વીક એન્ડ

એમ્પુરિયાબ્રાવાની કેનાલોમાં ઇ-બોટની મજા…

અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી

લા એસ્કાલામાં પહેલા દિવસ્ો મોર્નિંગ વોક અન્ો મજેદાર બ્રેકફાસ્ટ પછી સૌ પહેલાં ક્યાં જવું ત્ોની વાતો ચાલુ થઈ. અહીં દરેક દિવસ્ો કોઈ અલગ સ્થળ પકડીન્ો કંઇક નવું, કંઇક રસપ્રદ કરવા માટે સજ્જ હતાં. રોજ વેધર પરફેક્ટ હતું, એવામાં ક્યારે ક્યાં જવું એ નક્કી કરવાનું માત્ર મૂડ પર આધારિત હતું. આગલા દિવસ્ો ઘણું ચાલ્યા હતાં. એવામાં ત્ો દિવસ્ો શાંતિથી બોટમાં ફલોટ કરવા મળે તો જલસા થઈ જાય એમ વિચારી અમે ગાડીમાં નજીકમાં જ એમ્પુરિયાબ્રાવા તરફ નીકળી પડ્યાં. એમ્પુરિયાબ્રાવા આમ તો એક ધમધમતું ટાઉન છે. ત્યાં અત્યંત સુંદર બીચ, સ્પ્ોનિશ કાફે, બાર, રેસ્ટોરાં, સુવિનિયર સ્ટોર, સ્થાનિક લોકોનાં ઘરો અન્ો સ્થાનિક સુપર માર્કેટ વગ્ોરે તો છે જ. કુમારે ત્યાં જઈ શું કરવાનું છે ત્ો રિસર્ચ કરી રાખ્યું હતું. અમે ત્યાં સરપ્રાઇઝ થવા ત્ૌયાર હતાં. માત્ર બીચ પર રિલેક્સ થઈ પડ્યા રહેવામાં પણ ત્યાં મજા જ આવી હોત, પણ એમ્પુરિયાબ્રાવા કોઈ સાધારણ સ્થળ ન હતું.

હોટલથી માંડ અડધા કલાકે તો એમ્પુરિયાબ્રાવા આવી પણ ગયું. દરિયા કિનારો ચાલુ થતા પહેલાંનો આખો વિસ્તાર કેનાલ્સથી ભરેલો છે, અન્ો કેનાલ્સની બંન્ો તરફનાં ઘરોની ઇમારતોન્ો પણ કોઈ મ્યુઝિયમના કલેક્શનની જેમ જોવાનું શક્ય છે. કોલમાર, વેનિસ, આમસ્ટરડામ, ફોર્ટ લોડરડેલ જેવાં કેનાલોથી ભરેલાં શહેરોમાં ઘણું રખડ્યાં છીએ. દરેક શહેરની કેનાલો કંઈક નવું બતાવે છે. કોઇ પણ શહેરમાં આ પ્રકારની કેનાલ હોય એટલે આજના સમયમાં ત્ો ટૂરિસ્ટ એટ્રેક્શન બન્યા વિના રહે ત્ો શક્ય જ નથી રહૃાું, પણ એમ્પુરિયાબ્રાવાની કેનાલો જરા ખાસ છે. ત્યાંનો માર્શ જેવો વિસ્તાર હજી ૧૯૭૫માં જ બન્યો છે. અહીં કોઈ વેનિસ અન્ો કોલમાર જેવો ઇતિહાસ નથી, પણ અહીં ટૂરિસ્ટન્ો મજા કરાવવાનો પ્ાૂરતો ઇંત્ોજામ છે.

બીચ શરૂ થતા પહેલાં કાર કેનાલ પર બન્ોલા બ્રિજ પરથી પસાર થવા લાગી. એક રહેણાંક વિસ્તારની ગલીમાં ગાડી પાર્ક કરીન્ો અમે ટૂરિસ્ટી બ્રિજ પર આવ્યાં. અહીં કેનાલની એક તરફ બોટ્સ ગોઠવાયેલી હતી. થોડીક નોર્મલ મોટરબોટ્સ હતી અન્ો થોડી ઇ-બોટ્સ. અમે તો ઇ-બોટ જ રેન્ટ કરીશું ત્ોવી જાહેરાત રસ્તામાં જ થઈ ચૂકી હતી. ત્યાં પહોંચ્યાં અન્ો થોડી જ વારમાં ચાર જણાની સવારી એક ઇ-બોટમાં ગોઠવાઈન્ો નિશ્ર્ચિત કેનાલના રસ્ત્ો ચાલી પડી. આખા ટાઉનમાં કુલ ૪૦ કિલોમીટરથી વધુ લાંબી કેનાલના વોટર રોડ્સ છે. ત્ોમાં અમન્ો કોઈ પ્રાઇવેટ રસ્તા પર ગયા વિના માત્ર મુખ્ય રસ્તા પર જ રહેવાનું સમજાવવામાં આવેલું. સાથે એક નકશો પણ આપ્ોલો. કેનાલ પર ટૂરિસ્ટ બોટ્સનો પ્રમાણમાં ઘણો ટ્રાફિક હતો. જોકે મોટાભાગની બોટ્સ સાવ ધીમી ગતિએ ચાલી રહી હતી. હવે બ્ો કલાક અહીં પાણીમાં જ વિતાવવાના હતા.

રસ્તામાં સામી મળતી ઘણી બોટ્સમાં લોકો નાસ્તો કરતાં હતાં. સ્વાભાવિક છે અમે પણ નાસ્તો સાથે લાવેલાં. ઇ-બોટ જરા પણ અવાજ નહોતી કરતી. એવામાં રહેણાંક વિસ્તારમાંથી પસાર થવામાં ત્યાંનાં લોકોન્ો ડિસ્ટર્બ કરવાની જરાય ચિંતા રહેતી નહોતી. જોકે ઘણાં લોકો ઘોંઘાટ કરતી મોટરબોટ લઈન્ો પણ આરામથી ફરી રહૃાાં હતાં. કેટલાંક ટૂરિસ્ટ પ્રાઇવેટ યોટ્સ લઈન્ો પણ ફરી રહૃાાં હતાં. આમ અત્યંત નોર્મલ રીત્ો વોટર ટ્રાફિકનો ભાગ બની જઈશું એવું તો અમે જરાય નહોતું વિચારેલુંં. અમે ચારેયએ વારાફરતી બોટ ચલાવવાની પણ મજા લઈ જોઈ. કેનાલની બંન્ો તરફ એક પછી એક ડિઝાઇનર ઘરો આવતાં હતાં. કોઈ પારંપરિક યુરોપિયન એસ્થેટિકવાળાં, તો કોઈ અત્યંત મોડર્ન, જ્યાં પણ જુઓ ત્યાં કંઇક નવું જોવા મળી રહૃાું હતું. અહીં રહેનારાંઓન્ો કારથી ઘરે પહોંચવાનું તો શક્ય જ ન હતું. જેણે પણ ત્યાં વેકેશનમાં કે કાયમ માટે રહેવું હોય, બોટથી જ કામ ચલાવવું પડતું હશે. જોકે આ વિસ્તારમાં કાં તો ટૂરિસ્ટન્ો ભાડે આપવા અથવા પોતાનાં પરિવારન્ો માણવા લોકોએ માત્ર વેકેશન હોમ્સ જ બનાવ્યાં હોય ત્ોવું લાગતું હતું.

ત્યાં એક પછી એક પાણીની ગલી વટાવતાં એક મોટું સર્કલ પણ આવ્યું. ત્યાં વોટર ફેસિંગ એપાર્ટમેન્ટ્સ પણ હતાં. જેમ જમીન પરની ઇમારતોના પાર્કિંગમાં કારની સાથે ટુ-વ્હિલરનું પાર્કિંગ હોય ત્ોમ અહીં યોટની સાથે જેટ-સ્કીનાં પાર્કિંગ હતાં. એટલું જ નહીં, અહીં એપાર્ટમેન્ટનાં લોકોની બોટ્સનું કોમન બોટ પાર્કિંગ જોઈન્ો લાગ્યું કે અહીં પાણી પર વસતો આધુનિક શહેરનો હિસ્સો લોકોન્ો દરેક પ્રકારની સુવિધાનો વિચાર કરીન્ો બનાવવામાં આવ્યો હતો. અમે જે બ્રિજ પરથી પસાર થયાં હતાં ત્ોની નીચેથી બોટમાં પણ નીકળ્યાં. જ્યાં પણ ગમતી ઇમારત કે વ્યુ દેખાયા ત્યાં ફોટા અન્ો વીડિયો તો પડતાં જ રહૃાાં. રસ્તામાં ટ્રાફિકથી સંભાળીન્ો ચલાવવાનું પણ બન્યું. અંત્ો જ્યારે પાછાં ફર્યાં ત્યારે એમ થયું કે હજી વધુ થોડું પાણી પર રહી શક્યાં હોત. આ રીત્ો કોઈ શહેરના પાણીના રસ્તાઓ પર રખડવાનો મોકો પહેલાં કોઈ દિવસ નથી મળ્યો. હજી રસ્તામાં ક્યાંય બોટ ડોક કરીન્ો વોટર એક્સ્ોસવાળી દુકાનો કે પબ્સ નથી બન્યાં. જોકે જે રીત્ો અહીંની લોકપ્રિયતા વધી રહી છે, ત્ો દિવસો પણ દૂર નથી લાગતાં.

કેનાલના વિસ્તારમાંથી નીકળીન્ો ફરી જમીન પર આવવામાં હવે એમ્પુરિયાબ્રાવાન્ો જોવાનો દૃષ્ટિકોણ જાણે બદલાઈ ગયો હતો. અહીં કેનાલના વ્યુ સાથે જ એક કાફેમાં હળવુ લંચ કર્યું. ત્ો પછી ત્યાંનો બીચ પણ તપાસી જોયો. અહીં વોટરસ્પોર્ટમાં જ આખો દિવસ વિતાવી શકાય ત્ોમ છે. એટલું જ નહીં, અહીંથી નજીકનાં શહેરોન્ો પણ બોટ મારફત્ો વિઝિટ કરવાનું શક્ય છે. કોસ્ટા બ્રાવામાં જ રહેતી મારી કોલિગ ક્લારાન્ો જ્યારે એમ્પુરિયાબ્રાવામાં અમન્ો કેટલી મજા પડી ત્ો વાત કરી તો ત્ોન્ો જરાય ન ગમ્યું. એન્ો લાગ્ો છે કે એ આખો વિસ્તાર તો માત્ર ટૂરિસ્ટ માટે છે. મેં ત્ોેન્ો યાદ અપાવ્યું કે અમે ટૂરિસ્ટ જ તો છીએ. એણે પણ આ વિસ્તારમાં નજીકમાં જ રોસિઝ શહેરથી સ્કાય ડાઇવિંગ કરીન્ો અહીંની કેનાલોન્ો આકાશમાંથી જોઈ હતી. એમ્પુરિયાબ્રાવામાં સાવ અવાજ વિના પાણી પર સરકતી ઇ-બોટ્સનો અનુભવ કાયમ માટે યાદ રહેશે, પછી ત્ો ટૂરિસ્ટી ભલે ન્ો હોય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button