળા દહનના કાર્યક્રમો પણ કર્યા હતા જેને લઈને પોલીસ ફરિયાદ થઈ છે. કેટલાક ક્ષત્રિય યુવાનોની પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી છે.

યુવાનોની ધરપકડ અને આગામી વિરોધ રણનીતિ વિશે પત્રકારો સાથે ક્ષત્રિય સમાજ મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાએ (Padminiba vala Rajkot) વાત કરી હતી.જેમાં તેને જણાવ્યુ હતું કે રાજકીય ઇશારે યુવાનોની ધરપકડ કરવામાં આવી રહી છે. અમને પાછા પાડવાની કોશિશ તો કરશે જ પરંતુ અમે છેલ્લે સુધી લાડીશું. આ સાથે કરણી સેનાના અગ્રણી જે પી જાડેજાએ પણ આગામી સમયમાં આશ્ચર્ય જનક વિરોધ કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી છે.

આપને જણાવી દઈએ કે સૂત્રો દ્વારા તેવી પણ માહિતી મળી રહી છે કે પુરુષોત્તમ રૂપાલાને રાજકોટથી નહીં પણ વડોદરાથી લડાવી શકાય છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત