મનોરંજન

એક-બે નહીં પણ આ સુપરસ્ટારની 29 ફિલ્મો રિલીઝ પહેલાં જ બંધ થઈ ગઈ…

ફિલ્મો બને છે, રિલીઝ થાય છે અને દર્શકોના પ્રેમ અને અભિપ્રાયને કારણે જ ફિલ્મો સુપરહિટ કે ફ્લોપ થાય છે. પરંતુ કેટલીક ફિલ્મો એવી પણ હોય છે કે જે લખાય છે, એના માટે સ્ટાર કાસ્ટ પણ ફાઈનલ થાય છે. એટલું જ નહીં પણ ખૂબ જ જોશમાં ફિલ્મોની જાહેરાત પણ કરવામાં આવે છે પણ એ ફિલ્મો બને એ પહેલાં જ તેનું વાજું વીંટાઈ જાય છે, જોકે એની મેકર્સ સિવાય સૌથી વધુ અસર થાય છે એ ફિલ્મનો હીરો હોય છે… આજે આપણે અહીં આવા જ એક સુપરસ્ટાર વિશે વાત કરવાના છીએ. આ સુપરસ્ટારની એક-બે નહીં પણ પૂરો 29 ફિલ્મોનું પેકઅપ થઈ ગયું હતું…

70ના દાયકામાં એક નવા એક્ટરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના પગ જમાવવાનો પ્રયાસ કર્યો. દમદાર એક્ટિંગથી એક્ટરે દર્શકોને પોતાના ફેન બનાવી લીધા અને તેમના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. આ એક્ટર બીજું કોઈ નહીં પણ આપણા ડિસ્કો ડાન્સર મિથુન ચક્રવર્તી હતા. એ સમયે મિથુન ચક્રવર્તીની ફિલ્મોનો જાદુ દર્શકોના દિલો દિમાગ પર ચડીને બોલતો હતો. હિંદી ફિલ્મોમાં પગ મૂકતાની સાથે જ ઈતિહાસ રચી દીધો હતો. મિથુનદાને પહેલી જ ફિલ્મ મૃગયા માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો.

મિથુન ચક્રવર્તીનો ફિલ્મોમાં સિક્કો ચાલતો હતો અને એક પછી એક તેમની ફિલ્મોની જાહેરાત થઈ રહી હતી. પરંતુ ઢલો ફિલ્મો સાઈન કર્યા બાદ એક્ટરને એવો ઝટકો લાગ્યો તે સમજી જ નહીં શક્યા કે તેમની સાથે શું થઈ રહ્યું છે. ફિલ્મો એનાઉન્સ તો થઈ પણ દર્શકો ક્યારેય આ ફિલ્મો જોઈ જ ના શક્યા. આવો જોઈએ મિથુનની એવી ફિલ્મો વિશે તે જે થિયેટરનું મોઢું ના જોઈ શકી.

1977થી લઈને 1997ની વચ્ચે મિથુન ચક્રવર્તીની અનેક ફિલ્મોનું બનવા પહેલાં જ પેકઅપ થઈ ગયું હતું. 1977માં મિથુનની બે ફિલ્મ આવવાની હતી પહેલી હતી પુર્નમિલન અને બીજી આનન્દ મય. બંને ફિલ્મોમાં મિથુન સાથે સારિકા જોવા મળવાની હતી પણ ફિલ્મો ક્યારેય રિલીઝ થઈ શકી નહીં. 1978માં કાજલ કિરણ સાથે મર્ડર ઈન ટ્રેન, 1979માં તેમની ત્રણ ફિલ્મો રિલીઝ થવાની હતી જેમના નામ જન્મ ઔર કર્મ, મુન્ના મુન્ની ઔર મા અને ભગિનીની સમાવેશ થતો હતો પણ એ પહેલાં બંધ પડી ગઈ.

જોકે આત અહીં ગણતરીની વાત કરી 1980થી 1997 સુધી મિથુન ચક્રવર્તીની કુલ 29 ફિલ્મોની જાહેરાત તો કરવામાં આવી હતી પણ આ ફિલ્મો ક્યારેય રિલીઝ થઈ શકી નહીં. જોકે, તેમ છતાં સુપર સ્ટાર તરીકે મિથુન ચક્રવર્તીનો દબદબો કાયમ રહ્યો અને આજે પણ લોકો તેમને મિથુન દા તરીકે ઓળખે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button