મરણ નોંધ

હિન્દુ મરણ

ગામ દુધઇ હાલ ઘાટકોપર સ્વ. ભોજરાજજી દામજી પટેલ તથા સ્વ. નાથીબેન ભોજરાજ પટેલના જયેષ્ઠ સુપુત્ર રહીશ ભોજરાજ પટેલ (ઉં. વ.૫૯) ગુરુવાર, તા. ૨૮-૩-૨૪ના કૈલાસવાસી થયેલ છે. તે ગં. સ્વ. કાંતાબેનના પતિ. જઇતા, સ્વ. શ્ર્વેતા, પ્રજેશ તથા કુશાગ્રના પિતાશ્રી. તે ચિરાગ, પરિતા તથા ભાવીકાના સસરા. ભૂપેશ, સરલા, મનીષા તથા અશ્ર્વિનના ભાઇ. તે દક્ષાબેન, ભાવનાબેનના જેઠ. પ્રાર્થનાસભા તા. ૩૧-૩-૨૪ના રવિવારે સાંજે ૪-૩૦થી ૬. ઠે. પરમકેશવ બાગ, નવરોજી લેન, ઘાટકોપર (પશ્ર્ચિમ).
કચ્છી લોહાણા
સ્વ. ઠા. મણીબેન નારાણદાસ મોરારજી સેજપાલ નલિયા હાલે દિલ્હીવાળાના પુત્ર ભરતભાઇ (ઠક્કર) (ઉં.વ. ૭૫) તે સુચિતાબેનના પતિ. ગં. સ્વ. રૂકમણી સહજરામ સૈનાની નાગપુરવાળાના જમાઇ. રીતેશ, અમરના પિતાજી. સંધ્યા, રીચાના સસરાજી. ગં. સ્વ. જયાલક્ષ્મી અરવિંદભાઇ, અ. સૌ. હર્ષિદાબેન અરવિંદભાઇ, સ્વ. નીરૂપમાબેન નરેન્દ્રભાઇ, અ. સૌ. જયશ્રીબેન નરેન્દ્રભાઇ, સ્વ. કવિતાબેન મુકેશભાઇ. અ. સૌ. શોભનાબેન રમેશભાઇના ભાઇ. બુધવાર, તા. ૨૭-૩-૨૪ના દિલ્હી મધ્યે રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૩૧-૩-૨૪ના સાંજે ૫થી૭. ઠે. કચ્છી લોહાણા મહાજન વાડી, પવાણી હોલ, આર. આર. ટી. રોડ, મુલુંડ (વે), બૈરાઓને તે જ દિવસે આવી જવું, લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી સઇ સુથાર
ચંદુલાલ જગજીવન ગણેશ પરમાર (મિસ્ત્રી) (સાયલા) હાલ દહીંસર (ઉં. વ. ૭૫) તા. ૨૯-૩-૨૪ના દેવલોક પામ્યા છે. સ્વ. લાભુબેન જગજીવન પરમારના દિકરા. અનસુયાબેનના પતિ. સ્વ. પ્રવીણભાઇ. સ્વ. વિનોદભાઇ, ગં. સ્વ. શારદાબેન ઇશ્ર્વરલાલ રાઠોડ, સ્વ. યશવંતીબેન પાટડીયાના ભાઇ. દિનેશભાઇ પ્રવીણભાઇ પરમાર, શૈલેષભાઇ વિનોદભાઇના કાકા. સ્વ. લલિતાબેન નાથાલાલ ગોહિલના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૩૧-૩-૨૪ના રવિવાર ૪થી ૬.ઠે. જૈન પાટણ મંડળ હોલ,એ-૨૩/૧, રતન નગર, ડી. એન. દુબે રોડ, દહીંસર (ઇ).
દશા નાગર વૈષ્ણવ વણિક
વિલેપાર્લે નિવાસી નરેશભાઇ રસીકલાલ ગોડીઆવાલા (ઉં. વ. ૯૩) તા. ૨૭-૩-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. સરોજબેનના પતિ. નૈમિષ, રાજીવના પિતા. સોનલ, મમતાના સસરા. તન્મય, ઉત્સવ, આરતી, વ્યોમા, અનેરી, નિતાંતના દાદા. નાયા, અનય, આદ્યા, નામ્યાના પરદાદા. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૩૧-૩-૨૪ના સાંજે ૫થી ૭. ઠે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન, જે. આર.મ્હાત્રે માર્ગ, જે.વી.પી.ડી. સ્કીમ, જુહુ રાખેલ છે, લૌકિક વ્યવહાર બંધ છે.
દશા મોઢ વણિક
અ. સૌ. જ્યોતિ હરેશ ભરૂચા (ઉં. વ. ૮૦) તે સ્વ. કલાબેન અને હિંમતલાલ મહેરની સુપુત્રી હરેશભાઈ ભરૂચાના ધર્મપત્ની. રીના, સેજલ, સપનાના માતૃશ્રી. આશિષ શાહના સાસુ. જશ શાહના નાનીમા. નિહારિકાબેન નલિનકુમાર શાહના ભાભી. તા. ૨૯. ૩. ૨૪ શુક્રવારના શ્રીજી ચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
દશા સોરઠીયા વણિક
મોણપરવાળા (હાલ મલાડ) સ્વ. કીર્તિભાઇ બાવચંદભાઈ શ્રીમાંકર (મહેતા) (ઉં. વ. ૬૮), તે લતાબેનના પતિ. તે ચંદ્રકાંતભાઈ, સ્વ. વિનોદભાઈ, સ્વ. દિનેશભાઇ, સ્વ. અશોકભાઈ, જગદીશભાઈ, પ્રવીણાબેન પ્રદીપકુમાર માધાણીના ભાઈ. તે સોનમ હિતેશકુમાર ભાનુશાલી, રિંકલ અંકિતકુમાર લોડાયાના પિતાશ્રી. તે મહેશભાઈ કાંતિલાલ શાહ, જયશ્રી, ભારતી, ઈલાના બનેવી શુક્રવાર તા. ૨૯/૦૩/૨૦૨૪ના શ્રીજીશરણ પામેલ છે. સર્વે પક્ષની પ્રાર્થનાસભા સોમવાર તા. ૦૧/૦૪/૨૦૨૪ના ૫ થી ૭, સ્થળ: શરાફ માતૃ મંદિર, પોદાર રોડ, મલાડ (ઈ).
ઘોઘારી લોહાણા
વિનોદભાઇ જયંતીલલ રૂપારેલીયા (ઉં. વ. ૭૪)તે સ્વ. મનસુખભાઇ, સ્વ. વિજયભાઇ, સ્વ. અશોકભાઇ, સ્વ. પુષ્પાબેન મશરૂ, સ્વ. માયાબહેન, સ્વ. અરુણાબેન ઠક્કર, સ્વ. સૂર્યાબહેન રૂપારેલીયા, સ્વ. જયોતિબેન બારાઇ, અનિલાબહેન કાપડિયા તથા આશાબહેન ધ્રુવનાં ભાઇ. નયનાબહેનના પતિ. નટુભાઇ ઠક્કરના જમાઇ. જીગર, ઉર્વી મહેતાનાં પિતાશ્રી. માન્યા, પ્રકૃતિના દાદા તા. ૨૯ માર્ચ ૨૦૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનસભા તા. ૨જી એપ્રીલ ૨૦૨૪ના ૫થી ૭ . ઠે. મુક્તિધામ, પારસીવાડા, ચકાલા, અંધેરી (પૂર્વ).
કચ્છી લોહાણા
ગોયલા મોખારા નિવાસી હાલ મુલુંડના રંજનબેન કાંતિ સોમૈયાના પુત્ર બિજલ (ઉં. વ. ૪૨) બુધવાર, તા. ૨૭-૩-૨૪ના સ્વર્ગવાસ પામ્યા છે. પ્રતીકભાઇના ભાઇ. તે જિજ્ઞાના પતિ. તે ક્રિસીના પિતા. તે ભુજ નિવાસી હાલ મુલુન્ડના કાશ્મીરાબેન અશ્ર્વિન લવજી ચંદેના (ઠક્કર) જમાઇ. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૩૧-૩-૨૪ના ૫.૩૦થી ૭. ઠે. ગોપુરમ હોલ, આર.પી. રોડ, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
ઇડર ઔદીચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ બ્રાહ્મણ
ગામ બ્રહ્મપુરી નિવાસી, હાલ પૂના ગં. સ્વ. સુમિત્રાબેન સુરેન્દ્રભાઇ ઠાકર (ઉં. વ. ૮૮) તા. ૨૮-૩-૨૪ના દેવલોક પામ્યા છે. તે પ્રજ્ઞાબેન જગદીપભાઇ શ્રોફના માતુશ્રી. તે જય, ઉર્વી અમરીશ દેસાઇના નાનીમા. તે પરીનાના નાનીસાસુ. તે દ્રિષ્ટિ, પ્રક્રીતી, ઓમના પરનાનીમા. તે ચિત્રોડા નિવાસી નારાયણભાઇ કરુણાશંકર વ્યાસ, સ્વ. સવિતાબેન વાડીલાલ ભટ્ટ, સ્વ. પુષ્પાબેન દુર્ગાશંકર ત્રિવેદીના બહેન. ઉત્તરક્રિયા તીર્થ સ્થાને રાખેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
પાંચગામ વિશા ઝારોળા વતની
મૂળ વતન ધિણોજ નિવાસી ઉદયભાઇ હિંમતલાલ શાહ શુક્રવાર તા. ૨૯-૩-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. હિંમતલાલ નાથુભાઇ શાહ અને સ્વ. તારાબેન હિંમતલાલ શાહના સુપુત્ર અને તેમના ભાઇ વિપુલભાઇ, સ્વ. દીપકભાઇ અને બહેન સૌ. અમીતાબેન દિલીપકુમાર શાહ અને તેમની ભાભી. દક્ષાબહેન અને હીનાબહેન, તેમના ભત્રીજા મુરારી અને મિહિર અને ભત્રીજી પાયલ. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧-૪-૨૪ના બપોરે ૪થી ૬. ઠે. પાવનધામ, મહાવીર નગર, પાવનધામ માર્ગ, બીસીસીઆઇ ગ્રાઉન્ડની સામે, કાંદિવલી (વેસ્ટ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button