લખનઊ: લખનઊ સુપર જાયન્ટ્સની અહીં પંજાબ કિંગ્સ સામેની મૅચ શરૂ થઈ એ પહેલાં લખનઊના કૅપ્ટન કેએલ રાહુલે આ મૅચ માટેની કૅપ્ટન્સી વેસ્ટ ઇન્ડિયન પ્લેયર નિકોલસ પૂરનને સોંપી દીધી હતી. રાહુલ આ મૅચમાં ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે રમ્યો હતો, પરંતુ માત્ર 15 રનના પોતાના સ્કોર પર અને 35 રનના ટીમના સ્કોર વખતે અર્શદીપ સિંહના બૉલમાં બૅકવર્ડ પૉઇન્ટ પર બેરસ્ટૉના હાથમાં કૅચઆઉટ થઈ ગયો હતો.
આ પણ વાંચો: અશ્ર્વિન આવ્યો હાર્દિકની તરફેણમાં, ફૅન્સને કહ્યું, ‘બીજા કોઈ દેશમાં આવું જોયું છે તમે?’
પૂરને ટૉસ વખતે કહ્યું હતું કે ‘રાહુલ હજી થોડા દિવસ પહેલાં જ ઈજામાંથી મુક્ત થઈને પાછો રમવા આવ્યો છે એટલે ટીમ મૅનેજમેન્ટ તેના પરથી ભાર હળવો કરવા માગતું હતું.
આ પણ વાંચો: IPL-2024 વચ્ચે લગ્ન બંધનમાં બંધાઈ ગયો આ Gujarati Cricketer, પોસ્ટ કરી આપી માહિતી…
રાહુલ 2023ની આઇપીએલની કેટલીક મૅચો ઈજાને કારણે નહોતો રમી શક્યો તેમ જ તાજેતરમાં ઇંગ્લૅન્ડ સામેની પાંચમાંથી ફક્ત એક જ ટેસ્ટ રમ્યો હતો.
આ પણ વાંચો: IPL 2024: કિંગ કોહલીની ઇનિંગ RCBને જીત ના આપવી શકી, KKR ટોપ-4માં, જાણો પોઈન્ટ ટેબલની સ્થિતિ
રાહુલે પંજાબ સામેની મૅચમાં ક્વિન્ટન ડિકૉક સાથે દાવની શરૂઆત કરી હતી અને અર્શદીપની ઓવરમાં સિક્સર તથા ફોર ફટકારી હતી. હવે તે ઇમ્પૅક્ટ પ્લેયર બન્યો હોવાથી તેના સ્થાને ડિકૉક અથવા ખુદ કૅપ્ટન પૂરન વિકેટકીપિંગ કરશે એવી યોજના ટીમ મૅનેજમેન્ટમાં વિચારાઈ હતી.
આ પણ વાંચો: IPL 2024, LSG vs PBKS: આજે લખનઉમાં કે એલ રાહુલ સામે ગબ્બરની ટક્કર, આ ખેલાડીઓ પર રહેશે નજર
24મી માર્ચે રાજસ્થાન સામેની મૅચમાં 44 બૉલમાં 58 રન બનાવ્યા હતા. રાહુલના એ 58 રન લખનઊની ટીમમાં હાઈએસ્ટ હતા. લખનઊની ટીમ એ મૅચ 20 રનથી હારી ગઈ હતી.
Taboola Feed