નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

સરકાર બદલાશે ત્યારે લોકતંત્રની સાથે રમત કરવાવાળા સામે કાર્યવાહી કરવામાં આવશે, આ મારી ગેરેન્ટીઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનું રણસિંગુ ફૂંકાઈ ગયું છે અને હવે નેતાઓ દ્વારા આક્ષેપ-પ્રતિઆક્ષેપની સીઝન ચાલી રહી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ પાર્ટીને આયકર વિભાગ તરફથી ફટકારવામાં આવેલી નોટિસ પર બોલતા તેમણે આને ટેક્સ ટેરરિઝ્મ જણાવ્યું હતું. રાહુલ ગાંધીએ ચેતવણી આપી હતી કે જ્યારે સરકાર બદલાશે ત્યારે લોકતંત્રને હાની પહોચાડવા વાળા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

લોકસભા ચૂંટણી પહેલા આયકર વિભાગે કોંગ્રેસ પાર્ટીને 1700 કરોડ રૂપિયાની ડિમાંડ નોટિસ પાઠવી હતી. સુત્રોનું માનવામાં આવે તો પાર્ટીને પાઠવવામાં આવેલી હાલની નોટિસ વર્ષ 2017-18થી 2022-21 સુધીની છે.


આ પણ વાંચો:
ઈન્કમ ટેક્સ વિભાગને રાહુલ ગાંધીની ચીમકીઃ ‘લોકશાહીનું વસ્ત્રાહરણ’ કરનારા સામે પગલાં લેવાશે’

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે જ્યારે સરકાર બદલાશે ત્યારે લોકતંત્રની સાથે રમત કરવાવાળા સામે જરૂરથી કાર્યવાહી કરવામાં આવશે અને એવી કાર્યવાહી કરવામાં આવશે કે ફરી તેઓ આવું કરવાની હિંમત નહીં કરે, આ મારી ગેરેન્ટી છે.

મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસના નેતા અજય માકને કહ્યું હતું કે ભાજપે ટેક્સ કાયદાઓનું ગંભીર ઉલ્લંઘન કર્યું છે. આઈટી વિભાગને તેમની પાસે 4600 કરોડ રૂપિયાથી વધુની માગ કરવી જોઈએ. એક એપ્રિલે કોંગ્રેસ પાર્ટી આ મામલાને લઈને ફરી સુપ્રિમ કોર્ટ જશે.


આ પણ વાંચો:
જાણો કોણ છે ભાજપના ઉમેદવાર જે વાયનાડથી રાહુલ ગાંધી સામે ચૂંટણી લડશે?

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી વિચારે છે કે તેઓ દેશના બંધારણથી ઉપર છે. તેઓ ખોટું બોલે છે. સામાન્ય લોકોએ ટેક્સ ભરવું પડે છે પણ કોંગ્રેસ પોતાને વીવીઆઈપી કેટેગરીમાં રાખે છે. તેમની ચોરી પકડાઈ તો તેઓ ટેક્સ ભરવા નથી માગતા. સવાલ એ છે કે જ્યારે 2021માં નોટિસ મળી તો તમે એને પડકારવામાં માડું કરી દીધુ અને તમે જ્યારે ચેતવણી આપી તો તમને કોઈ રાહત મળી નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button