મુખ્તાર અંસારી સુપુર્દ-એ-ખાક: પત્ની અને એક દીકરો ન રહ્યા હાજર, નાના દીકરાએ…
લખનઉઃ ગેંગસ્ટરથી નેતા બનેલા મુખ્તાર અંસારીના મૃત્યુને લઈ વિવાદો બાદ ગાજીપુરના કાલીબાગના કબ્રસ્તાનમાં દફનવીધિ કરવામાં આવી હતી. સુપુર્દ-એ-ખાક થવા પહેલા તેની અંતિમ યાત્રામાં મોટી માત્રામાં લોકોની ભીડ ઉમટી પડી હત. દરમિયાન શહાબુદ્દીનનો દીકરો ઓસામા પણ પહોચ્યો હતો. કબ્રસ્તાનમાં જવા માટે માત્ર પરિવારના લોકોને જ પ્રશાસને મંજુરી આપી હતી. જો કે મુખ્તારની અંતિમ યાત્રામાં પત્ની અને મોટો દીકરો અબ્બાસ સામેલ થઈ શક્યો ન હતો. સાથે જ નાના દીકરાની એક તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે, જેમાં તે પિતાની પુછો પર તાવ આપતો નજરે પડે છે. નાન દીકરા ઉમર અંસારીએ પોતાના પિતાના અંતિમ સંસ્કાર પહેલા અંતિમ વખત પિતાની મુછોને તાવ આપ્યો હતો.
આ પણ વાંચો: ‘મુખ્તાર અંસારી ગરીબોનો મસીહા હતો…’ જાણો કોણે આપ્યું આવું નિવેદન?
મુખ્તારની પત્ની ફરાર છે, એટલા માટે જ તે હાજર રહી શકી નહોતી. મુખ્તારનો મોટો દીકરો કાસગંજ જેલમાં બંધ છે. જો કે તેણે પિતા મુખ્તારના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે હાઈ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, પણ કોઈ સકારાત્મક પરિણામ નહીં મળ્યું. માટે નાનો દીકરો ઉમર અંસારી જ પોતાના પિતા મુખ્તારને ખબો આપી શક્યો. પોલીસ તંત્રએ મુખ્તારના અંતિમ સંસ્કારને લઈ કડક સુરક્ષા વ્યવસ્થા કરી હતી.
આ પણ વાંચો: માફિયામાંથી રાજકારણી બનેલા મુખ્તાર અંસારીની ગુનાખોરીની રિયલ સ્ટોરી વાંચો?
મુખ્તાર અંસારીના મૃત્યુને લઈ ઘણા વિવાદો થયા હતા. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે મુખ્તારને ધીમુ ઝેર આપવામાં આવ્યું છે જેના કારણે તેનું મૃત્યુ નીપજ્યુ છે. જો કે મુખ્તાર અંસારીના મૃત્યુની પોસ્ટમોર્ટમ રિપાર્ટ આવી ગઈ છે. રિપોર્ટમાં જણાવાયું છે કે તેનું મૃત્યુ હ્રદય હુમલાના કારણે જ થયું છે. રિપાર્ટ મુજબ તેને માયોકાર્ડિયલ ઈન્ફેક્શનના કારણે હાર્ટ એટેક આવ્યો અને તેનું મૃત્યુ થયું હતું.