નેશનલ

Patiyala: પોતાની બર્થડે કેક ખાવાથી 10 વર્ષની બાળકીનું મોત, જાણો શું છે મામલો

પટિયાલા: પંજાબના પટિયાલા(Patiala)માંથી એક આઘાતજનક ઘટના સામે આવી છે. 10 વર્ષ બાળકીનું બર્થડેના દિવસે જ મોત થયું હતું, ઓનલાઈન એપ દ્વારા મંગાવવામાં આવેલી કેક ખાવાથી તેની તબિયત લથડી હતી, ત્યાર બાદ તેનું મોત થયું હતું. પટિયાલા પોલીસે એફઆઈઆર નોંધી અને જ્યાંથી કેક મંગાવવામાં આવી હતી તે બેકારીના માલિકની ધરપકડ કરી છે.

પરિવારે 24 માર્ચે દીકરીનો જન્મદિવસ ઉજવવા અને ફૂડ ડિલિવરી એપ દ્વારા કેકનો ઓર્ડર આપ્યો હતો. પટિયાલાના વરિષ્ઠ પોલીસ અધિકારી જણાવ્યું હતું કે, “મૃત્યુનું કારણ જાણવા માટે મૃતક છોકરીના વિસેરા સેમ્પલને રાજ્ય ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા છે.”

પરિવારે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ,“કેક ખાધાના થોડા કલાકોમાં જ પરિવારના તમામ સભ્યોની તબિયત બગડવા લાગી. બર્થડે ગર્લ અને પરિવારના ચાર સભ્યોને સતત ઉલ્ટીઓ થવા લાગી. થોડા કલાકો પછી, છોકરી સૂઈ ગઈ અને 25 માર્ચની વહેલી સવારે તે કોઈ પ્રતિક્રિયા આપી રહી ન હતી. જ્યારે પરિવારના અન્ય સભ્યો સવાર સુધીમાં સ્વસ્થ થઇ ગયા, પીડિતાને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી.”

મૃતકના પરિવારજનોએ દાવો કર્યો હતો કે તેઓએ આ ઘટનાની તપાસ માટે 27 માર્ચે આરોગ્ય વિભાગનો સંપર્ક કર્યો હતો પરંતુ વરિષ્ઠ અધિકારીઓએ કોઈ જવાબ આપ્યો ન હતો.

સોશિયલ મીડિયા X પર કેક કાપતી છોકરીની એક વીડિયો ક્લિપ શેર કરવામાં આવ્યો છે. ક્લિપમાં છોકરી તેના પરિવાર સાથે બેઠેલી દેખાઈ રહી છે, તેની સામે કેક પડેલી છે. છોકરી ખુશ થઇને કેક કાપી રહી છે અને તેના પરિવારના સભ્યો તેને કેક ખવડાવી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button