મનોરંજન

કરીના-તબ્બુની ‘ક્રુ’એ મચાવ્યો તરખાટ, વર્ષની ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની

કરીના કપૂર ખાન, તબ્બુ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ ‘ક્રુ’ આ અઠવાડિયે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. મહિલા લીડ સાથે બનેલી આ કોમેડી ફિલ્મને દર્શકો અને વિવેચકો તરફથી સારા રિવ્યુ મળ્યા હતા. હવે ફિલ્મના પહેલા દિવસનું કલેક્શન પણ સામે આવ્યું છે. ‘Crew’એ તેના ઓપનિંગ ડે પર સારી કમાણી કરી છે.

‘Crew’એ ઓપનિંગ ડે પર 8.75 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે ‘Crew’ વર્ષ 2024ની સૌથી મોટી ઓપનિંગ કરનારી ત્રીજી ફિલ્મ બની ગઇ છે. ‘Crew’એ શાહિદ કપૂરની તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયાને પછાડીને કલેક્શનની બાબતમાં ત્રીજા નંબર પર પોતાનું સ્થાન અંકે કરી લીધું છે.

ફાઇટર ફિલ્મનું ઓપનિંગ ડે કલેક્શન 24.6 કરોડ રૂપિયા હતું. શૈતાનનું ઓપનિંગ ડે કલેક્શન 15.21 કરોડ રૂપિયા હતું. તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયાનું ઓપનિંગ ડે કલેક્શન 7.02 કરોડ રૂપિયા હતું.

‘Crew’ની ખાસ વાત એ છે કે મુખ્ય પ્રવાહની ફિલ્મ હોવા છતાં તેમાં કોઇ પુરૂષ લીડ નથી. કપિલ શર્મા અને દિલજીત દોસાંજે તેમાં સહાયકની ભૂમિકા ભજવી છે. ફિલ્મનું નિર્દેશન રાજેશ કૃષ્ણનનું છે.

‘Crew’ની ટક્કર હોલીવૂડ ફિલ્મ ‘Godzilla X Kong’ સાથે છે. આ ફિલ્મે ઓપનીંગ ડે પર 13.80 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

‘Crew’ કરીના માટે મહત્વપૂર્ણ ફિલ્મ છે. તે છેલ્લે આમિર ખાન સાથે ફિલ્મ’ લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળી હતી. જોકે, આ ફિલ્મ દર્શકોને રિઝવવામાં નિષ્ફળ ગઇ હતી.

કૃતિ સેનનની વાત કરીએ તો આના પહેલા તે ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’માં શાહિદ કપૂર સાથે જોવા મળી હતી. આફિલ્મે બૉક્સ ઑફિસ પર 82 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

તબ્બુ છેલ્લે 2023માં આવેલી ‘ભોલા’માં જોવા મળી હતી. 2022માં તબ્બુ ફિલ્મ ‘દ્રશ્યમ’માં જોવા મળી હતી. 240.54 કરોડના કલેક્શન ાથે આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર હિટ રહી હતી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત