જૈન મરણ
ગોંડલ નિવાસી, હાલ મુંબઇ સ્વ. નીલાબેન તથા સ્વ. સુરેશકુમાર કિરચંદભાઇ સંઘાણીનો નાનો પુત્ર, ચેતન સુરેશ સંઘાણી (ચીકુ) (ઉં. વ. ૫૨) તે સ્વ. હેતલના પતિ. તથા જનઇના પિતા અને કેતનનો નાનો ભાઇ તથા વિજય લક્ષ્મીચંદ શેઠના ભાણેજ. તા. ૨૮-૩-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મોંડલ નિવાસી હાલ મુંબઇ સ્વ. શાહ ફતેહચાંદજી હિંમતમલજી પૂનમીયા (ઉં. વ. ૮૩) ધીસીબાઇના પતિ. વિપુલના પિતા. શ્ર્વેતાના સસરા. સુમિત્રા લલિતજી, સુશીલા નરેન્દ્રજી, મનહર સોહન, મધુ અજીતજી, અસ્મિતા સંજયના પિતા. પક્ષાલ, વિહાનના દાદા તા. ૨૯-૩-૨૪ના અરિહંતશરણ પામેલ છે. સસુરાલ પક્ષ : સ્વ. જવાનમલજી અનરાજજી ચાજેડ. પ્રાર્થનાસભા તા. ૧-૪-૨૪ના સવારે ૧૧થી ૧. ઠે. યોગી સભાગૃહ, ગ્રાઉન્ડ ફલોર, સ્વામીનારાયણ મંદિરની પાછળ, દાદર (પૂર્વ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
સાડાઉના હીરબાઇ રવજી સંગોઇ (ઉં. વ. ૯૧) ૨૭-૩-૨૪ના દેવલોક પામ્યા છે. સ્વ. ગોરીમા દેવનના પુત્રવધૂ. સ્વ. રવજીના પત્ની. સ્વ. જીવીબાઇ મોણશી વોરાના પુત્રી. તલવાણા સ્વ. લક્ષ્મીબાઇ નાનજી, કપાયા વેજબાઇ કેશવજી, સ્વ. બાબુ, સ્વ. જાદવજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ચુનીલાલ સંગોઇ, મોક્ષવિલા, સાડાઉ.
સાભરાઇના કસ્તુરબેન ગડા (ઉં. વ. ૮૦) તા. ૨૬-૩-૨૪ના દેશમાં અવસાન પામેલ છે. ગાંગજીના પત્ની. કેસરબાઇ કુંવરજીના પુત્રવધૂ. કોટડી (મ.)ના પાનબાઇ ગલુભાઇના પુત્રી. જેઠાલાલ, ઉનડોઠ મુલબાઇ મેઘજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. કાંતીલાલ મેઘજી, ૫/૬૦૨, બી વિંગ, માતૃછાયા, તિલકનગર, મું. ૪૦૦૦૮૯.
રતાડીયા ગણેશના ચિ. શૈલેષકુમાર છેડા (ઉં. વ. ૫૭) તા. ૨૫-૩-૨૪ના ભુજ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. રંજનબેન દેવજી ભાણજી છેડાના પુત્ર. પત્રી હાલે બેંગલોરના જ્યોતિબેન પ્રદિપ મગનલાલ ધરોડ (શાહ) ના ભાઇ. બગડાના સોનબાઇ શામજી વીરજી ભેદાના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. નિ. મુલચંદ શામજી ભેદા, બી/૫૩, શ્રીરામ એ., જે.એન.રોડ, મુલુંડ (વે).
વિંઝાણના કેશરબેન ખેરાજ શાહ/રાંભિયા (ઉં. વ. ૮૬) ૩૦-૩ના અવસાન પામેલ છે. મુલબાઇ મુરજીના પુત્રવધૂ. ખેરાજના પત્ની. જગદીશ, ભરત, નિલેશના માતુશ્રી. નરેડી વેલજી કાનજીના પુત્રી. પ્રવિણ, ગઢશીશા પાનબાઈ પદમશી, ડુમરા પદ્માબેન માલશી, વિંઝાણ નવલબેન ખીમજી, હમલા (મં) કસ્તુર હંસરાજ, મેરાઉ કમલા સેવંતીલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. નિલેશ રાંભીયા, એ-૧૩૦૩, શિવ કો. ઓ.હો.સો., ક્રોમાની સામે, સાયન (પૂર્વ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મુંબઇ નિવાસી સ્વ. રૂકિમણી લાલદાસ શાહના પુત્ર અશ્ર્વિન શાહ (ઉં. વ. ૭૦) તા. ૨૭-૩-૨૪ના બુધવારે અરિહંતશરણ પામ્યા છે. સ્વ. લીલાવતી હરીરામ મજીઠીયાના જમાઇ. સ્વ. સુખદેવભાઇ, સ્વ. મનુભાઇ, સ્વ. હરભાઇ, સ્વ. કિરણભાઇ, સ્વ. હર્ષદભાઇ, સ્વ. જયરાજભાઇ તથા દિલીપ મયુર નયનાબેનના બનેવી. લતા દિલીપના નણંદોઇ. ગં. સ્વ. ભદ્રા અશ્ર્વિન શાહના પતિ. લૌકિક વ્યવહાર બંધ છે, પ્રાર્થનાસભા રાખેલ નથી.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સાવરકુંડલા નિવાસી હાલ કાંદિવલી સ્વ. હીરાબેન અમૃતલાલ મોદીના પુત્રવધૂ ગં. સ્વ. ભારતીબેન શરદભાઇ મોદી (ઉં. વ. ૬૫) તા. ૨૯-૩-૨૪ શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે રાહુલ, વૈભવના માતુશ્રી. અ. સૌ. રાખીબેનના સાસુ. તે પ્રવીણાબેન સંઘરાજકા, સ્વ. પ્રફુલ્લાબેન મડીયા, ગં. સ્વ. જયશ્રીબેન શાહ તથા રાજેશભાઇ મોદીના ભાભી. તે મહેશભાઇ, ચંચળબેન, પૂનીબેન તથા અલકાબેનના બેન. પ્રાર્થનાસભા તા. ૩૧-૩-૨૪ના રવિવાર ૩-૩૦થી ૫.૩૦, ઠે. વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, પારેખ લેન કોર્નર, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલિતાણા નિવાસી હાલ ઘાટકોપર પરેશભાઇ શેઠ (ઉં.વ. ૭૦) તે પ્રતાપરાય ઉમેદચંદ શેઠના પુત્ર. તે જયોત્સનાબેનના પતિ. તે મેઘા તેજસ કનાડીયા, હેમ ગૌરવ સોતા, રાજના પિતા. પ્રાચીના સસરા. તે હીરાચંદભાઇ તુલસીભાઇ દોશી (મોટા ઉજળા)ના જમાઇ. શુક્રવાર, તા. ૨૯-૩-૨૪ના અવસાન પામેલ છે. બધા પક્ષની સાદડી રવિવાર, તા. ૩૧-૩-૨૪ના સાંજે ૪થી ૬. ઠે. શિવાજી હોલ, એસ.એન.ડી.ટી. કોલેજની બાજુમાં, કામા લેન, ઘાટકોપર (વેસ્ટ).
વાગડ વિ. ઓ. જૈન
ગામ લાકડીયાના કામલબેન વીરજી મેઘજી છાડવા (ઉં.વ. ૧૦૨) તા. ૨૯-૩-૨૪ના શુક્રવારના મુંબઇ મધ્યે અવસાન પામેલ છે. મોતીલાલના માતુશ્રી. લક્ષ્મીબેનના સાસુ. લાકડીયાના માનુબેન જેઠાલાલ નાંઇયા ગુડાના દીકરી. પ્રાર્થનાસભા તા ૩૧-૩-૨૪ના રવિવાર, ૧૦-૩૦થી ૧૨. ઠે. પરમ કેશવ બાગ, નવરોજી લેન, ઘાટકોપર (વેસ્ટ).
મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન
રાજકોટ નિવાસી હાલ મલાડ સ્વ. હરજીવન વીરજી સંઘવીના પુત્ર સ્વ. કિશોરચંદ્ર હરજીવન સંઘવીના ધર્મપત્ની ભાનુમતિ (ઉં. વ. ૮૭)તે સ્વ. રોહિત, અંજુ નરેન્દ્રકુમાર પારેખ તથા જયેશના માતુશ્રી. શમા, નરેન્દ્રકુમારના સાસુ. સ્વ. સૂર્યકાન્તભાઇ, સ્વ. બીપીનભાઇ, સ્વ. પ્રવીણભાઇ, સ્વ. રાજેન્દ્રભાઇ તથા સુરેશભાઇના ભાભી. સ્વ. નવલબેન હેમતલાલ વર્ધમાન શેઠના પુત્રી. તા. ૨૯-૩-૨૪ના શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.