આપણું ગુજરાત
અંતે ઘીના ઠામમાં ઘી પડ્યું? હાલ શાંતિનો વાવટો લહેરાયો.
રાજકોટ: આજરોજ ગોંડલ ખાતે જયરાજસિંહ જાડેજા ની આગેવાની હેઠળ સૌરાષ્ટ્ર ભરના ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો પુરુષોત્તમ રૂપાલા ની હાજરીમાં સમાધાન કરી વલણ દાખવી અને ભેગા થયા હતા વિચાર વિમર્શના અંતે પુરુષોત્તમ રૂપાલા એ જાહેરમાં ફરી ક્ષત્રિય સમાજની બે હાથ જોડી અને માફી માગી અને એમ પણ કહ્યું કે આ સમગ્ર મામલા માટે માત્ર હું જવાબદાર છું મારો પક્ષ નહીં એટલે હું પોતે માફી માગું છું અને ક્ષત્રિય સમાજ હર હંમેશ માફ કરતો રહ્યો છે આમ શાંતિપૂર્ણ વાતાવરણમાં હાલ આ મામલો પતી ગયો હોય તેવું લાગે છે.
જયરાજસિંહ જાડેજાને પત્રકારોએ પૂછતા થોડું આકરું વલણ દર્શાવી અને મામલો પતી ગયો છે અને તેમ છતાં કોઈને વાંધો હોય તો મને રૂબરૂ બોલાવે તે કહેશે ત્યાં અને તે કહેશે તે ભાષામાં વાત કરવા હું તૈયાર છું પરંતુ હવે આ મામલો આગળ નહીં વધે તેવી જાહેરાત પણ કરી દીધી હતી.
Taboola Feed