બોક્સ ઓફિસ ‘Shaitaan’ના સકંજામાં, ત્રીજા સપ્તાહમાં પણ કમાણી કરી રહી છે
![Shaitaan Movie Starring Ajay Devgn and Jyothika Day 22 Earnings](/wp-content/uploads/2024/03/Shaitaan.webp)
દર્શકો સમક્ષ કંઈક અલગ હટકે અને નવી વાત રજૂ કરવી એ ડિરેક્ટર વિકાસ બહેલ માટે ફાયદાનો સોદો સાબિત થયો છે. તેમની ફિલ્મ ‘Shaitaan’ની વાર્તા દર્શકોને ઘણી જ પસંદ આવી રહી છે. ‘Shaitaan’ આઠમી માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને આજે 22 દિવસ થઈ ગયા છે, પણ દર્શકોનો ક્રેઝ ઓછો થઈ રહ્યો નથી. લોકો આ ફિલ્મ જોવા માટે લાઈન લગાવી રહ્યા છે. ફિલ્મમાં અજય દેવગણ અને સાઉથના સ્ટાર આર માધવનની જોરદાર એક્ટિંગે બધાને જ પ્રભાવિત કર્યા છે. ઓછા બજેટની ફિલ્મ ‘શૈતાને’ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે.
સિનેમાઘરોમાં લોકો કંઇક અલગ, હટકે ફિલ્મ જોવા આવતા હોય છે. અજય દેવગન અને સાઉથના સુપરસ્ટાર આર માધવનની ફિલ્મ ‘શૈતાન’માં દર્શકોને એક નવી જ વાર્તા જોવા મળી રહી છે, જે દર્શકોને ઘણી પસંદ આવી રહી છે.
આ ફિલ્મ બ્લેક મેજીક પર આધારિત છે ફિલ્મમાં જ્યોતિકાની એક્ટિંગને પણ બહુ પસંદ કરવામાં આવી રહી છે ફિલ્મને રિલીઝ થયા અને 22 દિવસ થઈ ગયા હોવા છતાં પણ શેતાન કરોડોનો બિઝનેસ કરી રહી છે. પ્રથમ દિવસે ‘શૈતાને’ 14.75 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું, પરંતુ ધીમે ધીમે તેની કમાણીમાં ઉછાળો આવ્યો હતો. એક અંદાજ પ્રમાણે આ ફિલ્મની કુલ કમાણી 135.5 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.