ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2024ની શરૂઆતમાં જ દર્શકોને રોમાંચક મેચ જોવા મળી રહી છે. ગઈ કાલે બેંગલુરુ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR) વચ્ચે મેચ રમાઈ હતી. વેંકટેશ ઐયર અને સુનીલ નારાયણની તોફાની ઇનિંગ્સની મદદથી KKRએ RCBને તેના હોમગ્રાઉન્ડ પર સાત વિકેટે હરાવી આ સિઝનની સતત બીજી જીત મેળવી હતી. કિંગ કોહલીની 83ની રનની શાનદાર ઇનિંગ RCBને જીત આપવી શકી ન હતી.
આ જીત સાથે KKR આ સિઝનમાં હોમ ગ્રાઉન્ડની બહાર મેચ જીતનારી પ્રથમ ટીમ બની ગઈ છે. RCBના હોમ ગ્રાઉન્ડ પર કોલકાતાની આ સતત છઠ્ઠી જીત છે. 2015 થી, KKR બેંગલુરુ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કોઈ મેચ હારી નથી. આ જીત સાથે KKR પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને આવી ગઈ છે. જ્યારે આ હાર સાથે બેંગલુરુ ટોપ-4માંથી બહાર થઈ છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે.
KKRએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. RCBએ કોહલીની 83 રનની અણનમ ઈનિંગની મદદથી છ વિકેટે 182 રન બનાવ્યા હતા. કોહલીએ બીજી વિકેટ માટે કેમેરોન ગ્રીન (33) સાથે 65 રન અને ત્રીજી વિકેટ માટે ગ્લેન મેક્સવેલ (28) સાથે 42 રનની ભાગીદારી પણ કરી હતી. દિનેશ કાર્તિકે અંતે આઠ બોલમાં ત્રણ છગ્ગાની મદદથી 20 રન બનાવ્યા હતા.
બેંગલુરુ તરફથી મળેલા 183 રનના ટાર્ગેટ ચેઝ કરવા ઉતારેલા KKRના સુનીલ નારાયણ અને ફિલિપ સોલ્ટની ઓપનિંગ જોડીએ તોફાની શરૂઆત કરી હતી. સોલ્ટે સિરાજની પ્રથમ ઓવરમાં બે સિક્સર અને એક ફોર સાથે શરૂઆત કરી હતી જ્યારે નારાયણે ત્રીજી ઓવરમાં અલ્ઝારી જોસેફ પર બે સિક્સર ફટકારી હતી. નારાયણ અને ફિલ સોલ્ટે પ્રથમ વિકેટ માટે 6.3 ઓવરમાં 86 રન બનાવ્યા હતા. ફિલ સોલ્ટે 20 બોલમાં બે છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી 30 રન બનાવ્યા હતા. જ્યારે નારાયણે 22 બોલમાં બે ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 47 રનની ઇનિંગ રમી હતી.
Also Read:
https://bombaysamachar.com/sports/kkr-win-against-kohli-move-to-number-two-in-the-points-table/
KKRએ પાવર પ્લેમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 85 રન બનાવ્યા, જે વર્તમાન સિઝનમાં પ્રથમ છ ઓવરમાં કોઈ પણ ટીમનો સૌથી વધુ સ્કોર છે. ત્યાર બાદ વેંકટેશ અય્યરે 30 બોલમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 50 રનની ઈનિંગ રમી. જ્યારે KKRના કેપ્ટન શ્રેયસ અય્યરે 24 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી અણનમ 39 રન બનાવ્યા હતા. કોલકાતા નાઈટ રાઈડર્સે માત્ર 16.5 ઓવરમાં મેચ જીતીને રન રેટમાં સુધારો કર્યો હતો.
Also Read:https:
//bombaysamachar.com/sports/ipl-2024/as-soon-as-kohli-saw-gambhir-snorting-the-footage-went-viral/
IPL 2024ની 10મી મેચ બાદ પોઈન્ટ ટેબલની સ્થિતિ પર નજર કરીએ તો, CSK પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર છે, KKR બીજા સ્થાને છે, જ્યારે RR ત્રીજા સ્થાને અને SRH ચોથા સ્થાને છે. CSK, KKR અને RRના ચાર-ચાર પોઈન્ટ છે, પરંતુ વધુ સારી નેટ રનના આધારે ચેન્નાઈ સુપર કિંગ્સ સૌથી આગળ છે. આ પછી PBKS પાંચમા સ્થાને અને GT સાતમા સ્થાને છે. પોઈન્ટ ટેબલમાં DC આઠમા સ્થાને, MI નવમા સ્થાને અને LSG છેલ્લા સ્થાને છે.