સાપ્તાહિક દૈનંદિની
તા. ૩૧-૩-૨૦૨૪ થી તા. ૬-૪-૨૦૨૪
રવિવાર, ફાલ્ગુન વદ-૬, વિ. સં. ૨૦૮૦, તા. ૩૧મી માર્ચ, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર જયેષ્ઠા સવારે ક. ૨૨-૫૬ સુધી, પછી મૂળ. ચંદ્ર વૃશ્ર્ચિકમાં રાત્રે ક. ૨૨-૫૬ સુધી, પછી ધનુ રાશિ પર જન્માક્ષર. શ્રી એકનાથ ષષ્ઠી, ઈસ્ટર સન્ડે, સૂર્ય રેવતીમાં સવારે ક.૦૭-૫૦. શુક્ર મીનમાં સાંજે ક. ૧૬-૪૭. ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૨૧-૩૦. વિંછુડો સમાપ્તિ રાત્રે ક. ૨૨-૫૬. શુભ કાર્ય વર્જ્ય છે.
સોમવાર, ફાલ્ગુન વદ-૭, તા. ૧લી એપ્રિલ, નક્ષત્ર મૂળ રાત્રે ક. ૨૩-૧૧ સુધી, પછી પૂર્વાષાઢા. ચંદ્ર ધનુ રાશિ પર જન્માક્ષર. શહાદતે હઝરત અલી (મુસ્લિમ), ભદ્રા સમાપ્તિ સવારે ક. ૦૯-૨૬, બુધ વક્રી મધ્યરાત્રિ પછી ક. ૨૭-૪૬. સવારે ક. ૦૯-૨૬ પછી શુભ.
મંગળવાર, ફાલ્ગુન વદ-૮, તા. ૨જી, નક્ષત્ર પૂર્વાષાઢા રાત્રે ક. ૨૨-૪૮ સુધી, પછી ઉત્તરાષાઢા. ચંદ્ર ધનુમાં મધ્યરાત્રિ પછી ક. ૨૮-૩૬ સુધી (તા. ૩જી) સુધી, પછી મકર રાશિ પર જન્માક્ષર. કાલાષ્ટમી . શુભ દિવસ.
બુધવાર, ફાલ્ગુન વદ-૯, તા. ૩જી, નક્ષત્ર ઉત્તરાષાઢા રાત્રે ક. ૨૧-૪૭ સુધી, પછી શ્રવણ. ચંદ્ર મકર રાશિ પર જન્માક્ષર. ભદ્રા પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૨૯-૨૫. સામાન્ય દિવસ.
ગુરુવાર, ફાલ્ગુન વદ-૧૦, તા. ૪થી, નક્ષત્ર શ્રવણ રાત્રે ક. ૨૦-૧૧ સુધી, પછી ઘનિષ્ઠા. ચંદ્ર મકર રાશિ પર જન્માક્ષર. ભદ્રા સમાપ્તિ સાંજે ક. ૧૬-૧૪. શુભ દિવસ.
શુક્રવાર, ફાલ્ગુન વદ-૧૧, તા. ૫મી, નક્ષત્ર ઘનિષ્ઠા સાંજે ક. ૧૮-૦૬ સુધી, પછી શતભિષા. ચંદ્ર મકરમાં સવારે ક. ૦૭-૧૧ સુધી, પછી કુંભ રાશિ પર જન્માક્ષર. પાપમોચિની એકાદશી (ચારોળી), બુધ પશ્ર્ચિમમાં અસ્ત, પંચક પ્રારંભ સવારે ક. ૦૭-૧૧. શુભ દિવસ.
શનિવાર, ફાલ્ગુન વદ-૧૨, તા. ૬ઠ્ઠી, નક્ષત્ર શતભિષા બપોરે ક. ૧૫-૩૮ સુધી, પછી પૂર્વાભાદ્રપદા. ચંદ્ર કુંભ રાશિ પર જન્માક્ષર. શનિ પ્રદોષ, પંચક, મહાવારુણી યોગ સવારે ક. ૧૦-૧૯ થી ૧૫-૩૮. સામાન્ય દિવસ.