સ્પેશિયલ ફિચર્સ

Bull Rider: રસ્તાઓ પર આખલાની સવારી કરતો કોઈ યુવક જોવા મળે તો ? અહી જુઓ લોકો કેવા રીએક્શન આપી રહ્યા છે

‘મેરા ભોલા હૈ ભંડારી કરે નંદી કી સવારી…’ આ પ્રખ્યાત ભજનમાં ભગવાન ભોળાનાથની નંદીની સવારીના વખાણ કરવામાં આવ્યા છે. નંદી જેવા મહાકાય અને તાકતવર પ્રાણીને નિયંત્રણમાં રાખીને શિવ જ તેની સવારી કરી શકે, પરંતુ આ કળયુગમાં એવું પણ એક દ્રશ્ય જોવા મળ્યું છે કે એક યુવક ખુબજ સરળતાથી એક આખલાની સવારી કરે છે (Bull Rider Viral Video).હરિયાણાના રસ્તા પર કોઈ સામાન્ય વાહનની જેમ Bull Ride ની મજા માણતો આ યુવક હાલ સોશિયલ મિડયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ instagram પર bull_rider_077 નામથી એક યુઝર પોતાની આખલા પરની સવારીના વિડીયો મૂકે છે. જેમાં તે શહેરના મુખ્યા રસ્તાઓ પર એક સામાન્ય ટ્રાન્સપોર્ટેશન તરીકે આખલાનો ઉપયોગ કરતો દેખાય છે. રસ્તા પર બુલ રાઈડ કરતો તેને જોઈને લોકો તેને કુતૂહલથી જોતાં હોય છે.

તેની આ સવારી પર યુઝર્સ અલગ અલગ કોમેંટ્સ કરીને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે પ્રાણી પર ક્રૂરતા કરવામાં આવી રહી છે, જ્યારે બીજા એક યુઝરે લખ્યું હતું કે સખત પગલાં લેવા જોઈએ. ઘણા યુઝર્સ તેની આ સવારીને લઈને હળવી પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. આપને જણાવી દઈએ કે તેનો વિડીયો 41 મિલિયન વાર જોવાઈ ચૂક્યો છે અને આ આંકડો હજુ વધવામાં જ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button