આમચી મુંબઈ

આવતીકાલે બહાર નીકળતા પહેલાં જોઈ લો Mumbai Local Trainનું Time Table

મુંબઈઃ મુંબઈ લોકલ એ મુંબઈગરાની લાઈફ-લાઈન ગણાય છે અને દર રવિવારે રેલવે દ્વારા સિગ્નલ મેઈન્ટેનન્સ, ટ્રેકની સાર સંભાળ રાખવા માટે મેગા બ્લોક હાથ ધરવામાં આવે છે. જેને કારણે લોકલ ટ્રેનોનું ટાઈમટેબલ ખોરવાવાની પૂરેપૂરી શક્યતા છે. જો તમે પણ આવતીકાલે મુંબઈ દર્શન કરવા માટે કે કોઈ કામ માટે બહાર નીકળવાના હોવ તો પહેલાં આ સમાચાર વાંચી લો, જેથી તમે હાલાકીમાંથી બચી જશો.

આ પણ વાંચો:
Train accident: સાબરમતી-આગ્રા સુપર ફાસ્ટ ટ્રેન માલ ગાડી સાથે અથડાઈ, ચાર કોચ પાટા પરથી ઉતાર્યા

મધ્ય રેલવે પર માટુંગા-મુલુંડ વચ્ચે અપ-ડાઉન સ્લો લાઈન પર સવારે 11થી બપોરે 4 વાગ્યા સુધી બ્લોક હાથ ધરવામાં આવશે. જેને કારણે અપ-ડાઉન સ્લો લોકલ બ્લોકના સમય દરમિયાન અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે. આ ટ્રેનો બ્લોકના સમયમાં મુલુંડ, ભાંડુપ, વિક્રોલી, કુર્લા, અને સાયન સ્ટેશન પર હોલ્ટ લેશે.


આ પણ વાંચો:
Vande Bharat Trainમાં પ્રવાસ કરીને ખુશ થયા આ ફોરેનર, પોસ્ટ કરીને કહી આ વાત…

આ સિવાય હાર્બર લાઈન પર પનવેલ-વાશી વચ્ચે અપ-ડાઉન મેગા બ્લોક પર સવારે 11થી બપોરે 4 વાગ્યા સુધી બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમયગાળા દરમિયાન સીએસએમટીથી પનવેલ-બેલાપુર જનારી અપ-ડાઉન લોકલ રદ રહેશે. જ્યારે ટ્રાન્સ હાર્બર લાઈન પર પનવેલથી થાણે માટે રવાના થનારી અપ-ડાઉન લોકલ ટ્રેનો આ સમયગાળા દરમિયાન રદ રહેશે. બ્લોકના સમયગાળા દરમિયાન બેલાપુર-નેરુલ અને ઉરણે વચ્ચે ટ્રેન સર્વિસ ચાલુ રહેશે. બ્લોકના સમયગાળા દરમિયાન સીએસએમટીથી-વાશી વચ્ચે વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે.


આ પણ વાંચો:
Bullet Trainની મહત્ત્વની અપડેટ જાણોઃ થાણે-પાલઘર જિલ્લામાં આ કામકાજના શ્રીગણેશ

પશ્ચિમ રેલવે પર ચર્ચગેટ-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર સવારે 10.30 કલાકથી બપોરે 3.30 કલાક સુધી બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમયગાળા દરમિયાન અપ-ડાઉન ફાસ્ટ લોકલ અપ-ડાઉન સ્લો લાઈન પર દોડાવવામાં આવશે. આ સિવાય બ્લોકના સમયગાળા દરમિયાન કેટલીક લોકલ ટ્રેનો રદ્દ કરવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button