નેશનલ

એમએના વિદ્યાર્થીને મળી રૂપિયા 46 કરોડની Income Tax Notice અને…

ગ્વાલિયરઃ સામાન્ય રીતે નોકરી કે વ્યવસાય કરતા વ્યકિત માટે Income Taxની જોગવાઈ કરવામાં આવી છે, પણ મધ્ય પ્રદેશના એક વિદ્યાર્થીને Income Tax Department તરફથી નોટિસ મળતા તેના પગ તળીયેથી જમીન ખસી ગઈ હતી. મધ્ય પ્રદેશના ગ્વાલિયરની એસએલપી કોલેજથી એમએ ઈંગલિશ કરી રહેલા વિદ્યાર્થીને Income Tax Department 46 કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે. સાથે ડિપાર્ટમેન્ટે તેના પર જીએસટી ચોરીનો કેસ પણ દાખલ કર્યો છે.

વિદ્યાર્થીનું કહેવું છે કે તે મહામુશ્કિલે પોતાની કોલેજ ફીસ ભરી શકે છે. વિદ્યાર્થીનું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં એક જ એકાઉન્ટ છે. ટેક્સ ચોરીથી તેને કોઈ લેવા-દેવા નથી. વિદ્યાર્થીએ આ મામલામાં એસપી કચેરીમાં ફરિયાદ કરી છે. પોલીસને હાલ સુધીની તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે વિદ્યાર્થીના પેન કાર્ડ અને આધાર કાર્ડ પર દિલ્હી-પુણેમાં એક જીએસટી ફર્મ રજીસ્ટર્ડ છે. તેના એકાઉન્ટ સાથે સંકળાયેલી આ જીએસટી ફર્મમાં વર્ષ 2021થી અત્યાર સુધીમાં 46 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે.

આપણ વાંચો: ઈન્કમ ટેક્સ વિભાગનો રેકોર્ડઃ 8 કરોડથી વધુ કરદાતાઓએ ભર્યાં આઈટી રિટર્ન

ગ્વાલિયરના હસ્તિનાપુરના રહેવાસી પ્રમોદ દંડોતિયા એમએ અંગ્રેજીનો વિદ્યાર્થી છે. 27મી જાન્યુઆરીએ તેના પોસ્ટલ એડ્રેસ પર Income Tax Departmentની એક નોટિસ આવી હતી. નોટિસ જોતા જ તેના આશ્ચર્યનો પાર રહ્યો ન હતો, કારણ કે તેની પાસે ઈનકમનો કોઈ સોર્સ જ નથી.

આવી પરિસ્થિતીમાં ઈનકમ ટેક્સ ભરવાનો કોઈ પ્રશ્ન આવતો જ નથી. પહેલાં તો પ્રમોદને લાગ્યું કે Income Tax Department તરફથી કોઈ ભૂલ થઈ છે. Income Tax ઓફિસ પહોચતા તેને ખબર પડી કે તેના નામથી એક જીએસટી ફર્મ રજિસ્ટર્ડ છે, જેમાં વર્ષ 2021થી જાન્યુઆરી 2024 સુધી 46 કરોડની આવક-જાવક થઈ છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રમોદના નામથી બનેલી જીએસટી ફર્મને દિલ્હી અને પુણેમાં ઓપરેટ કરવામાં આવે છે. આ ફર્મે લાંબા સમયથી જીએસટી ભર્યું નથી. જો કે જીએસટી ફર્મ પ્રમોદના પેન કાર્ડ પર રજીસ્ટર્ડ છે, એટલે દેખીતી રીતે Income Tax Recovery Notice તેને જ મોકલવામાં આવી હતી. ભોગ બનનાર વિદ્યાર્થીએ આશંકા વ્યક્ત કરી છે કે કોઈએ તેના પેન કાર્ડની કોપી કરીને જીએસટી ફર્મ રજીસ્ટર્ડ કરાવી લીધી છે.

વિદ્યાર્થીએ પોલીસને જણાવ્યું કે ત્રણ વર્ષથી તેના એકાઉન્ટમાંથી કોઈ ટ્રાન્જેક્શન થયું નથી. હાલ તો પોલીસે વિદ્યાર્થીને સાયબર સેલમાં ફરિયાદ કરવા તેમજ ઈનકમટેક્સ ડિપાર્ટમેન્ટમાં કેસ દાખલ કરી તેની કોપી પોલીસને જમા કરાવા કહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button