ભાજપના ઉમેદાવારની 8મી યાદી જાહેર, પંજાબના ગુરદાસપુરથી સની દેઓલનું પત્તુ કપાયું
લોકસભા ચૂંટણી માટે ભાજપે તેના ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરી છે, પાર્ટીએ કુલ 11 ઉમેદવારોની જાહેરાત કરી છે. મહત્વની બાબત એ છે કે ગુરદાસપુરથી સની દેઓલની ટિકિટ કેન્સલ કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા તેમણે પોતે આ વખતે ચૂંટણી નહીં લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, તેથી પાર્ટીએ તેમની ટિકિટ રદ કરી છે. મોટી વાત એ છે કે આ વખતે ભાજપે દિલ્હીના બદલે પંજાબના ફરીદકોટથી હંસરાજ હંસને મેદાનમાં ઉતાર્યા છે.
ભાજપે ઉત્તર-પશ્ચિમ દિલ્હીથી યોગેન્દ્ર ચંદૌલિયાને ટિકિટ આપી છે. પંજાબમાં પાર્ટીએ જલંધરથી સુશીલ કુમાર રિંકુ, લુધિયાણાથી રવનીત સિંહ બિટ્ટુ, ગુરદાસપુરથી દિનેશ સિંહ ‘બબ્બૂ’ અને પટિયાલાથી પરનીત કૌરને મેદાનમાં ઉતાર્યા છે. ભર્તૃહરિ મહતાબ પાર્ટી વતી ઓડિશાના કટકથી ચૂંટણી લડશે. જ્યારે, રાજ્યની જાજપુર લોકસભા બેઠક પરથી રવીન્દ્ર નારાયણ બેહરા અને કંધમાલથી સુકાંત કુમાર પાણિગ્રહીને ટિકિટ આપવામાં આવી છે. પશ્ચિમ બંગાળની બીરભૂમ લોકસભા સીટથી દેબાશિષ ધર અને પ્રણત ટુડુને ઝારગ્રામ સીટથી ચૂટણી મેદાનમાં ઉતાર્યા છે.
ભાજપની આ યાદીમાં ઘણા મોટા નામો જોવા મળી રહ્યા છે. એક તરફ ભાજપે પટિયાલાથી પૂર્વ સીએમ અમરિંદર સિંહની પત્ની પરનીત કૌરને તક આપી છે. એ જ રીતે પાર્ટીએ બે દિવસ પહેલા ભાજપમાં જોડાયેલા ભર્તૃહરિ મહતાબને પણ મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે આ પહેલા પણ ચૂંટણી યાદી જાહેર કરી છે, આ વખતે તેમાં ઘણા મોટા ચહેરાની આબરૂ દાવ પર લાગી છે.
એક તરફ ભાજપ આ વખતે અનેક મંત્રીઓને મેદાનમાં ઉતારી રહી છે તો બીજી તરફ બેફામ નિવેદન કરનારા નેતાઓની ટિકિટ કાપવામાં આવી છે. રમેશ બિધુડીથી લઈને પ્રવેશ વર્મા સુધીની ટિકિટ કેન્સલેશન તેનું મોટું ઉદાહરણ છે.