પૂર્વાંચલના માફિયા ડોન મુખ્તાર અન્સારીનું કાર્ડિયાક એરેસ્ટથી બાંદાની જેલમાં મોત થયું છે અને તેને મઉમાં દફનાવવામાં આવ્યો છે. તેની લાંબા સમયથી ફરાર પત્ની અફશાન અંસારી તેના જનાજામાં પણ સામેલ થઇ નહોતી.
પોલીસે મુખ્તારની પત્ની અફશાન પર ઈનામ જાહેર કર્યું છે. પોલીસ ઘણા સમયથી અફશાનની શોધ કરી રહી હતી. તેની સામે લગભગ એક ડઝન કેસ નોંધાયેલા છે. ગેંગસ્ટર એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે ગાઝીપુર, મઉથી લખનઊ સુધી, અફશાન અન્સારી સામે છેતરપિંડીથી જમીન પર કબજો કરવો, સરકારી જમીન પર કબજો કરીને આર્થિક લાભ લેવા જેવા ઘણા કેસ નોંધાયેલા છે. અફશાન સામે બળજબરીથી નોંધણીનો કેસ પણ નોંધાયેલો છે.
અફશાન ગાઝીપુર જિલ્લાના યુસુફપુર મોહમ્મદબાદના દરજી મોહલ્લાની રહેવાસી છે. થોડા વર્ષો પહેલા વિકાસ કન્સ્ટ્રક્શન નામની પેઢીએ મઉના દક્ષિણ તોલામાં રૈની ગામ પાસે જમીન ખરીદી તેના પર વેરહાઉસ બનાવ્યું હતું. તે વેરહાઉસ પેઢી દ્વારા FCIને ભાડે આપવામાં આવ્યું હતું. આ ફર્મ પાંચ લોકોના નામે નોંધાયેલી હતી, જેમાં મુખ્તાર અંસારીની પત્ની અફશાન અન્સારીનું નામ પણ હતું.
મહેસૂલ વિભાગની તપાસમાં જાણવા મળ્યું કે વિકાસ કન્સ્ટ્રક્શન ફર્મ દ્વારા અનુસૂચિત જાતિના લોકોને લીઝ પર આપવામાં આવેલી જમીન ખોટી રીતે તેમના નામે ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય કેટલાક લોકોની જમીન પણ ખોટી રીતે પચાવી પાડવામાં આવી હતી. સમગ્ર મામલાની તપાસમાં જાણવા મળ્યું હતું કે વિકાસ કન્સ્ટ્રક્શન ફર્મ દ્વારા અનુસૂચિત જાતિના લોકોને લીઝ પર આપવામાં આવેલી જમીન છેતરપિંડીથી પેઢીના નામે ટ્રાન્સફર કરવામાં આવી હતી.
તહસીલદારના અહેવાલના આધારે મુખ્તાર અંસારીની પત્ની સહિત 5 લોકો વિરુદ્ધ ગેરકાયદેસર અને કપટથી જમીન પર કબજો કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણીમાં પણ અફશાન હાજર રહી નહોતી. તેથી તેની સામે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે. મુખ્તારની પત્ની ત્યારથી ફરાર છે. આ કેસના આધારે 31 જાન્યુઆરી 2022ના રોજ ગેંગસ્ટર એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો. આ કેસ નોંધાયા બાદ પણ અફશાન ફરાર જ રહી હતી. મઉ પોલીસે તેને પકડવા માટે ગાઝીપુર જિલ્લામાં તેના નિવાસસ્થાન અને સંભવિત ઠેકાણાઓ પર ઘણી વખત દરોડા પાડ્યા હતા, પરંતુ સફળતા મળી ન હતી. અફશાન અન્સારી પર 75 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.
મુખ્તારના પરિવારની વાત કરીએ તો તેનો એક પુત્ર અબ્બાસ અન્સારી જેલમાં બંધ હોવાનું જાણવા મળે છે. જ્યારે બીજો પુત્ર ઉમર અન્સારી જામીન પર છે. આ દરમિયાન પત્ની અફશાન અન્સારી ફરાર છે. તેના પર 75 હજાર રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. અફશાન સામે ઘણા કેસ નોંધાયેલા છે. મુખ્તારની વહુ નીખત બાનો પણ જેલમાં સમય વિતાવી ચૂકી છે. તેના પર આરોપ છે કે તેણે તેના પતિ અબ્બાસ અંસારીને જેલમાંથી ભગાડવાનો પ્રયાસ કર્યો હતો.
મુખ્તારના ભાઇ અફઝલ અન્સારી સામે પણ ઘણા કેસ છે. આ વખતે સમાજવાદી પાર્ટીએ તેને ગાઝીપુરથી લોકસભાની ટિકિટ આપી છે. તેની ટક્કર માફિયા ડૉન બ્રિજેશ સિંહ સાથે થઇ શકે છે.
Taboola Feed